મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

પ્રધાનમંત્રી આજે મુંબઈમાં 141મા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સત્રનું ઉદ્ઘાટન કરશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં 141માં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સત્રનું ઉદ્ઘાટન કરશે. લગભગ 40 વર્ષ બાદ ભારતમાં આ સત્રનું આયોજન કરવામાં આવી રહ્યું છે. છેલ્લે 1983માં 86માં સત્ર માટે નવી દિલ્હીમાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રી આજે મુંબઈમાં 141મા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સત્રનું ઉદ્ઘાટન કરશે

ઓલિમ્પિક ગેમ્સના ભવિષ્યને લગતા મહત્વના નિર્ણયો સમિતિના સત્ર દરમિયાન લેવામાં આવે છે. આ સત્રમાં સમિતિના અધ્યક્ષ થોમસ બાચ, ઘણા પ્રખ્યાત ખેલાડીઓ અને રમતગમત સંગઠનોના પ્રતિનિધિઓ પણ ભાગ લેશે.

માહિતી પ્રસારણ, યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે ગઈકાલે મુંબઈમાં જાણીતા ખેલાડીઓ અને આંતરરાષ્ટ્રીય રમત મહાસંઘના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી.

આ બેઠકોમાં ભારતીય રમતવીરોના સ્વાસ્થ્ય અને પ્રદર્શનને સુધારવા માટે રમત વિજ્ઞાન અને ચિકિત્સા ક્ષેત્રે નિપુણતાનું આદાનપ્રદાન, તાલીમ પદ્ધતિઓ અને સાધનસામગ્રીને સુધારવા માટે સંયુક્ત સંશોધન અને અન્ય ક્ષેત્રોમાં સહયોગ જોવા મળ્યો. એ જ રીતે ડિજિટલ કોચિંગ અને તાલીમનો ઉપયોગ રમતગમતમાં પણ થઈ શકે છે.

fashion

સંબંધિત સમાચાર

travel