Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • બગદાણા ખાતે ૧૦ દિવસીય સિલાઈ મશીન ટ્રેનીંગ પ્રોગ્રામનો આરંભ

બગદાણા ખાતે ૧૦ દિવસીય સિલાઈ મશીન ટ્રેનીંગ પ્રોગ્રામનો આરંભ

રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જીલ્લા શાખા અને અંધજન મંડળ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે તા.૧૮/૦૪/૨૦૨૫ને શુક્રવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે શ્રી બ્રહ્મ સમાજની વાડી બગદાણા ખાતે ૧૦ દિવસીય સિલાઈ મશીન ટ્રેનીંગ પ્રોગ્રામનો આરંભ શ્રી હરેશભાઈ ભમ્મરના શ્લોકગાનથી કરવામાં આવ્યો હતો. 

Ahmedabad April 19, 2025
બગદાણા ખાતે ૧૦ દિવસીય સિલાઈ મશીન ટ્રેનીંગ પ્રોગ્રામનો આરંભ

બગદાણા ખાતે ૧૦ દિવસીય સિલાઈ મશીન ટ્રેનીંગ પ્રોગ્રામનો આરંભ

રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જીલ્લા શાખા અને અંધજન મંડળ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે સમસારા શીપીંગ કં.પ્રા.લી.મુંબઈ અને સી.ટ્રેડ શીપીંગ ઇન્ડીયા પ્રા.લી.ના આર્થિક સહયોગથી તા.૧૮/૦૪/૨૦૨૫ને શુક્રવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે શ્રી બ્રહ્મ સમાજની વાડી (સંસ્કૃત પાઠશાળા) બગદાણા ખાતે ૧૦ દિવસીય સિલાઈ મશીન ટ્રેનીંગ પ્રોગ્રામનો આરંભ શ્રી હરેશભાઈ ભમ્મર (આચાર્યશ્રી, મોણપર કેન્દ્રવર્તી શાળા)ના શ્લોકગાનથી કરવામાં આવ્યો હતો. જ્યારે દીપ પ્રાગટ્ય શ્રી અતુલભાઇ મકવાણા (તાલુકા શિક્ષણ અધિકારી, તળાજા), શ્રી સુખાભાઈ ડાભી (આચાર્યશ્રી, બજરંગદાસ બાપા માધ્યમિક શાળા બગદાણા), શ્રી સુરૂભા ગોહિલ (મેનેજરશ્રી,ગુરુ આશ્રમ બગદાણા), શ્રી કમલેશભાઈ દોશી (પ્રતિષ્ઠિત નાગરિક, બગદાણા), શ્રી માર્કંડભાઈ પંડ્યા (પ્રમુખશ્રી, બ્રહ્મ સમાજની વાડી બગદાણા), શ્રી હિંમતભાઈ બાવળીયા (આચાર્યશ્રી, દેગવડા પ્રાથમિક શાળા) ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

આરંભમાં મહેમાનોનું શાબ્દિક સ્વાગત એન.એ.બી.ભાવનગરના ટ્રસ્ટી શ્રી બાબુભાઈ ગોહિલે કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનો હેતુ બી.પી.એ.અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી ભરતભાઈ જોશીએ જણાવ્યો હતો. સમસારા શીપીંગ કં.પ્રા.લી.મુંબઈના ગ્રુપ પ્રેસિડેન્ટ એન્ડ સી.ઈ.ઓ શ્રી મુકેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે અમારા પરિવાર અને કંપનીનો હેતુ દિવ્યાંગ બહેનોને સ્વાવલંબી બનાવી પગભર બનાવવાનો છે. લગભગ વીસ હજારની કિંમત ધરાવતું ઉષા કંપનીનું મશીન તમને આર્થિક ઉપાર્જન કરવામાં ઉપયોગી બનશે અને તમારી આગવી ઓળખ ઉભી કરશે. અમારા ટ્રેનર તમારામાં પડેલી કૌશલ્ય શક્તિને બહાર લાવી સિલાઈ મશીનના વિવિધ ઉપયોગો અને નમૂનાઓ તૈયાર કરાવી તમારામાં આત્મવિશ્વાસ જગાડશે. તેમણે પોતાના પ્રવચનમાં અંધજન મંડળના શ્રી ભૂષણ પુનાની, શ્રી ભરતભાઈ જોશી અને શ્રી નંદીનીબેન રાવલની ખાસ નોંધ લઇ દિવ્યાંગ બહેનો માટે ચાલતા કર્મયજ્ઞની સરાહના કરી હતી. આ પ્રસંગે અંધજન મંડળ અમદાવાના શ્રી ભૂષણ પુનાની અને શ્રી નંદીનીબેન રાવલે પોતાના પ્રતિભાવો આપ્યા હતા.

અધ્યક્ષ સ્થાનેથી એન.એ.બી.ભાવનગરના જનરલ સેક્રેટરી શ્રી લાભુભાઈ સોનાણીએ દિવ્યાંગ બહેનોને માર્મિક ટકોર કરી આર્થિક રીતે પોતાના પગ પર ઉભા થઇ  આગળ વધવા માટે યોજાયેલ આ વર્કશોપમાં સઘન તાલીમ મેળવી કૌશલ્ય પ્રાપ્ત કરી લેવા નિર્દેશ કર્યો હતો. ટૂંકાગાળાના લાભ અને શોર્ટકટ શોધવાને બદલે આત્મનિર્ભર બનવા પરિશ્રમને મહત્વ આપવા ઉદાહરણો આપી બહેનોને પ્રેરણા મળે તેવા ઉદબોધન સાથે યજ્ઞમાં જોડાયેલ બગદાણાના કાર્યકરોનો આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એ.બી.ભાવનગરના ટ્રસ્ટી શ્રી હસમુખભાઈ ધોરડાએ કર્યું હતું. જયારે આભારવિધિ શ્રી રાજુભાઈ બારૈયા (આચાર્યશ્રી, જાંબુડા પ્રાથમિક શાળા)એ કરી હતી.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાતમાં 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો ધમાકો– વોકલ ફોર લોકલને મજબૂત પાંખો
gandhinagar
February 25, 2026

ગુજરાતમાં 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો ધમાકો– વોકલ ફોર લોકલને મજબૂત પાંખો

ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ 15 માર્ચ 2026 સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. અત્યાર સુધી 38માં 1 લાખ+ મુલાકાતીઓએ ₹83 લાખ+નું વેચાણ કર્યું. વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન! સ્થાનિક કારીગરો-ઉદ્યોગોને મજબૂત પ્લેટફોર્મ.

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ
ahmedabad
February 24, 2026

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ

વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા
bhavnagar
February 24, 2026

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા

ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.

Braking News

વિદેશ મંત્રી એસ જયશંકર 30 જૂને કતાર જશે, જાણો તેનો રાજકીય અર્થ શું છે?
વિદેશ મંત્રી એસ જયશંકર 30 જૂને કતાર જશે, જાણો તેનો રાજકીય અર્થ શું છે?
June 29, 2024

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર 30 જૂને સત્તાવાર રીતે કતારની મુલાકાતે જઈ રહ્યા છે. આ દરમિયાન તેઓ કતારના પીએમ અને વિદેશ મંત્રીને મળશે. તમને જણાવી દઈએ કે આ બેઠકમાં બંને દેશોના હિતોની રક્ષા કરતા અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ટ્વિટર પર #Mitti_Me_Mila_Dunga આજકાલ ખુબજ ટ્રેન્ડમાં છે
ટ્વિટર પર #Mitti_Me_Mila_Dunga આજકાલ ખુબજ ટ્રેન્ડમાં છે
April 14, 2023
પાકિસ્તાની યુનિવર્સિટીમાં ભાઈ-બહેનના સંબંધો પર અશ્લીલ સવાલ પર આક્રોશ
પાકિસ્તાની યુનિવર્સિટીમાં ભાઈ-બહેનના સંબંધો પર અશ્લીલ સવાલ પર આક્રોશ
February 22, 2023
પીએમ મોદી 'યુવા શક્તિનો ઉપયોગ' વિષય પર પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધિત કરશે
પીએમ મોદી 'યુવા શક્તિનો ઉપયોગ' વિષય પર પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધિત કરશે
February 24, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express