ઝારખંડ સરકારે રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા (DA) માં વધારો કરવાની મંજૂરી આપી છે. મંગળવારે મુખ્યમંત્રી હેમંત સોરેનની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠક દરમિયાન, કુલ 12 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી, જેમાં આ મોંઘવારી ભથ્થામાં વધારો પણ સામેલ છે.