Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ગુજરાત સરકારની ‘ગરવી-ગુર્જરી’ બની ભારત સરકારની ટ્રેડમાર્ક બ્રાન્ડ

ગુજરાત સરકારની ‘ગરવી-ગુર્જરી’ બની ભારત સરકારની ટ્રેડમાર્ક બ્રાન્ડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર રાજ્યના તમામ ક્ષેત્રોના વિકાસને પ્રોત્સાહન આપી રહી છે. આ પ્રયાસોના પગલે જ રાજ્ય સરકારે હાથશાળ તથા હસ્તકલા ક્ષેત્રે વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

Gandhinagar August 16, 2024
ગુજરાત સરકારની ‘ગરવી-ગુર્જરી’ બની ભારત સરકારની ટ્રેડમાર્ક બ્રાન્ડ

ગુજરાત સરકારની ‘ગરવી-ગુર્જરી’ બની ભારત સરકારની ટ્રેડમાર્ક બ્રાન્ડ

ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિ. (GSHHDC)ને ભારત સરકાર તરફથી તેની બ્રાન્ડ ‘ગરવી ગુર્જરી’ માટે ટ્રેડમાર્ક પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. નિગમે તેની બ્રાન્ડ તરીકે પ્રસિદ્ધ "ગરવી ગુર્જરી" માટે ટ્રેડમાર્ક પ્રમાણપત્ર મેળવીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે નિગમ છેલ્લાં કેટલાંક દાયકાઓથી હાથશાળ અને હસ્તકલાના ઉત્પાદનો માટે એજન્સી તરીકે કામ કરી રહ્યું છે. ભારત સરકાર તરફથી મળેલ આ ટ્રેડમાર્ક પ્રમાણપત્ર રાજ્યના હાથસાળ-હસ્તકલા ક્ષેત્રના વિકાસ અને સુરક્ષાના નવા આયામ માટે ખૂબ જ મહત્વનું પુરવાર થશે.

નિગમના વહીવટી સંચાલક (એમડી) શ્રી લલિત નારાયણ સિંહ સાંદુએ આ વિશે જાણકારી આપતા કહ્યું કે, “વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકાર તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર તરફથી રાજ્યની વંશ પરંપરાગત કલા-કારીગરીને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને તેના પરિણામે નિગમની ગરવી ગુર્જરી બ્રાન્ડને ભારત સરકારનું ટ્રેડમાર્ક સર્ટિફિકેટ હાંસલ થયું છે.”

ટ્રેડમાર્ક સર્ટિફિકેટથી કયા-કયા ફાયદા થશે ?

નિગમના વહીવટી સંચાલક (એમડી) શ્રી લલિત નારાયણ સિંહ સાંદુએ વધુ માહિતી આપતા જણાવ્યું કે કોઈ પણ વ્યવસાયને ટ્રેડમાર્ક સર્ટિફિકેટ મળવું; તેના માટે મોટું કાયદાકીય સંરક્ષણ હોય છે. નિગમને આ સર્ટિફિકેટ મળ્યા બાદ હવે "ગરવી ગુર્જરી" તેના નામ અથવા લોગોના કોઈપણ અનધિકૃત ઉપયોગને અટકાવી શકશે અને તેની બ્રાન્ડ ઓળખના વિશિષ્ટ અધિકારો પ્રાપ્ત કરી શકશે. આ કાયદાકીય સંરક્ષણ નિગમને તેની બજારની હાજરી અને પ્રતિષ્ઠાને સલામત રાખવામાં મદદ કરશે અને તેનાં ઉલ્લંઘન સામે નિર્ણાયક પગલાં લેવાની સત્તા આપશે.
ટ્રેડમાર્કની નોંધણી "ગરવી ગુર્જરી"ને હાથશાળ અને હસ્તકલાના ઉત્પાદનોનાં વિશાળ બજારમાં એક અલગ ઓળખ સ્થાપિત કરવામાં પણ મદદરૂપ થશે. તેના કારણે ગ્રાહકો સરળતાથી ગરવી-ગુર્જરીના ઉત્પાદનોને ઓળખી અન્ય ઉત્પાદનોમાંથી તારવી શકશે છે કે જે બજારની મજબૂત સ્થિતિ જાળવવા માટે મહત્વનું છે.

સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા માટે રક્ષણ કવચ બનશે ટ્રેડમાર્ક

ટ્રેડમાર્ક સાથે ગરવી ગુર્જરીએ તેની બ્રાન્ડના ઉત્પાદનોને કાયદેસર રીતે સંરક્ષિત કરીને સ્પર્ધાત્મક લાભ મેળવ્યો છે. તેના થકી નિગમે ફ્રેન્ચાઇઝિંગ અને લાઇસન્સિંગની તકો માટે દરવાજા પણ ખોલ્યા છે અને ગરવી ગુર્જરીને તેનો વ્યાપ વધારવા અને આવક વધારવા માટે સક્ષમ બનાવ્યા છે.

આ ટ્રેડમાર્ક ગરવી ગુર્જરીના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા માટે રક્ષણાત્મક કવચ તરીકે કામ કરશે કે જે  ગુજરાતની પરંપરાગત કારીગરીનો અનધિકૃત એકમો દ્વારા દુરુપયોગ કે ખોટી રજૂઆત અટકાવી શકશે.  નિગમ આ ટ્રેડમાર્ક થકી ભવિષ્યની પેઢીઓ માટે વારસો જાળવી રાખવામાં અને ગ્રાહકોને ગરવી ગુર્જરીના ઉત્પાદનોની ગુણવત્તા અને અધિકૃતતાની ખાતરી માટે તેમજ હાથશાળ અને હસ્તકલાના ઉત્પાદનોના ચોક્કસ ધોરણોને પરિપૂર્ણ કરી શકાશે કે જે ગ્રાહકનો વિશ્વાસ અને સંતોષ જાળવવા માટે જરૂરી છે.

 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ
ahmedabad
February 24, 2026

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ

વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા
bhavnagar
February 24, 2026

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા

ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.

જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ
ahmedabad
February 24, 2026

જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ

નિરંકારી મિશન દ્વારા ‘પ્રોજેક્ટ અમૃત’ અંતર્ગત દેશભરમાં ‘પાણીની રક્ષા, સૃષ્ટિની સુરક્ષા’ માટે ૧૬૦૦ થી પણ વધારે સ્થળો પર અને અમદાવાદ/ ગાંધીનગર ખાતે ત્રણ સ્થળ પર જળ સ્ત્રોતોની સફાઈનું અભિયાન.

Braking News

રાજ્ય-સ્તરીય સમિતિએ પીએમ પોષણ યોજના માટે રૂ. 658 કરોડના બજેટને લીલીઝંડી આપી
રાજ્ય-સ્તરીય સમિતિએ પીએમ પોષણ યોજના માટે રૂ. 658 કરોડના બજેટને લીલીઝંડી આપી
February 05, 2024

મુખ્ય સચિવ સંજીવ કૌશલના નેતૃત્વમાં બોલાવવામાં આવેલ મધ્યાહન ભોજન યોજના માટે રાજ્ય સ્તરીય સંચાલન-કમ-નિરીક્ષણ સમિતિ, જેને હવે PM POSHAN તરીકે પુનઃપ્રાપ્ત કરવામાં આવી છે, તેણે નાણાકીય વર્ષ 2024-25 માટે રૂ. 658 કરોડના બજેટને મંજૂરી આપી છે. .

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

વ્યવસાય માટે Truecaller એ ગ્રાહકના અનુભવને વધારવા માટે નવી સંચાર સુવિધાઓ શરૂ કરી
વ્યવસાય માટે Truecaller એ ગ્રાહકના અનુભવને વધારવા માટે નવી સંચાર સુવિધાઓ શરૂ કરી
February 22, 2023
"ગોપનીયતા, પ્રગતિ અને બિગ ડેટા: ધ થ્રી-વે ટગ ઓફ વોર"
March 31, 2023
સેના વિ સેના: મહારાષ્ટ્રમાં રાજકીય સર્વોપરિતા માટે ઉદ્ધવ ઠાકરેનો સંઘર્ષ
સેના વિ સેના: મહારાષ્ટ્રમાં રાજકીય સર્વોપરિતા માટે ઉદ્ધવ ઠાકરેનો સંઘર્ષ
June 24, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express