મથુરાઃ યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે મથુરાની મુલાકાતે છે. અહીં તેમણે 'ષષ્ટિપૂર્તિ મહોત્સવ'માં ભાગ લીધો છે. આ પછી કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ એ વૃંદાવનમાં વિદ્યાર્થીનીઓ માટે 'સંવિદ ગુરુકુલમ, સૈનિક સ્કૂલ'નું પણ ઉદ્ઘાટન કર્યું છે. સીએમ યોગી એ કહ્યું કે કોઈ સમયે ભગવાન રામ પુષ્પક વિમાન દ્વારા અયોધ્યામાં ઉતર્યા હશે પરંતુ હવે કોઈ પણ એરપોર્ટથી અયોધ્યામાં ઉતરી શકે છે. અમે અયોધ્યાને હવાઈ, માર્ગ અને રેલ માર્ગે જોડી દીધું છે, હવે તેને જળમાર્ગ દ્વારા પણ જોડવાની તૈયારીઓ થઈ રહી છે.
અયોધ્યા સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે
સીએમ યોગી એ કહ્યું કે અયોધ્યામાં રામજન્મભૂમિ આંદોલન ચાલી રહ્યું હતું, તે જ સમયે સંતોની સાથે વિશ્વ હિન્દુ પરિષદ આંદોલનને તાકાત આપી રહી હતી. જે દિવસે જય શ્રી રામનું આહ્વાન કરવામાં આવશે, તે દિવસે ઉકેલ આપોઆપ મળી જશે. અગાઉ અયોધ્યા સુધી સિંગલ લેન રેલ્વે લાઈન જતી હતી, હવે તે ચાર લેન થઈ ગઈ છે. 22મી જાન્યુઆરી પછી જઈને જોશો તો ત્રેતાયુગ યાદ આવશે. આગળ સીએમ યોગી એ કહ્યું કે હવે અયોધ્યામાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. એક સ્ટેશનનું ઉદ્ઘાટન ખુદ વડાપ્રધાને કર્યું છે.
વાતચીતથી આવશે ઉકેલ
સીએમ યોગી એ પોતાની વાતમાં વિપક્ષ પર પણ જોરદાર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે જે લોકો અયોધ્યા જવામાં સંકોચ અનુભવતા હતા અથવા નામ લેવામાં પણ સંકોચ અનુભવતા હતા તે જ લોકો આજે અયોધ્યા જઈ રહ્યા છે. આજે એ જ લોકો કહી રહ્યા છે કે જો અમને પણ આમંત્રણ મળ્યું હોત તો અમે ચોક્કસ અયોધ્યા ગયા હોત. સીએમ યોગીએ કહ્યું કે આ બદલાવ છે. જો તમે તમારી તાકાત બતાવશો તો બદલાવ પણ જોવા મળશે. તેમણે કહ્યું કે હવે દરેક સમસ્યાનો ઉકેલ સંઘર્ષથી નહીં પરંતુ વાતચીતથી થશે.


