ગાંધીનગર ખાતેથી 'પોષણ સંગમ કાર્યક્રમ'નો રાજ્યવાપી શુભારંભ
ગાંધીનગર ખાતેથી 'પોષણ સંગમ કાર્યક્રમ'નો રાજ્યવાપી શુભારંભ કરાવતા મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, આંગણવાડીમાં નોંધાયેલ તમામ બાળકોને તંદુરસ્ત બનાવવાના અભિયાનમાં 'પોષણ સંગમ’ કાર્યક્રમ માઈલસ્ટોન સાબિત થશે.
ગાંધીનગર ખાતેથી 'પોષણ સંગમ કાર્યક્રમ'નો રાજ્યવાપી શુભારંભ કરાવતા મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, આંગણવાડીમાં નોંધાયેલ તમામ બાળકોને તંદુરસ્ત બનાવવાના અભિયાનમાં 'પોષણ સંગમ’ કાર્યક્રમ માઈલસ્ટોન સાબિત થશે. પોષણને માત્ર ખોરાક જ નહીં, પરંતુ જીવનશૈલી બનાવવાની જરૂર છે. બાળકોને સુપોષિત બનાવવામાં સામુહિક રીતે સમુદાયમાં સંકલિત પ્રયાસો કરવા પણ એટલા જ જરૂરી છે. યોગ્ય પોષણ, જરૂરી કાળજી અને સમયે સારવાર થકી ગુજરાતને સુપોષિત બનાવી શકાશે.
મંત્રી બાબરીયાએ ‘પોષણ સંગમ’ કાર્યક્રમ અંગે જણાવ્યું હતું કે, મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સંયુક્ત પ્રયાસોથી કુપોષિત બાળકો માટે સમુદાય આધારિત વ્યવસ્થાપન (C-MAM) કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેને રાજ્ય સરકાર દ્વારા ‘પોષણ સંગમ’ નામ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના ૬ વર્ષ સુધીના તમામ બાળકોનું નિયમિત રીતે વજન-ઉાંચાઇ માપન, ભૂખ પરીક્ષણ, તબીબી ચકાસણી અને તેના આધારે યોગ્ય સ્તરે પોષણ અને આરોગ્ય વિષયક સેવાઓ ઉપલબ્ઘ કરાવી અતિ કુપોષિત બાળકોને સુપોષિત કરવા માટે ઝૂંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં આવી રહી છે.
પોષણ સંગમ કાર્યક્રમની કામગીરીને બિરદાવતાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત નાની ઉંમરના બાળકોમાં થતી વૃદ્ધિ/ગ્રોથ ને લગતી સમસ્યાના રેકોર્ડ રાખવા માટે જન્મથી ૬ માસ સુધીના તમામ બાળકો માટે ૧૨.૭૪ લાખ જેટલા EGF (અર્લી ગ્રોથ ફોલ્ટરીંગ) કાર્ડ તમામ આંગણવાડી કેન્દ્રોમાં પહોંચાડવામાં આવ્યા છે. પોષણ સંગમ કાર્યક્રમની માર્ગદર્શિકાની પપ,૭૦૦ કોપી તમામ આંગણવાડી કેન્દ્રો, મુખ્ય સેવિકાઓ, ઘટક કચેરીઓ તથા જિલ્લા કચેરીઓને પણ પહોંચાડવામાં આવી છે.
"અમદાવાદમાં સાયબર ક્રાઈમ બ્રાન્ચે ચીની સાયબર ફ્રોડ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો. SIP ટ્રંક દ્વારા ભારતીયોને છેતરતા આરોપીઓ ઝડપાયા. વધુ જાણો!"
વડાપ્રધાન ગુજરાતની આ મુલાકાત દરમિયાન પહેલા જ દિવસે એટલે કે 26 મેના રોજ કચ્છના પ્રવાસે જશે અને ભુજ ખાતે આયોજિત સમારંભમાં ₹53,414 કરોડના કુલ 33 વિકાસકાર્યોનું ખાતમુહુર્ત તેમજ લોકાર્પણ કરશે.
ગુજરાતના જંગલોમાં સિંહોની સંખ્યામાં વધારો થયો છે. ગુજરાત સરકારે સિંહોની 16મી વસ્તી ગણતરીના આંકડા જાહેર કર્યા છે. આ ગણતરી ૧૦ થી ૧૩ મે દરમિયાન બે તબક્કામાં કરવામાં આવી હતી.