સરકારી વિનયન કૉલેજ તિલકવાડામાં “Budget Talk @ Campus”નું આયોજન
સરકારી વિનયન કૉલેજ તિલકવાડામાં “Budget Talk @ Campus” કાર્યક્રમ યોજાયો! નાંદોદ ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે કેન્દ્રીય બજેટ-2026ની વિગતો સમજાવી – સરકારી નીતિઓ કેવી રીતે સામાન્ય નાગરિક સુધી પહોંચે છે તેનું માર્ગદર્શન. આચાર્ય ડૉ. પદ્માબેન તડવીએ પણ વિદ્યાર્થીઓને મહત્વપૂર્ણ માહિતી આપી. વિગતો જુઓ.
રાજપીપલા: સરકારી વિનયન કૉલેજ તિલકવાડા ખાતે તાજેતરમાં જ “Budget Talk @ Campus” વિષય પર નાંદોદના ધારાસભ્યશ્રી ડૉ. દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમનું
આયોજન કરવામાં આવ્યું હતું. નાંદોદ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યશ્રી ડૉ. દર્શનાબેન દેશમુખે કેન્દ્રીય બજેટ-2026 અંગેની વિગતવાર માહિતી સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે સરકારની નીતિઓ પાયાના સ્તર સુધી કેવી રીતે પહોંચે છે. બજેટની સકારાત્મક અસરો સામાન્ય નાગરિક સુધી કેવી રીતે પહોંચે છે, તે બાબતે અસરકારક માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમમાં સરકારી વિનયન કૉલેજ- કવાંટનાં આચાર્યશ્રી ડૉ. અર્ચનાબેન ત્રિવેદીએ પણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને બજેટ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી આપી હતી.
મુખ્ય વક્તા તરીકે સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ-ગરુડેશ્વરના આચાર્યશ્રી ડૉ.પદ્માબેન તડવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના વ્યાખ્યાનમાં ‘બજેટ શું છે?’, ‘બજેટ કેવી રીતે તૈયાર થાય છે?’ તેમજ ‘બજેટની સકારાત્મક અસરો લોકો સુધી કેવી રીતે પહોંચે છે?’ જેવા મુદ્દાઓ પર સરળ અને પાયાની માહિતી આપી હતી. તેમણે આર્થિક વિકાસમાં બજેટની ભૂમિકા વિષે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન કૉલેજના વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકશ્રીઓ તથા સ્ટાફ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ કોલેજના આચાર્યશ્રી ડૉ. કૌશીબેન ચાવડાની અધ્યક્ષતા અને માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
ગુજરાતને મળી 6ઠ્ઠી વંદે ભારત એક્સપ્રેસ! અસારવા–ઉદયપુર સિટી રૂટ પર 16 ફેબ્રુઆરીથી શરૂ થશે. ટ્રેન 09663 ઉદયપુરથી 12:25, 26964 અસારવાથી 17:45 (મંગળવાર સિવાય). રૂટમાં હિંમતનગર, ડુંગરપુર, જાવર સ્ટોપેજ. 8 કોચ, AC ચેર કાર + એક્ઝિક્યુટિવ ચેર કાર, સુરક્ષિત મુસાફરી. બુકિંગ 15 ફેબ્રુઆરીથી IRCTC પર. વિગતો જુઓ.
PM મોદીએ આસામથી ભાવનગરમાં 50 અત્યાધુનિક ઇ-બસોને લીલી ઝંડી આપી, પીએમ ઇ-બસ સેવા યોજના હેઠળ ગુજરાતને મોટી ભેટ – આગામી સમયમાં 8 શહેરોમાં 750 બસો દોડશે (વડોદરા 250, રાજકોટ-ભાવનગર-ગાંધીનગર 100, જામનગર-જુનાગઢ 50, ગાંધીધામ 80, નવસારી 20). ₹5450 કરોડના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન. વિગતો જુઓ.
પાલીતાણા તાલુકાના નાનીમાળ ગામમાં મહાસિવરાત્રી પર 12 જ્યોતિર્લિંગ સહિત 17 મંદિરોનું ભવ્ય જીર્ણોદ્ધાર ઉદ્ઘાટન. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સમારોહ, યુવાનોને નશામુક્ત સમાજ બનાવવાનો સંકલ્પ. કૈલાશધામ આશ્રમમાં 30 કિ.મી. વિસ્તારમાંથી 20,000+ ભક્તો દર્શન કરે છે. વિગતો જુઓ.