Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • રાજકારણ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • નર્મદા જિલ્લાના આદિવાસી લોકો માટે તાડફળી રોજગારનું મુખ્ય સ્ત્રોત “લોકલ ફોર વોકલ”

નર્મદા જિલ્લાના આદિવાસી લોકો માટે તાડફળી રોજગારનું મુખ્ય સ્ત્રોત “લોકલ ફોર વોકલ”

જનસામાન્ય માનવી માટે અમૃત સમાન આ ફળના વેચાણના કારણે આદિવાસી લોકો માટે રોજગારીની વૈકલ્પિક તક ઉભી થાય છે. દૈનિક ધોરણે આદિવાસી લોકો પોતાની રીતે રસ્તાની સાઈડમાં બેસીને વેચાણ કરી દાતરડાથી છોલીને અંદરથી નિકળતા ફળને કાઢીને સારી આવક મેળવી રહ્યાં છે

Ahmedabad May 05, 2023
નર્મદા જિલ્લાના આદિવાસી લોકો  માટે તાડફળી  રોજગારનું મુખ્ય સ્ત્રોત “લોકલ ફોર વોકલ”

નર્મદા જિલ્લાના આદિવાસી લોકો માટે તાડફળી રોજગારનું મુખ્ય સ્ત્રોત “લોકલ ફોર વોકલ”

નર્મદા જિલ્લામાં ઉનાળાની ઋતુમાં ટાઢક આપતી પોચી અને પાણીદાર તાડફળીનું હાલ પુષ્કળ પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે. તાડફળીએ ઉનાળાની સીઝનમાં નજરે પડતું દુર્લભ ફળ છે જેને “ગલેલી”, “તફડા” અને અંગ્રેજીમાં “Palm” તરીકે ઓળખાય છે. જનસામાન્ય માનવી માટે અમૃત સમાન આ ફળના વેચાણના કારણે આદિવાસી લોકો માટે રોજગારીની વૈકલ્પિક તક ઉભી થાય છે. દૈનિક ધોરણે આદિવાસી લોકો પોતાની રીતે રસ્તાની સાઈડમાં બેસીને વેચાણ કરી દાતરડાથી છોલીને અંદરથી નિકળતા ફળને કાઢીને સારી આવક મેળવી રહ્યાં છે.

ઉનાળાની સીઝનમાં નજરે પડતી આ તાડફળી ગરમીના સમયમાં શરીરના તાપમાન અને લૂને નિયંત્રિત કરે છે, શરીરમાં પાણીની ઉણપને દૂર કરે છે. રોગ પ્રતિકારક શક્તિમાં વધારા સહિત પેટના અંદરના અવયવોને એક પ્રકારે ઉજણ કર છે. આંખ, કોલેરા, પાચનક્રિયા, ડાયબિટિસ સહિત શરીરમાં  રહેલા ઝેરી પદાર્થો-કચરાને દૂર કરવાનુ કાર્ય કરે છે. ટૂંકમાં તાડફળી બિમારીઓથી માનવીને સુરક્ષિત રાખવા સક્ષમ છે. દેખાવમાં લીલા નાના નારિયેળ જેવું આ ફળ પાચન ક્રિયા સહિત એસીટીડી જેવી તકલીફોથી પણ છુટકારો આપી રાહત આપે છે.

દક્ષિણ ગુજરાતમાં ઉનાળાની સીઝનમાં તાડના ઊંચા વૃક્ષ આદિવાસી બાંધવો માટે આવકનું વૃક્ષ બની રહે છે, જ્યાં ગરમીમાં શરીરને તાજગી અને ઠંડક આપતા તાડફળી આદિવાસી બાંધવો માટે રોજગારીની તક ઉભી કરી છે. અને “લોકલ ફોર વોકલ” રોજગારી આપે છે. રાજપીપલા નગરમાં તાડફળી લેવા આવેલા ગ્રાહક સુશ્રી ડો. રોમાબેન નરસિંગજ્ઞાનિ નગરજનોને તાડફળીનું સેવન કરવા ખૂબ આગ્રહ કરતા જણાવે છે કે, ગરમીમાં તાડફળીમાં ભરપુર માત્રામાં પ્રોટીન-વિટામિન હોય છે, હું નાનપણથી આ ફળનું સેવન કરતી આવી છું. મારો સ્વાસ્થ્ય પ્રત્યેનો સારો અનુભવ છે. સો ટકા તાડફળીનું સેવન શરીર માટે લાભદાયક છે.

ગ્રાહકશ્રી મેહુલ ચાવડા પણ નગરજનોને અપીલ કરતા જણાવે છે કે, હું રાજપીપલા ખાતે છેલ્લા છ વર્ષથી સરકારી કર્મયોગી છું. છેલ્લા કેટલાંક વર્ષોથી હું તાડફળીનું સેવન કરી રહ્યો છું જે શરીરને તમામ પોષકતત્વો પુરા પાડે છે. આંખો, ડાયાબિટીસ સિવાય શરીરના મોટાભાગના રોગોનું નિયમન કરવા તાડફળી રામબાણ છે. ખાવામાં મીઠી, જેલી જેવી પોચી અને લીસી-સ્મુથ છે. રંગે સફેદ કલરની રબર જેવી છે. તેઓએ આ સીઝનમાં તાડફળીનું ભરપુર સેવન કરીને પોતાના શરીરને સુરક્ષિત કરવા માટે ખાસ અપીલ કરી છે.

નાંદોદ તાલુકાના વેપારી તથા રાણીપરાના વતનીશ્રી હિતેન્દ્રભાઈ વસાવાએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવે છે કે, દર વર્ષે ઉનાળાની સીઝનમાં મોટા પાયે તાડફળીનું વેચાણ કરીએ છીએ. તાડફળી નાના-મોટા સૌ માટે એટલું ગુણકારી છે કે ભર ઉનાળામાં લુ ના લાગે, શરીરને ઠંડક આપે છે,  ડાયાબિટીસમાં અશક્તિમાં પણ લાભકારક છે. આ વર્ષે ખુબ પ્રમાણમાં વેચાણ થયુ છે. મજૂરી બાદ મહેનત કરીએ તો પણ દૈનિક રૂ. ૧૦૦૦ ની આવક તો અમે રમતા-રમતા મેળવી રહ્યાં છે.

તાડફળી આદિવાસી બાંધવો માટે રોજગારીની ઉત્તમ તક બની છે તો બીજી તરફ લોકોને ભૂખ તરસ મટાડે છે. રાજપીપલાના નગરજનો પણ તાડફળીનું સેવન કરવાના શોખીનો રસ્તે મિત્રોની સાથે આરોગતા નજરે પડે છે. ચાલને અલા..તાડફળી ખાઈએ... કરીને આનંદ સાથે તાડફળી આરોગીને પોતાની રોગ પ્રતિકારક શક્તિને વધારી અને ગરમીથી રાહત મેળવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રી હિતેન્દ્રભાઈ વસાવા સહિત મોટા ભાગે રાણીપરા ગામના આદિવાસી બાંધવો જણાવે છે કે આ સીઝન અમારા માટે ખુબ ખાસ રહી છે. ઉનાળામાં કંઈ ખેતીનું કામ પણ નથી. અને નવરા ભેઠા શું કરીએ, ખિસ્સા ખર્ચી કાઢી લઈએ. મજૂરી બાદ કરતા પણ સારી આવક અમને મળી રહી છે. આ વર્ષે પુષ્કળ પ્રમાણમાં લોકો તાડફળી ખરીદી રહ્યાં છે. ખાઈ રહ્યાં છે. હજી લોકોમાં જાગૃતતા આવે અને વધુને વધુ પ્રમાણમાં શહેરીજનો પણ આ ફળને આરોગી તંદુરસ્તી અને ગરમી લૂથી બચે એજ આશા રાખીએ છીએ.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ અભિયાનમાં ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે મેદાન માર્યું
gandhinagar
June 04, 2025

વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ અભિયાનમાં ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે મેદાન માર્યું

આ અભિયાન હેઠળ રાજ્યભરમાં ૨,૮૪૧થી વધુ કાર્યક્રમો યોજાયા છે, જેમાં રાજ્યભરના ૨,૩૨,૦૬૪થી વધુ પર્યાવરણ પ્રેમી સ્વયંસેવકો જોડાયા છે. જેના પરિણામસ્વરૂપે ગુજરાત રાજ્ય દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૪,૫૦૫ ટનથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવામાં આવ્યો છે. 

સાગબારાના પાનખલા ખાતે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત ખેડૂત તાલીમ યોજાઈ
rajpipla
June 04, 2025

સાગબારાના પાનખલા ખાતે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત ખેડૂત તાલીમ યોજાઈ

નર્મદા જિલ્લામાં ભારત સરકારશ્રી દ્વારા ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ના ભાગરૂપે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (નવસારી કૃષિ યુનિવર્સિટી), દેડીયાપાડા, આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગોના સંયુક્ત ઉપક્રમે તા. ૪/૬/૨૦૨૫ ના રોજ સાગબારા તાલુકાના પાનખલા ગામમાં ખેડૂતલક્ષી તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
 

રેલવે સુરક્ષા બળે અમદાવાદ રેલવે સ્ટેશન પરથી નકલી ટીટીઈ ને પકડ્યો
ahmedabad
June 04, 2025

રેલવે સુરક્ષા બળે અમદાવાદ રેલવે સ્ટેશન પરથી નકલી ટીટીઈ ને પકડ્યો

તારીખ 02 જૂન 2025 ના રાત્રે લગભગ 22:00 કલાકે અમદાવાદ રેલવે સ્ટેશન ના સાબરમતી સાઈડ સ્થિત ફૂટ ઓવર બ્રિજ (એફઓબી) પર સુરક્ષા નિરીક્ષણ દરમ્યાન રેલવે સુરક્ષા બળ ના એસઆઈપીએફ પિયુષ ચૌધરી ને એક વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં ટીટીઈ ની વર્દીમાં જોવા મળ્યો.

Braking News

ઉત્તરાખંડના વિકાસને પ્રોત્સાહન: રાજનાથ સિંહે જોશીમઠમાં રૂ. 670 કરોડના 35 પ્રોજેક્ટનું અનાવરણ કર્યું
ઉત્તરાખંડના વિકાસને પ્રોત્સાહન: રાજનાથ સિંહે જોશીમઠમાં રૂ. 670 કરોડના 35 પ્રોજેક્ટનું અનાવરણ કર્યું
January 19, 2024

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ દ્વારા ઉત્તરાખંડમાં 35 વિકાસ પ્રોજેક્ટના ઉદ્ઘાટનની શોધખોળ કરો. રાષ્ટ્રીય સુરક્ષા અને કલ્યાણ, આબોહવા પરિવર્તનની વિચારણાઓ અને આ પ્રોજેક્ટ્સ પાછળની વ્યૂહાત્મક દ્રષ્ટિ પરની અસર શોધો.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ગ્લો-ઇન-ધ-ડાર્ક એનિમલ્સ: બાયોલ્યુમિનેસેન્સની વિચિત્ર અને અદ્ભુત દુનિયાની શોધ
ગ્લો-ઇન-ધ-ડાર્ક એનિમલ્સ: બાયોલ્યુમિનેસેન્સની વિચિત્ર અને અદ્ભુત દુનિયાની શોધ
March 05, 2023
અસરકારક વજન ઘટાડવા માટે ફૂડ ક્રેવિંગ્સને સમજવું અને તેનું સંચાલન કરવું
અસરકારક વજન ઘટાડવા માટે ફૂડ ક્રેવિંગ્સને સમજવું અને તેનું સંચાલન કરવું
June 07, 2023
મીઠી સફળતા: કેવી રીતે Artificial Sweeteners વજન ઘટાડવાના પ્રયત્નોમાં મદદ કરે છે
મીઠી સફળતા: કેવી રીતે Artificial Sweeteners વજન ઘટાડવાના પ્રયત્નોમાં મદદ કરે છે
June 26, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2025 All Rights Reserved By Ahmedabad Express