મુખ્ય સામગ્રી પર જાઓ

હૈ જવાની તો ઇશ્ક હોના હૈ: ટ્રેલર લોન્ચમાં વરુણ ધવન અને ડેવિડ ધવનની મસ્તી

હૈ જવાની તો ઇશ્ક હોના હૈ: ટ્રેલર લોન્ચમાં વરુણ ધવન અને ડેવિડ ધવનની મસ્તી

મુંબઈ: ફિલ્મ 'હૈ જવાની તો ઇશ્ક હોના હૈ'નું ટ્રેલર તાજેતરમાં મુંબઈમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફિલ્મના કલાકારો અને નિર્માતાઓ હાજર રહ્યા હતા. ટ્રેલર લોન્ચ દરમિયાનના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

વરુણ ધવન અને ડેવિડ ધવનની મસ્તી

આ ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં વરુણ ધવન અને ડેવિડ ધવન ગીતોના કોપીરાઈટને લઈને ચાલી રહેલા વિવાદ પર મજાક કરતા જોવા મળ્યા હતા. ડેવિડ ધવન અને વાસુ ભગનાની વચ્ચે ગીતોના હકને લઈને કાનૂની વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ વચ્ચે વરુણ ધવને ગીરીશ કુમારને ગીત ગાઈને ઇન્ટ્રોડ્યુસ કરાવ્યા. ગીત પૂરું થયા પછી વરુણે કહ્યું, “રમેશ જી, આ ગીતના રાઈટ્સ છે ને?” જેના જવાબમાં ડેવિડ ધવને કહ્યું, “વી હેવ ઓલ ધ રાઈટ્સ!”

આ પ્રસંગે નિર્માતા રમેશ તૌરાનીએ ગીતોને લઈને ચાલી રહેલા વિવાદ પર પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે આ બાબતે જે કંઈ પણ હતું તે ઉકેલાઈ ગયું છે અને ફિલ્મના પ્રમોશન કે રિલીઝમાં કોઈ પણ પ્રકારની અડચણ આવશે નહીં. તેમણે વધુમાં કહ્યું કે આગળ પણ જે કંઈ થશે તે ઉકેલી લેવામાં આવશે. આથી કોઈ સમસ્યા નથી. વાસુ ભગનાનીએ તેમની ફિલ્મ 'બીવી નંબર 1' (1999)ના ગીતોની પુન:નિર્માણ અને ઉપયોગ પર વાંધો ઉઠાવ્યો હતો.

અમદાવાદ એક્સપ્રેસ તમને દેશ અને દુનિયાના તાજા સમાચાર પહોંચાડે છે. રાજકારણ, મનોરંજન, ક્રિકેટ અને ટેકનોલોજીના અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.

સંબંધિત સમાચાર