મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

ગુયાનામાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ ખીલી રહી છેઃ પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રીએ સરસ્વતી વિદ્યા નિકેતન શાળાની મુલાકાત લીધી હતી, ભારત-ગુયાના સાંસ્કૃતિક સંબંધોને વધુ ગાઢ બનાવવાના તેમના પ્રયાસોમાં સ્વામી અક્ષરાનંદજીના કાર્યની પ્રશંસા કરી હતી.

ગુયાનામાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ ખીલી રહી છેઃ પ્રધાનમંત્રી

ભારત-ગુયાના સાંસ્કૃતિક સંબંધોને વધુ ગાઢ બનાવવાના તેમના પ્રયાસોમાં સ્વામી અક્ષરાનંદજીના કાર્યની પ્રશંસા કરતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સરસ્વતી વિદ્યા નિકેતન શાળાની મુલાકાત લીધી હતી અને કહ્યું કે ગુયાનામાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ ખીલી રહી છે.

X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું

“ગુયાનામાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ ખીલી રહી છે. મને આવા જ એક સ્થળની મુલાકાત લેવાની તક મળી જે સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના સંબંધોને પ્રોત્સાહન આપવામાં અગ્રેસર છે - સરસ્વતી વિદ્યા નિકેતન શાળા. હું શાળા સાથે સંકળાયેલા તમામની પ્રશંસા કરું છું અને ભારત-ગુયાના સાંસ્કૃતિક સંબંધને વધુ ગાઢ બનાવવાના પ્રયાસોમાં સ્વામી અક્ષરાનંદજીના કાર્યની પણ પ્રશંસા કરું છું.”
 

fashion

સંબંધિત સમાચાર

travel