રાજ્યભરમાં આગામી બે મહિના સુધી જનભાગીદારીથી ‘સ્વચ્છતા ઝુંબેશ’ હાથ ધરાશે
આગામી બે માસ સ્વચ્છતા અભિયાનને જનઆંદોલન બનાવીએ : પોરબંદર, છોટાઉદેપુર, હિંમતનગર, સુરત સહિત વિવિધ શહેરો-તીર્થધામોમાં સ્વચ્છતા મેગા ડ્રાઇવનો પ્રારંભ.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તા.૧૫ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર સુધી યોજાયેલા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યમાં યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં સ્વચ્છતા પ્રેમી નાગરિકો સહભાગી થયા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કરેલા આહૃવાનને સફળ બનાવવા ગુજરાતને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવાના ધ્યેય સાથે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં આગામી બે મહિના સુધી
જનભાગીદારીથી ‘સ્વચ્છતા ઝુંબેશ’ હાથ ધરવામાં આવશે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે, "દરેક વ્યક્તિએ પોતાનો સફાઈ કામદાર થવું જોઈએ અને પોતાનો કચરો પોતે જ ઉઠાવવો જોઈએ". મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે તેમના સ્વચ્છતા અંગેના આદર્શ વિચારોને સાર્થક કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં 'સ્વચ્છતા હી સેવા' અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્ય દ્વારા પણ આ અભિયાનને વધુમાં વધુ વ્યાપક બનાવવા જનભાગીદારી થકી વિવિધ સફાઈ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ‘નિર્મળ ગુજરાત’ના આપેલા વિચારને ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને વધુ સ્વચ્છ-સુઘડ બનાવવાની નેમ સાથે રાજ્યની સેવાભાવી સંસ્થાઓ, મંડળો, વિવિધ એસોશિએશનો સ્વેચ્છાએ સહભાગી થઇને ગુજરાતને વધુ સ્વચ્છ બનાવવા પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી રહ્યાં છે. આગામી બે માસ સ્વચ્છતા અભિયાનને જનઆંદોલન બનાવવા પોરબંદર, છોટાઉદેપુર, હિંમતનગર, સુરત સહિત વિવિધ શહેરોના જાહેર સ્થળો, તીર્થધામો,ધાર્મિક સ્થળો, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, શાળા-કોલેજમાં સ્વચ્છતાની થીમ પર મેગા ડ્રાઇવનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
સ્વચ્છતાની આ મેગા ડ્રાઇવ અંતર્ગત પોરબંદરના માધવપુર ખાતે જિલ્લા પંચાયત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને સ્થાનિકોના સહયોગથી આવતીકાલે તા.૧૧ ઓક્ટોબરના રોજ સવારે ૦૯ કલાકે સ્વચ્છતા હી સેવા અંતર્ગત જિલ્લાના પ્રવાસન, તીર્થ સ્થળો તેમજ જાહેર સ્થળોએ જનભાગીદારી સાથે સફાઈ અભિયાન હાથ ધરાશે. આ અભિયાનનો માધવપુરમાં કાછબા ઉછેર કેન્દ્ર ખાતેથી પ્રારંભ થશે. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને સ્થાનિક આગેવાનો કાર્યકર્તાઓ જોડાશે.
સ્વચ્છતા મેગા ડ્રાઇવના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાને સ્વચ્છ-સુઘડ બનાવવાની નેમ સાથે નગરપાલિકા વિસ્તારોમાં શહેરના પ્રવેશ માર્ગોથી બે કિલોમીટર તથા ગ્રામ પંચાયત વિસ્તારોમાં મુખ્ય માર્ગો સાથે જોડાયેલા ગ્રામ્ય વિસ્તારો, મુખ્ય રોડ, બાયપાસ, રીંગ રોડ કે હાઈ-વે આજુબાજુ સફાઈ ઝૂંબેશ તથા સરકારી કચેરીઓ, વસાહતો, વોટરબોડીઝ સહિતના જાહેર સ્થળોએ પણ સ્વચ્છતા માટે અભિયાન હાથ ધરવામાં આવશે.
“સ્વચ્છતા હી સેવા” અંતર્ગત હિંમતનગર શહેરના તમામ નવ વોર્ડમાં નામાંકિત કોન્ટ્રાક્ટરના સહિયોગ થકી “મહા સફાઈ અભિયાન” હાથ ધર્યુ છે. આ અભિયાન અંતર્ગત ૧૧ ઑક્ટોમ્બર સુધી શહેરના તમામ નવ વોર્ડમાં સવારે ૮ થી ૧૨ અને બપોરે બે થી છ કલાક દરમિયાન સફાઇની કામગીરી કરવામાં આવશે. જેના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત હિંમતનગર શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના હેતુથી શરૂ કરાયેલા “મહા સફાઇ અભિયાન”ને ધારાસભ્ય શ્રી વી.ડી ઝાલા અને જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવેએ ધાણધા ફાટક ખાતેથી લીલીઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."
"અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 27 લોકોનું સફળ રેસ્ક્યૂ. એર-કન્ડિશનરના યુનિટમાંથી શરૂ થયેલી આગે ગભરાટ સર્જ્યો. જાણો ફાયર બ્રિગેડની કામગીરી અને લેટેસ્ટ અપડેટ્સ."
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."