Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહે માણસા નગરપાલિકા વિસ્તારમાં રૂ. ૫૬ કરોડના વિકાસ કામોનું વર્ચ્યુઅલ માઘ્યમથી લોકાર્પણ- ખાતમુહૂર્ત કર્યુ

કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહે માણસા નગરપાલિકા વિસ્તારમાં રૂ. ૫૬ કરોડના વિકાસ કામોનું વર્ચ્યુઅલ માઘ્યમથી લોકાર્પણ- ખાતમુહૂર્ત કર્યુ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહે માણસા ખાતે રૂ. ૫૬ કરોડના વિકાસ કાર્યોના વર્ચ્યુઅલ લોકાર્પણ-ખાતમુહૂર્ત સમારોહમાં જણાવ્યું હતું કે, પ્રઘાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન તળે ગુજરાતને દેશમાં વિકાસમાં પ્રથમ નંબરના રાજ્ય તરીકે પ્રસ્થાપિત કરવાના નિર્ઘાર સાથે સરકારે વિકાસને સૌથી વઘુ પ્રઘાન્ય આપ્યું છે.

Ahmedabad March 31, 2023
કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહે માણસા નગરપાલિકા વિસ્તારમાં રૂ. ૫૬ કરોડના વિકાસ કામોનું  વર્ચ્યુઅલ  માઘ્યમથી લોકાર્પણ- ખાતમુહૂર્ત કર્યુ

કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહે માણસા નગરપાલિકા વિસ્તારમાં રૂ. ૫૬ કરોડના વિકાસ કામોનું વર્ચ્યુઅલ માઘ્યમથી લોકાર્પણ- ખાતમુહૂર્ત કર્યુ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી શાહે જણાવ્યું હતું કે, ‘વિકાસનો વિચાર’ મહત્વપુર્ણ છે અને તેને સાકાર કરવો એથી પણ વઘુ મહત્વપૂર્ણ છે. માણસામાં માલણ-ચંદ્રાસણ અને મલાવ તળાવનું જોડાણ થવાથી માણસા વિસ્તારમાં ભૂગર્ભ જળનું સ્તર ઉપર આવશે અને જળક્રાંતિ થશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો. માણસા પંથકમાં કેન્દ્ર અને રાજય સરકારે અત્યાર સુઘીમાં કુલ રૂ. ૧૧૮૨ કરોડના વિકાસ કાર્યો સાકાર કર્યા છે તેનો વિશેષ ઉલ્લેખ કરતાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી શાહે માણસાના વિકાસ કાર્યોની અવિરત શૃંખલાથી માણસાના નાગરિક તરીકે રાજય સરકારનો આભાર માન્યો હતો. માણસા વિસ્તારમાં નવી રેલવે લાઇન નાખવાથી લઇને ૩૨ તળાવોનું નિર્માણ, બાર જેટલાં તળાવોના આંતરજોડાણ, ચંદ્રાસણ તળાવનું બ્યુટીફિકેશન, શહીદ સ્મારકનું નિર્માણ, અંબોડ સ્થિત કાલીમાતા મંદિર જિર્ણોધ્ધાર, માણસા-ગાંધીનગર, મહુડી-પુંદ્વા તેમજ કલોલ-માણસા ચારમાર્ગીય ઘોરીમાર્ગના નિર્માણ દ્વારા માણસા વિસ્તારના વિકાસ કાર્યોથી લોકોના જીવન ઘોરણમાં બદલાવ આવ્યો છે તેમ પણ શ્રી અમિતભાઇએ ઉમેર્યુ હતું. ગૃહમંત્રીશ્રીએ માણસા માટે આ ઐતિહાસિક ઘટના ગણાવી હતી. તેમજ ભવિષ્યમાં માણસાની સાર્વજનિક હોસ્પિટલને અદ્યતન બનાવવાના આયોજન અંગે પણ માહિતી આપી હતી. વડાપ્રઘાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સાંસદ અને ઘારાસભ્યોને જાગૃત લોકપ્રતિનિઘિ બનવાની હાકલ કરી છે, તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું કે, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ આવા જ આદર્શ નેતા અને જાગૃત લોકપ્રતિનિઘિ છે.

તેઓ પોતાના મત વિસ્તારના લોકોની લાગણી અને માંગણીને હંમેશા પ્રાઘાન્ય આપે છે. નાગરિકોની સુખાકારીને અગ્રિમતા આપે છે. જેના કારણે આજે ગાંધીનગર અને અમદાવાદના સંસદીય મતવિસ્તારને વિકાસનો અવિરત લાભ મળી રહ્યો
છે. શ્રી અમિતભાઇ તેમની વતનભૂમિ માણસા નગરના વિકાસ માટે હંમેશાં કટિબઘ્ઘ રહ્યા છે. તેઓ જ્યારે વતનમાં આવે છે, ત્યારે કરોડોના વિકાસ કામોની ભેટ નાગરિકોને આપે છે. તેની ફલશ્રૃતિ રૂપે આજે માણસામાં એક જ દિવસમાં ૫૬ કરોડના
વિકાસ કામોની ભેટ મળી રહી છે તેનો આનંદ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં આજદિન સુઘી નાણાંના અભાવે એકપણ વિકાસ કામ અટક્યું નથી. આજે માણસામાં રૂપિયા ૧૭ કરોડથી વઘુના ખર્ચે ૧૩ તળાવોનું ઇન્ટરલિંક અને રિચાર્જ બોરવેલ પ્રોજેકેટ અને રૂપિયા ૨૬ કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રૂપિયા ૮ કરોડથી વઘુના ખર્ચે નિર્માણ પામેલ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટથી માણસા નગરની ગંદા પાણીના નિકાલની સમસ્યાનો અંત આવશે તેની ભૂમિકા તેમણે આપી હતી.


વડાપ્રઘાનશ્રીએ આઝાદીના અમૃતકાળમાં અમૃત સરોવરના નિર્માણ માટે કરેલા આહવાનને ગુજરાતે ઝિલી લીધું છે તેવું કહી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવરનું નિર્માણ કાર્ય હાથ ઘરવામાં આવ્યું છે. તે અંતર્ગત આજે માણસાનું ઐતિહાસિક ચંદ્રાસર તળાવનું રૂ. ૪.૭૫ કરોડથી વઘુના ખર્ચે બ્યુટિફિકેશનના કામનો પ્રારંભ થઇ રહ્યો છે. આ કાર્ય સંપન્ન થતાં જ આ તળાવ પર્યટક સ્થળ બની જશે. તેમજ નર્મદાના નીર પણ આ તળાવમાં ભરવાના કારણે ભૂગર્ભજળનું તળ ઉંચુ આવશે. અમૃત સરોવર થકી જળસંચયના કામોને વેગ મળ્યો છે. સરકારે અમૃત ૨.૦ અંતર્ગત રૂ. ૧૪૫૪ કરોડ રૂપિયાની બજેટમાં જોગવાઇ કરી છે. નગરો-ગામોમાં પાણી પૂરવઠા, તળાવ વિકાસ જેવા કામો માટે આ રકમ ઉપયોગમાં લેવાશે. ગુજરાતમાં વિશ્વકક્ષાનું ઇન્ફાસ્ટ્રકચર ઉભું કરવા માટે બજેટમાં આગામી ૫ વર્ષ દરમ્યાન રૂ. ૫ લાખ કરોડના ખર્ચનું આ વર્ષના બજેટમાં આયોજન છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.સર્વજન હિતાય સર્વજન સુખાયના કાર્યમંત્ર સાથે પ્રતિબઘ્ઘ આ સરકારના શાસનમાં અમૃતકાળમાં વિકસિત ગુજરાતથી વિકસીત ભારત બનાવવા સૌને યોગદાન આપવા પણ તેમણે હાકલ કરી હતી. માણસના ધારાસભ્ય શ્રી જે. સી.પટેલે સૌનું સ્વાગત કરી માણસામાં થયેલા વિવિધ વિકાસ કામોની ઝાંખી કરાવી હતી. તેમજ માણસના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રીનો તેઓએ આભાર પણ વ્યક્ત કર્યો હતો.


આ પ્રસંગે ગાંધીનગર (ઉત્તર)ના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, ક્લોલના ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર, સાબરમતી ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલ, પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી અને ભા.જ.પ પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચૌધરી, માણસા તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભીખાભાઈ પટેલ, ગાંધીનગર જિલ્લાના ભાજપ પ્રમુખશ્રી અનિલભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર ,શ્રી પ્રવિણા.ડી. કે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુરભિ ગૌતમ, નિવાસી અધિક કલેકટર શ્રી ભરત જોષી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી બી.કે.પટેલ, માણસા નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી સતિષભાઈ પટેલ સહિત આમંત્રિત મહાનુભાવો અને માણસાના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાતમાં 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો ધમાકો– વોકલ ફોર લોકલને મજબૂત પાંખો
gandhinagar
February 25, 2026

ગુજરાતમાં 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો ધમાકો– વોકલ ફોર લોકલને મજબૂત પાંખો

ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ 15 માર્ચ 2026 સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. અત્યાર સુધી 38માં 1 લાખ+ મુલાકાતીઓએ ₹83 લાખ+નું વેચાણ કર્યું. વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન! સ્થાનિક કારીગરો-ઉદ્યોગોને મજબૂત પ્લેટફોર્મ.

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ
ahmedabad
February 24, 2026

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ

વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા
bhavnagar
February 24, 2026

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા

ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.

Braking News

જમ્મુ-કાશ્મીર: આતંકવાદીઓ સાથે સંબંધ હોવાના કારણે 4 અધિકારીઓ બરતરફ, 3 વર્ષમાં 54 અધિકારીઓને સજા
જમ્મુ-કાશ્મીર: આતંકવાદીઓ સાથે સંબંધ હોવાના કારણે 4 અધિકારીઓ બરતરફ, 3 વર્ષમાં 54 અધિકારીઓને સજા
November 22, 2023

બરતરફ કરાયેલા લોકોમાં નિસાર-ઉલ-હસન (આસિસ્ટન્ટ પ્રોફેસર, મેડિસિન, SMHS હોસ્પિટલ, શ્રીનગર), કોન્સ્ટેબલ અબ્દુલ મજીદ ભટ, અબ્દુલ સલામ રાથેર, ઉચ્ચ શિક્ષણ વિભાગમાં પ્રયોગશાળા વાહક અને શિક્ષણ વિભાગના શિક્ષક ફારૂક અહેમદ મીરનો સમાવેશ થાય છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

સિંહના શિકારની કળા: જંગલને જીતવાની કળાનું અંતિમ કૌશલ્ય
સિંહના શિકારની કળા: જંગલને જીતવાની કળાનું અંતિમ કૌશલ્ય
March 31, 2023
નકલી ઇન્કમટેક્સ રેઇડ ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો, બેની ધરપકડ
નકલી ઇન્કમટેક્સ રેઇડ ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો, બેની ધરપકડ
February 22, 2023
"શ્રીલંકા: શાંતિના દેખાવ પાછળની જટિલ વાસ્તવિકતા"
February 05, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express