Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • સુરેન્દ્રનગરમાં 20 હજાર ખેડૂતો હજુ વળતરથી વંચિત: AAP પ્રવક્તા વિક્રમ દવેના આરોપો

સુરેન્દ્રનગરમાં 20 હજાર ખેડૂતો હજુ વળતરથી વંચિત: AAP પ્રવક્તા વિક્રમ દવેના આરોપો

સુરેન્દ્રનગરમાં 20 હજાર ખેડૂતોને માવઠું વળતર નહીં મળ્યું – AAP વિક્રમ દવેએ સરકાર પર ટેકનિકલ ખામી બહાનાના આરોપ લગાવ્યા, આંદોલનની ચેતવણી.

Rajkot January 06, 2026
સુરેન્દ્રનગરમાં 20 હજાર ખેડૂતો હજુ વળતરથી વંચિત: AAP પ્રવક્તા વિક્રમ દવેના આરોપો

સુરેન્દ્રનગરમાં 20 હજાર ખેડૂતો હજુ વળતરથી વંચિત: AAP પ્રવક્તા વિક્રમ દવેના આરોપો

અમદાવાદ /સુરેન્દ્રનગર/ ગુજરાત : રાજ્યમાં સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવે છે. મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે. પરંતુ સૌથી મોટો પ્રશ્નએ છે કે શું આ યોજનાઓનો લાભ જરૂરીયાતમંદ લોકો સુધી સમયસર પહોંચે છે ? રાજ્યમાં થોડા સમય પહેલા માવઠું પડ્યુ હતું તેમાં અનેક ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કરોડાનાં પેકેઝનું વળતરની જાહેરાત કરવામાં આવી. પરંતુ સુરેન્દ્રનગરમાં આજે પણ અનેક ખેડૂતો વળતરથી વંચીત છે. આમ આદમી પાર્ટીનાં પ્રદેશ પ્રવક્તા વિક્રમ દવેએ આ વળતર જલ્દી ચૂકવવા માટે માંગ કરી હતી.

આમ આદમી પાર્ટીનાં પ્રદેશ પ્રવક્તા વિક્રમ દવેએ વિડીઓનાં માધ્યમથી જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રમાં આજથી અઢી મહિના પહેલા માવઠું પડ્યું હતું. આ માવઠાને લીધે ખેડૂતોને ઘણું નુકસાન થયું હતું. જેથી સરકારે દસ હજાર કરોડનું વળતર આપવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે હેક્ટર દીઠ 22 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. પંજાબમાં માવઠું પડ્યું ત્યારે પંજાબ સરકારે એક હેક્ટર દીઠ 50 હજાર રૂપિયા ટૂંક સમયમાં જ આપ્યા હતા. જ્યારે આપણે ગુજરાત સરકારે ખેડૂતો પાસે ફોર્મ ભરાવ્યા પરંતુ આજ સુધી સુરેન્દ્રનગરમાં 20,000 ખેડૂતો એવા છે કે જેને સહાય મળી નથી. આટલું જ નહીં નવેમ્બર ડિસેમ્બરમાં ખેડૂતોને ખાતર ન મળ્યું, બિયારણની અછત રહી. માવઠામાં જે વળતર આપવું જોઈએ તે તાત્કાલિક આપવું જોઈએ. ચોમાસુ પાકમાં જે ખેડૂતોને નુકસાન થયું હોય તેને શિયાળુ પાક સારો મળે. આ બધી જ જગ્યાએ સરકાર નિષ્ફળ રહી છે. આજની તારીખમાં પણ બધા જ ફોર્મ ભર્યા હોવા છતાં સુરેન્દ્રનગરમાં 20,000 ખેડૂતો વળતરથી વંચિત છે. સરકાર કહે છે કે ટેકનિકલ ખામીઓ છે, જનધનમાં પૈસા જતા નથી, સરકારને ડેબિટ કરવાના હોય ત્યારે તેમાં કેમ ટેકનીકલ તકલીફ નથી પડતી ?ખેડૂતોની પાત્રતા હોવા છતાં પણ સહાય ચૂકવવાની હોય ત્યારે ખેતીવાડી ડિપાર્ટમેન્ટ આવા બહાના કાઢે છે. આ ખૂબ અયોગ્ય થઈ રહ્યું છે. આગામી ટૂંક સમયમાં જો વળતર નહીં ચૂકવવામાં આવે તો આમ આદમી પાર્ટી યોગ્ય પગલાં ભરશે અને જરૂર પડી તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરશે.

આમ આદમી પાર્ટી ગુજરાત
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ઈસુદાન ગઢવીનો હુંકાર: ગુજરાતની 12,000 બેઠકો પર AAP મજબૂત ઉમેદવાર ઉતારશે
ahmedabad
March 19, 2026

ઈસુદાન ગઢવીનો હુંકાર: ગુજરાતની 12,000 બેઠકો પર AAP મજબૂત ઉમેદવાર ઉતારશે

આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સજ્જ છે. ઈસુદાન ગઢવીએ 12,000 બેઠકો પર મજબૂત ઉમેદવારો ઉતારવાની અને ટૂંક સમયમાં યાદી જાહેર કરવાની જાહેરાત કરી.

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા
ahmedabad
March 18, 2026

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા

ગુજરાત વિધાનસભાને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે તમામ ધારાસભ્યોને ગૃહની બહાર ખસેડવામાં આવ્યા હતા. આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર અને ગૃહ વિભાગ સામે રોષ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું કે અગાઉ પણ હાઈકોર્ટ, શાળાઓ અને કોલેજોને આવી અનેક ધમકીઓ મળી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી. 

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી
ahmedabad
March 18, 2026

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગુજરાત વિધાનસભામાં સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 240 કરોડ ફાળવવા છતાં સરકાર ગૃહમાં ચર્ચાથી ભાગી રહી છે. ઇટાલીયાએ ધારાસભ્યોને મળતી અઢી કરોડની ગ્રાન્ટમાં અસમાનતાનો મુદ્દો ઉઠાવી, ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે અલગ ગ્રાન્ટ પદ્ધતિની માંગ કરી છે. 

Braking News

મુનાવર ફારુકીએ નવો હિપ-હોપ ટ્રેક 'ધંધો' સંગીતનું સાહસ અને વેબ સિરીઝ 'ફર્સ્ટ કોપી'માં અભિનયની શરૂઆત કરી
મુનાવર ફારુકીએ નવો હિપ-હોપ ટ્રેક 'ધંધો' સંગીતનું સાહસ અને વેબ સિરીઝ 'ફર્સ્ટ કોપી'માં અભિનયની શરૂઆત કરી
May 09, 2024

રેપર સ્પેક્ટ્રા અને મ્યુઝિક પ્રોડ્યુસર સેઝ ઓન ધ બીટ સાથેના સહયોગથી મુનાવર ફારુકીનું નવીનતમ સંગીત સાહસ 'ધંધો' જુઓ. 

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

હરમનપ્રીત કૌરે રચ્યો ઈતિહાસ, 150 T20I અને 3000 રન બનાવનાર પ્રથમ ખેલાડી બની
હરમનપ્રીત કૌરે રચ્યો ઈતિહાસ, 150 T20I અને 3000 રન બનાવનાર પ્રથમ ખેલાડી બની
February 20, 2023
મુખ્તાર અન્સારી જે રૉબિનહૂડ બન્યા , પોલિટિક્સમાં છવાઈ ગયા પછી બરબાદ થવામાં વાર પણ ના લાગી: એક વખતના શક્તિશાળી રાજકારણીની વાર્તા
મુખ્તાર અન્સારી જે રૉબિનહૂડ બન્યા , પોલિટિક્સમાં છવાઈ ગયા પછી બરબાદ થવામાં વાર પણ ના લાગી: એક વખતના શક્તિશાળી રાજકારણીની વાર્તા
April 30, 2023
"કેવી રીતે એક પરિવારના ટોઇલેટ પેપર હેઇસ્ટ ક્વોરેન્ટાઇન લિજેન્ડ બન્યા"
April 01, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express