જ્ઞાતિસેતુનો "શતક" અંક તેમજ "આપણી વિરાસત" અંક બહાર પડાયો
જાતિસેતુએ "આપણી વિરાસત" પુસ્તકના વિમોચન સાથે 100મા અંકની ઉજવણી કરી.
(મહેશ સોની નખત્રાણા દ્વારા): અમદાવાદથી છેલ્લા વીસ વર્ષ થી પ્રકાશિત થતા શ્રી મારૂ કંસારા સોની સમાજના પારિવારિક અંક જ્ઞાતિસેતુના 100માં યુવાશક્તિ અંકનું લોકાર્પણ તેમજ સમાજના લોકોની રાજસ્થાન થી અન્ય જગ્યાએ સ્થળાંતર, વસવાટ, પારંપરિક રિવાજો, પ્રભાવી પૂર્વજોની માહિતી આપતું દળદાર પુસ્તક "આપણી વિરાસત" ની વિમોચન વિધિ નો કાર્યક્રમ જ્ઞાતિના પ્રથમ આઈ. એ .એસ અધિકારી અને બિહારના ટ્રાન્સપોર્ટ અને શિક્ષણ વિભાગના કમિશ્નર શ્રી કાર્તિકેય ધનજી ભાઈ બુદ્ધ ભટ્ટી અને ભુજસમાજના પ્રમુખ શ્રી હિતેશભાઈ ગુજરાતી સહિત વિવિધ સ્થળેથી ઉપસ્થિત સમાજના અગ્રણીઓની ઉપસ્થિતમાં હાલમાં જ યોજાઈ ગયો.
કાર્યક્રમની શરૂઆત રાશી પરમારના ગણેશ વંદનાથી કરવામાં આવી તેમજ વિરાલી બારમેડા દ્વારા ભરત નાટ્યમ્ રજુ કરવામાં આવ્યું હતું.
જ્ઞાતિ સેતુનાં સો (શતક) માં અંકનું લોકાર્પણ શ્રી કાર્તિકેય ભાઈ બુદ્ધભટ્ટી દ્વારા તેમજ "આપણી વિરાસત" નું વિમોચન ભુજ જ્ઞાતિ પ્રમુખ શ્રી હિતેશભાઈ ગુજરાતીના હસ્તે કરવામાં આવ્યું હતું.
શ્રી તુલસીદાસ કંસારા દ્વારા સંપાદિત આપણી વિરાસત અમદાવાદ જ્ઞાતિ મંડળ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. વરસોની અગાથ મહેનતના ફળસ્વરૂપ આ અંક જ્ઞાતિ જનો માટે ખૂબ જ ઉપયોગી બનશે.
જ્ઞાતિસેતુ દ્વારા શિક્ષણ તેમજ મેડિકલ ક્ષેત્રે સામાજિક પ્રવૃત્તિઓ થઈ રહી છે. એવું જ્ઞાતિ સેતુના તંત્રી તેમજ અમદાવાદ જ્ઞાતિના પ્રમુખશ્રી અતુલ ભાઈ સોનીએ પોતના ઉદબોધનમાં જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં દેશભરમાંથી જ્ઞાતિજનો ઉમટી પડયા હતા.
સમાજના અગ્રણીઓ શ્રી ફોરમ ભાઈ પોમલ, શ્રી ધનજી ભાઈ બુદ્ધભટ્ટી ( કોઠારા ). પ્રવિણા બેન મૈચા ( રાજ્ય ગૌરવ પુરસ્કાર વિજેતા) તેમજ અંજાર, આદિપુર,ભુજ , માધાપર ,નખત્રાણા, માંડવી,જૂનાગઢ, કેશોદ, સાબરકાંઠા સહિત વિવિધ સ્થળોના અગ્રણીઓ, તેમજ જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.
કચ્છમિત્રના મેનેજર શ્રી શૈલેષ ભાઈ કંસારા તેમજ દિવ્યદ્રષ્ટિ (મોરબી) ના શ્રી કિશનભાઈ બુદ્ધભટ્ટીએ આ પ્રસંગે હાજરી આપી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા જ્ઞાતિસેતુના ચેરમેનશ્રી મનુભાઈ કોટડીયા તેમજ તંત્રી શ્રી અતુલ ભાઈ સોનીના માર્ગદર્શન હેઠળ રાજેન્દ્ર ભાઈ સોની સહિતના અગ્રણીઓએ જહેમત ઊઠાવી હતી.
જ્ઞાતિસેતુના મુખ્ય તંત્રીશ્રી હંસરાજ ભાઈ કંસારાએ આપણી વિરાસત પુસ્તક વિમોચન વિધિને ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી જયેશ ભાઈ ઘડિયાળીએ કર્યું હતું.
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ૩.૦ નો ડો.દર્શનાબેન દેશમુખના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
શ્રીમતી હીનાબેન મુકેશભાઈ ઓઝા, શહેનાઝબેન યાસીનઅલી વકીલ અને શ્રીમતી ચેતનાબેન પુનિતભાઈ ઓઝાનાં આર્થિક સહયોગથી અનાજકીટનું વિતરણ તા.૩૦/૦૪/૨૦૨૫ ને બુધવારના રોજ શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર ભાવનગર ખાતે બાવન પ્રજ્ઞાચક્ષુ લાભાર્થીઓને કરવામાં આવ્યું.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."