Çelebi Indiaએ અમદાવાદમાં ગ્રાઉન્ડ હેન્ડલિંગ એક્સેલન્સમાં વધારો કર્યો
એવિએશન સર્વિસ ઈન્ડસ્ટ્રીનો પાયો Çelebi Indiaએ અમદાવાદમાં તેની ઓપરેશનલ એક્સલેન્સ અને ટકાઉ કામગીરી પ્રત્યેની પ્રતિબદ્ધતાનુ નવુ ચેપ્ટર શરૂ કરતાં ગ્રાઉન્ડ હેન્ડલિંગ કામગીરીના વિસ્તરણની જાહેરાત કરી છે.
અમદાવાદ, 21 નવેમ્બર, 2023: એવિએશન સર્વિસ ઈન્ડસ્ટ્રીનો પાયો Çelebi Indiaએ અમદાવાદમાં તેની ઓપરેશનલ એક્સલેન્સ અને ટકાઉ કામગીરી પ્રત્યેની પ્રતિબદ્ધતાનુ નવુ ચેપ્ટર શરૂ કરતાં ગ્રાઉન્ડ હેન્ડલિંગ કામગીરીના વિસ્તરણની જાહેરાત કરી છે. 10 ઓક્ટોબર, 2023ના રોજ, Çelebi ઈન્ડિયાએ થાઈ એર એશિયાની બેંગકોકથી અમદાવાદ સુધી
ફ્લાઇટની સેવા આપી તેની વિશ્વ કક્ષાની ક્ષમતાઓ દર્શાવી હતી. આ ઈવેન્ટ માત્ર સેલેબીના સેવા પ્રત્યેના અતૂટ સમર્પણનું પ્રતીક જ નહિં પરંતુ અગ્રણી એરલાઈન્સ માટે પસંદગીના ગ્રાઉન્ડ હેન્ડલિંગ પાર્ટનર તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે.
મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને 6,000થી વધુ કર્મચારીઓની નિપુણ ટીમ સાથે, Çelebi ગ્રાઉન્ડ હેન્ડલિંગ ઈન્ડિયા ફ્લાઈટ્સ અને મુસાફરોની વધતી સંખ્યાનું સંચાલન કરવામાં મોખરે છે. કંપનીનો પર્યાવરણ પ્રત્યે સભાનતાનો અભિગમ તેના ઇલેક્ટ્રિક ટાર્મેક કોચ, કાર્ગો ટોઇંગ ટગ્સ અને તેના મોટાભાગના ગ્રાઉન્ડ સપોર્ટ સાધનો સાથે પરિપૂર્ણ છે, જે હરિયાળા ભવિષ્ય તરફ ઉડ્ડયન ઉદ્યોગની સફરમાં યોગદાન આપે છે. Çelebi ઈન્ડિયાનો ઉદ્દેશ પર્યાવરણના સંરક્ષણને ધ્યાનમાં રાખી તેની સમગ્ર સપ્લાય ચેઈનમાં ટકાઉપણાના તત્વો સાથે એરપોર્ટને પુનઃઆકાર આપવાના અદાણી એરપોર્ટના વિઝન સાથે સંલગ્ન છે. અમદાવાદમાં અદાણી એરપોર્ટ મેનેજમેન્ટની સાથે, Çelebi ઈન્ડિયા વિશ્વ કક્ષાની ગ્રાઉન્ડ હેન્ડલિંગ સેવાઓ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.
Çelebi ગ્રાઉન્ડ હેન્ડલિંગ ઈન્ડિયાના સીઈઓ તૌસીફ ખાન આ વિઝનને સ્પષ્ટ કરતાં જણાવે છે: “અમદાવાદ એરપોર્ટ પર હવાઈ મુસાફરીની માંગમાં વધારો અજોડ સેવાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની માંગ કરે છે. થાઈ એર એશિયા સાથેનો અમારો સહયોગ સ્થાનિક એવિએશન ગ્રોથને સરળ અને ટકાઉ બનાવવાનો અમારો સંકલ્પ રજૂ કરે છે.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 માર્ચ, 2026 ના રોજ ગુજરાતના સાણંદ ખાતે કેઈન્સ સેમિકોન (Kaynes Semicon) પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્લાન્ટ ભારતની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને મજબૂત કરવા અને વૈશ્વિક સપ્લાય ચેઈનમાં ભારતની ભાગીદારી વધારવા માટેનું એક સીમાચિહ્નરૂપ પગલું છે. સાણંદમાં નિર્મિત ઇન્ટેલિજન્ટ પાવર મોડ્યુલ્સ (IPMs) હવે સિલિકોન વેલીની દિગ્ગજ કંપનીઓને નિકાસ કરવામાં આવશે. પીએમ મોદીએ આ પ્રસંગે 'ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0' અને 'ટેકેડ' પર ભાર મૂકતા જણાવ્યું કે ભારત હવે સેમિકન્ડક્ટર વેલ્યુ ચેઈનના દરેક સ્તરે ડિઝાઇન અને ઉત્પાદન કરવાની ક્ષમતા વિકસાવી રહ્યું છે, જે આગામી દાયકાઓમાં વૈશ્વિક નેતૃત્વ સુનિશ્ચિત કરશે.
ગુજરાત સરકારે પોરબંદરના પ્રવાસન અર્થતંત્રને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે પોરબંદરની પ્રતિષ્ઠિત હોટલોમાં લાઇસન્સ પ્રાપ્ત દારૂની દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. સરકારની આ પહેલથી પોરબંદરમાં હાઈ-એન્ડ ટુરીસ્ટ્સની સંખ્યા વધવાની અને પ્રવાસન ઉદ્યોગમાં નવીનતા આવવાની અપેક્ષા છે.
રાજકોટ મહાપાલિકા ચૂંટણી 2026 માં 'આપ' 7% વધુ મત મેળવશે તો ભાજપ-કોંગ્રેસના સમીકરણો બદલાશે. જાણો ગત ચૂંટણીના ચોંકાવનારા આંકડા અને વિશ્લેષણ.