Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • એનએસઇ ઉપર એક્સચેન્જ ટ્રેડેડ કરન્સી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટના 15 વર્ષ

એનએસઇ ઉપર એક્સચેન્જ ટ્રેડેડ કરન્સી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટના 15 વર્ષ

29 ઓગસ્ટ, 2008ના રોજ કરન્સીના નવા એસેટ ક્લાસના ઉમેરા સાથે એક્સચેન્જ ટ્રેડેડ ડેરિવેટિવ્ઝ માટે નવી શરૂઆત થઇ હતી. NSEએ કરન્સી સ્પોટ રેટ યુએસ ડોલર – ઇન્ડિયન રૂપી ઉપર ફ્યુચર્સના લોંચ સાથે એક્સચેન્જ ટ્રેડેડ કરન્સી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ લોંચ કર્યું હતું. ટ્રેડિંગના પ્રથમ દિવસે રૂ. 291 કરોડના મૂલ્યના 65,798 કોન્ટ્રાક્ટનું ટ્રેડિંગ થયું હતું, જેમાં બેંકો સહિત 150 ટ્રેડિંગ સદસ્યોએ ભાગ લીધો હતો.

Mumbai August 29, 2023
એનએસઇ ઉપર એક્સચેન્જ ટ્રેડેડ કરન્સી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટના 15 વર્ષ

એનએસઇ ઉપર એક્સચેન્જ ટ્રેડેડ કરન્સી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટના 15 વર્ષ

29 ઓગસ્ટ, 2008ના રોજ કરન્સીના નવા એસેટ ક્લાસના ઉમેરા સાથે એક્સચેન્જ ટ્રેડેડ ડેરિવેટિવ્ઝ માટે નવી શરૂઆત થઇ હતી. નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (એનએસઇ)એ કરન્સી સ્પોટ રેટ યુએસ ડોલર – ઇન્ડિયન રૂપી ઉપર ફ્યુચર્સના લોંચ સાથે એક્સચેન્જ ટ્રેડેડ કરન્સી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ લોંચ કર્યું હતું. ટ્રેડિંગના પ્રથમ દિવસે રૂ. 291 કરોડના મૂલ્યના 65,798 કોન્ટ્રાક્ટનું ટ્રેડિંગ થયું હતું, જેમાં બેંકો સહિત 150 ટ્રેડિંગ સદસ્યોએ ભાગ લીધો હતો.

એક્સચેન્જ ટ્રેડેડ કરન્સી ડેરિવેટિવ્ઝે કરન્સી એક્સપોઝર સાથે વિશેષરૂપે સ્પર્ધાત્મક એફએક્સ પ્રાઇઝિંગ ઇચ્છતા બજારના વિવિધ પ્રકારના
સહભાગીઓ માટે ભાવ નિર્ધારણ માટે સક્ષમ કાર્યપદ્ધતિ તરીકે કામગીરી નિભાવી છે. ક્લિઅરિંગ કોર્પોરેશનની હાજરીએ કાઉન્ટરપાર્ટી ગેરંટી ક્રેડિટ રિસ્કને દૂર કર્યું છે. વધુમાં, દૈનિક પતાવટથી સહભાગીઓની બુક્સમાં માર્ક ટુ માર્કેટ લોસની રચનાની સંભાવનાઓ ઘટી ગઇ છે.

એક્સચેન્જ ઉપર 15 વર્ષની સફરમાં રૂ. 609 ટ્રિલિયનના મૂલ્યના લગભગ 20 બિલિયન કોન્ટ્રાક્ટ્સના વ્યવહારો થયાં છે. છેલ્લાં 10 વર્ષમાં ટ્રેડેડ કોન્ટ્રાક્ટ્સની સંખ્યામાં 7 ગણો વધારો થયો છે, જેમાં સરેરાશ દૈનિક કોન્ટ્રાક્ટ્સનું ટ્રેડિંગ નાણાકીય વર્ષ 2014ના 2.7 મિલિયનથી વધીને નાણાકીય વર્ષ 2023માં 19.2 મિલિયન થયું છે. આ સમયગાળામાં ટર્નઓવર 3.4 ગણુ વધ્યું છે, જેમાં નાણાકીય વર્ષ 2014માં સરેરાશ દૈનિક ટર્નઓવર રૂ. 120 બિલિયનથી વધીને નાણાકીય વર્ષ 2023માં રૂ. 414 બિલિયન થયું છે.

હવે એનએસઇ સાત કરન્સી પેર્સ ઉપર કરન્સી ફ્યુચર્સ અને કરન્સી ઓપ્શન્સ ઓફર કરે છે, જેમકે ચાર ઇન્ડિયન રૂપી પેર્સ - યુએસ ડોલર – ઇન્ડિયન રૂપી (USDINR), યુરો – ઇન્ડિયન રૂપી (EURINR), જાપાનીઝ યેન – ઇન્ડિયન રૂપી (JPYINR), પાઉન્ડ સ્ટર્લિંગ – ઇન્ડિયન રૂપી (GBPINR) અને ત્રણ USD પેર્સ- યુરો – યુએસ ડોલર (EURUSD) પાઉન્ડ સ્ટર્લિંગ – યુએસ ડોલર (GBPUSD) અને યુએસ ડોલર – જાપાનીઝ યેન (USDJPY).

કરન્સી ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં બેંકો અને 4.7 લાખ ક્લાયન્ટ્સ સહિત 425થી વધુ ટ્રેડિંગ મેમ્બર્સે ભાગ લીધો છે. USDINR કરન્સી પેર એક્સચેન્જ ઉપર સર્વોચ્ચ ટ્રેડેડ કરન્સી છે તથા વર્તમાન નાણાકીય વર્ષમાં તેનું ટર્નઓવર ઘટીને 80 ટકા નીચે રહ્યું છે. ડેરિવેટિવ્ઝ ટ્રેડ સંસ્થા ફ્યુચર્સ ઇન્ડસ્ટ્રી એસોસિયેશન (એફઆઇએ) દ્વારા પ્રકાશિત આંકડાઓ મૂજબ એનએસઇ ઉપર USDINR ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ્સ તથા USDINR ઓપ્શન કોન્ટ્રાક્ટ્સ કેલેન્ડર વર્ષ 2022માં ટ્રેડેડ કોન્ટાક્ટ્સને આધારે તેની કેટેગરીમાં વિશ્વમાં સૌથી મોટા કોન્ટ્રાક્ટ્સ છે.

આ પ્રસંગે એનએસઇના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર શ્રીરામ ક્રિષ્નને કહ્યું હતું કે, “હું ભારત સરકાર, સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, ફાઈનાન્સિયલ બેન્ચમાર્ક ઈન્ડિયા લિમિટેડ, ટ્રેડિંગ સદસ્યો, રોકાણકારો, ઇન્ડસ્ટ્રી એસોસિયેશન અને બીજા તમામ સહભાગીઓનો આભાર વ્યક્ત કરું છું. કરન્સી ડેરિવેટિવ્ઝની સફળતા એ તમામ હિતધારકોના સહયોગી પ્રયાસનો પુરાવો છે. એનએસઇ કરન્સી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેશે. હું તમામ હીતધારકોને વિનંતી કરું છું કે તેઓ અમને હંમેશની જેમ તેમના મૂલ્યવાન પ્રતિસાદ, સૂચનો અને માર્ગદર્શન આપતા રહે અને બજારના વિકાસની સફરમાં આગળ વધે.”

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગભરાઈને પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ન કરો: કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયની અપીલ
new delhi
March 16, 2026

ગભરાઈને પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ન કરો: કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયની અપીલ

ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં LPG અને ઈંધણની કોઈ અછત નથી. પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ગભરાઈને ખરીદી ન કરવા જનતાને વિનંતી કરી છે. વધુ વિગતો વાંચો.

ઈન્કમ ટેક્સ વિભાગની સ્પષ્ટતા: ખોટા ઈમેલથી સાવધ રહેવા ટેક્સપેયર્સને અપીલ
new delhi
March 15, 2026

ઈન્કમ ટેક્સ વિભાગની સ્પષ્ટતા: ખોટા ઈમેલથી સાવધ રહેવા ટેક્સપેયર્સને અપીલ

ઈન્કમ ટેક્સ વિભાગે AY 2026-27 માટે મોકલેલા 'સિગ્નિફિકન્ટ ટ્રાન્ઝેક્શન' ના ખોટા ઈમેલ અંગે સ્પષ્ટતા કરી છે. ટેક્સપેયર્સને આ ઈમેલ નજરઅંદાજ કરવા અને પોર્ટલ પર ચેક કરવા વિનંતી.

ખાતરની આયાત માટે ભારતનો નવો એક્શન પ્લાન
new delhi
March 12, 2026

ખાતરની આયાત માટે ભારતનો નવો એક્શન પ્લાન

ખાતરની આયાત માટે ભારતનો નવો એક્શન પ્લાન 2026 થી ખેડૂતોને શું ફાયદો થશે?

Braking News

માનવ તસ્કરીના મામલામાં NIA દ્વારા મોટી કાર્યવાહી, 10 રાજ્યોમાં દરોડા
માનવ તસ્કરીના મામલામાં NIA દ્વારા મોટી કાર્યવાહી, 10 રાજ્યોમાં દરોડા
November 08, 2023

માનવ તસ્કરીના મામલાની તપાસને લઈને NIAની મોટી કાર્યવાહી સામે આવી છે. NIAએ 10 રાજ્યોમાં શંકાસ્પદોના ઠેકાણાઓ પર ઝડપી દરોડા પાડ્યા છે. શકમંદોના રહેણાંક જગ્યાની પણ તપાસ ચાલી રહી છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ધાર્મિક તહેવારોમાં છુપાયેલું શાણપણ: ધાર્મિક તહેવારો અને તેમનું આધ્યાત્મિક મહત્વ
ધાર્મિક તહેવારોમાં છુપાયેલું શાણપણ: ધાર્મિક તહેવારો અને તેમનું આધ્યાત્મિક મહત્વ
April 01, 2023
The Incredible Axolotl: એ સલામેન્ડર વિથ સુપરપાવર
The Incredible Axolotl: એ સલામેન્ડર વિથ સુપરપાવર
March 05, 2023
ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ ઓપી કોહલીનું નિધન, પ્રધાનમંત્રી મોદીએ શોક વ્યક્ત કર્યો
ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ ઓપી કોહલીનું નિધન, પ્રધાનમંત્રી મોદીએ શોક વ્યક્ત કર્યો
February 20, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express