Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • રાજકારણ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ગ્રામીણોને સંપત્તિનો અધિકાર આપતી ‘સ્વામિત્વ યોજના’

ગ્રામીણોને સંપત્તિનો અધિકાર આપતી ‘સ્વામિત્વ યોજના’

આપણા દેશમાં મિલકતને લઈને અનેક કુટુંબોમાં વિવાદ થતા હોય છે તેની ચિંતા કરીને વડાપ્રધાનએ વર્ષ ૨૦૨૧થી દેશભરમાં ‘સ્વામિત્વ યોજના’ અમલી બનાવી છે. 

Ahmedabad December 24, 2024
ગ્રામીણોને સંપત્તિનો અધિકાર આપતી ‘સ્વામિત્વ યોજના’

ગ્રામીણોને સંપત્તિનો અધિકાર આપતી ‘સ્વામિત્વ યોજના’

આપણા દેશમાં મિલકતને લઈને અનેક કુટુંબોમાં વિવાદ થતા હોય છે તેની ચિંતા કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૧થી દેશભરમાં ‘સ્વામિત્વ યોજના’ અમલી બનાવી છે. મિલકત સંબંધિત બાબતોમાં વધુ પારદર્શક અને સ્પષ્ટ વ્યવહારોથી ગ્રામીણ પરિવારોમાં જમીનના વિવાદો ઓછા કરી નાણાકીય સ્થિરતાની સાથે ગામના સર્વાંગી વિકાસ માટે સ્વામિત્વ યોજના કાર્યરત છે. સ્વામિત્વ યોજનાના બીજા તબક્કાના અમલીકરણમાં અંદાજે ૧૧ લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડ ઈસ્યૂ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે.

સ્વામિત્વ-SVAMITVA(Survey Of Villages And Mapping With Improvised technology In Village Areas) યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ગુજરાતમાં ૧૩, ૭૦૯ ગામોમાં ડ્રોનથી સર્વે કરીને ૬, ૭૭૨ ગામોનું પ્રમોલગેશન થકી અંદાજે ૧૧.૭૫ લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ કરવામાં આવ્યા છે. આ યોજના થકી નાગરીકોને સ્પષ્ટ મિલકત અધિકારો સાથે, ગ્રામીણ નાગરિકોને તેમની જમીનની મિલકતો પર કાનૂની માલિકી મળશે. પ્રોપર્ટીકાર્ડ માલિકીની કાયદાકીય ઓળખપત્ર બનીને, મિલકત માલિકોને બેંક લોન મેળવવામાં મદદરૂપ થાય છે. જેનાથી વિવાદો ઘટશે અને ગ્રામિણ વિકાસને વધુ પ્રોત્સાહન મળશે.

સ્વામિત્વ યોજનાનો લાભ મેળવવા માટે https://www.egramswaraj.gov.in/ પર ઓનલાઈન નોંધણી કરવાની હોય છે. ગ્રામીણ રહેવાસીઓને 'પ્રોપર્ટી કાર્ડ' આપવાના હેતુથી આ ઐતિહાસિક યોજના અમલમાં છે જે ગ્રામીણોને લોન અને અન્ય નાણાકીય લાભો સરળતાથી મેળવવા માટેની સેવા પૂરી પાડે છે. સ્વામિત્વ યોજના અંતર્ગત હક્કચોકસીની કામગીરી સંપૂર્ણ રીતે ઑનલાઇન અને પેપરલેસ રીતે કરી શકાય તે માટે SVAMITVA Portal NIC દ્વારા તૈયાર કરાવવામાં આવ્યું છે.

આ યોજના અંતર્ગત તૈયાર થતાં GIS નકશામાં સુધારા વધારા કરવા માટે પણ SVAMITVA GIS એપ્લિકેશન BISAG-N ની મદદથી ડેવલપ કરવામાં આવે છે.
સ્વામિત્વ યોજનાના હેઠળ ગામ વિસ્તારની સુધારેલી ટેક્નોલોજી સાથે ગામડાઓનું સર્વેક્ષણ અને મેપિંગ કરીને તેના માલિકોને પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ કરવામાં આવે છે. આ ઉપરાંત આ યોજના થકી મહિલાઓ પણ મિલકતોની માલિકી મેળવી શકે છે. આ યોજનાનો ઉદ્દેશ જમીનના સચોટ રેકોર્ડ બનાવીને મિલકતના વિવાદોને ઘટાડવાનો છે. આ યોજનાના પરિણામે મિલકતના વિવાદોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેમ, મહેસૂલ વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાતના ભાવનગરમાં વરસાદનો કહેર
bhavnagar
June 17, 2025

ગુજરાતના ભાવનગરમાં વરસાદનો કહેર

દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. દરમિયાન, ગુજરાતના ઘણા જિલ્લાઓ પણ ભારે વરસાદની ઝપેટમાં છે.

પશ્ચિમ રેલ્વેના ૧૪ કર્મચારીઓને જનરલ મેનેજર સેફ્ટી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
ahmedabad
June 17, 2025

પશ્ચિમ રેલ્વેના ૧૪ કર્મચારીઓને જનરલ મેનેજર સેફ્ટી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રાએ પશ્ચિમ રેલ્વે મુખ્યાલય, મુંબઈ ખાતે ૧૪ કર્મચારીઓને તેમના ઉત્કૃષ્ટ કાર્ય બદલ સન્માનિત કર્યા, જેમના યોગદાનથી સુરક્ષિત ટ્રેન સંચાલન સુનિશ્ચિત થયું. આ કર્મચારીઓ મે ૨૦૨૫ દરમિયાન ફરજ પર સતર્ક રહીને કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવામાં સફળ રહ્યા. 

જતન-સંવર્ધનથી જન-જન સુધી  સંસ્કૃત ભાષા પહોંચાડવા માટે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની પાંચ પ્રોત્સાહક યોજનાઓ લોંચ
ahmedabad
June 17, 2025

જતન-સંવર્ધનથી જન-જન સુધી  સંસ્કૃત ભાષા પહોંચાડવા માટે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની પાંચ પ્રોત્સાહક યોજનાઓ લોંચ

યોજના પંચકમ અન્વયે સંસ્કૃત સપ્તાહોત્સવ યોજના - સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના - સંસ્કૃત પ્રોત્સાહન યોજના - શ્રીમદ ભાગવદ ગીતા યોજના - શત સુભાષિત કન્ઠ પાઠ યોજના શરૂ કરાશે. રાજ્યમાં 6 થી 13 ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત સપ્તાહ ઉજવી સંસ્કૃતમય વાતાવરણ ઊભું કરવાના પ્રયાસો હાથ ધરાશે.

Braking News

સિમ કાર્ડ ખરીદવાના નિયમો બદલાશે, સાયબર ક્રાઇમ પર રોક લગાવવામાં આવશે
સિમ કાર્ડ ખરીદવાના નિયમો બદલાશે, સાયબર ક્રાઇમ પર રોક લગાવવામાં આવશે
January 01, 2024

New SIM Card Rules: સિમ કાર્ડ ખરીદવા માટેના નવા નિયમો આજથી એટલે કે 1 જાન્યુઆરી 2024થી અમલમાં આવ્યા છે. હવે જથ્થાબંધ સિમ કાર્ડ ખરીદનારા રિટેલર્સ માટે પોલીસ વેરિફિકેશન ફરજિયાત બની ગયું છે. આમ ન કરવા પર 10 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

શું ભારતમાં સ્વાસ્થ્ય વીમો ખરીદવો જરૂરી છે?
શું ભારતમાં સ્વાસ્થ્ય વીમો ખરીદવો જરૂરી છે?
June 26, 2023
પાકિસ્તાની યુનિવર્સિટીમાં ભાઈ-બહેનના સંબંધો પર અશ્લીલ સવાલ પર આક્રોશ
પાકિસ્તાની યુનિવર્સિટીમાં ભાઈ-બહેનના સંબંધો પર અશ્લીલ સવાલ પર આક્રોશ
February 22, 2023
"પક્ષીય રાજકારણ અને સત્તા સંઘર્ષ: ભારતીય રાજકારણમાં ચૂંટણી પ્રતીકો પરના વિવાદો પર એક નજર"
February 20, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2025 All Rights Reserved By Ahmedabad Express