Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • જેતલપુર સ્વામિનારાયણ મંદિરના 200 વર્ષ: દ્વિશતાબ્દી મહોત્સવ 'અવસર'માં CM ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ

જેતલપુર સ્વામિનારાયણ મંદિરના 200 વર્ષ: દ્વિશતાબ્દી મહોત્સવ 'અવસર'માં CM ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જેતલપુર સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહામહોત્સવ 'અવસર' માં સહભાગી થઈને આશીર્વાદ મેળવ્યા હતા. જેતલપુર ધામના ૨૦૦ વર્ષ પૂર્ણ થવા બદલ તેમણે જણાવ્યું કે, ભગવાન સ્વામિનારાયણે જાતે સ્થાપેલા નવ મંદિરોમાં જેતલપુરનું આ પાંચમું મંદિર છે. મુખ્યમંત્રીએ સંપ્રદાય દ્વારા સમાજમાંથી અંધશ્રદ્ધા અને કુરિવાજો દૂર કરવાના કાર્યોને બિરદાવ્યા હતા. 

Ahmedabad March 11, 2026
જેતલપુર સ્વામિનારાયણ મંદિરના 200 વર્ષ: દ્વિશતાબ્દી મહોત્સવ 'અવસર'માં CM ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ

જેતલપુર સ્વામિનારાયણ મંદિરના 200 વર્ષ: દ્વિશતાબ્દી મહોત્સવ 'અવસર'માં CM ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જેતલપુર સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહામહોત્સવ 'અવસર'માં જણાવ્યું હતું કે આજે જેતલપુર ધામની સ્થાપનાને ૨૦૦ વર્ષ પૂર્ણ થયાં છે. સ્વામિનારાયણ ભગવાને પોતે આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરી હશે, એ દિવસ ભવ્ય અને દિવ્ય હશે! શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતે પ્રાણ પ્રતિષ્ઠા કરીને સ્થાપેલા નવ મંદિરોમાંથી જેતલપુરનું મંદિર પાંચમું હતું, એવું તેમણે ઉમેર્યું હતું. 

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વિશ્વના સાંપ્રત પ્રવાહોમાં પણ ભારત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મજબૂત રહ્યું છે. વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા આપણે સૌ સાથે મળીને પ્રયાસ કરીએ, એવું તેમણે ઉમેર્યું હતું. શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાયનું સામાજિક સમરસતામાં મોટું યોગદાન રહ્યું છે. સમાજમાંથી કુરિવાજો અને અંધશ્રદ્ધા દૂર કરવાનું મોટું કામ સ્વામિનારાયણ ભગવાને કર્યું હતું અને આજે આ સંપ્રદાયના સાધુ-સંતો પણ એ જ કામ કરી રહ્યા છે. 

સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો અને હરિભક્તોએ હંમેશાં રાષ્ટ્રહિતની ભાવના સાથે સેવાકાર્યો કર્યા છે આ પ્રસંગે પૂજ્ય શ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજે જણાવ્યું હતું કે ધર્મમાં રાજકારણ ન હોવું જોઈએ, પરંતુ રાજકારણમાં જ્યારે ધર્મનાં મૂલ્યોનું પાલન કરવામાં આવે ત્યારે તે શોભી ઊઠે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશાં રાજકારણમાં ધર્મને આગળ રાખ્યો છે. શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની જનતા ખૂબ સુખી થાય, એવા આશીર્વાદ પણ શ્રી તેજેન્દ્રપ્રસાદજીએ આપ્યા હતા. આ પ્રસંગે આચાર્ય શ્રી કૌશલેન્દ્રપ્રસાદ મહારાજ, શ્રી લાલજી મહારાજ, સ્થાનિક ધારાસભ્ય શ્રી બાબુભાઈ જ. પટેલ, કાલુપુર અને જેતલપુર સહિતના ધામના વરિષ્ઠ સ્વામીશ્રીઓ સહિતના સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો અને હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


જેતલપુર સ્વામિનારાયણ મંદિરના 200 વર્ષ: દ્વિશતાબ્દી મહોત્સવ 'અવસર'માં CM ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જેતલપુર સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહામહોત્સવ 'અવસર' માં સહભાગી થઈને આશીર્વાદ મેળવ્યા હતા. જેતલપુર ધામના ૨૦૦ વર્ષ પૂર્ણ થવા બદલ તેમણે જણાવ્યું કે, ભગવાન સ્વામિનારાયણે જાતે સ્થાપેલા નવ મંદિરોમાં જેતલપુરનું આ પાંચમું મંદિર છે. મુખ્યમંત્રીએ સંપ્રદાય દ્વારા સમાજમાંથી અંધશ્રદ્ધા અને કુરિવાજો દૂર કરવાના કાર્યોને બિરદાવ્યા હતા. આ પ્રસંગે પૂજ્ય તેજેન્દ્રપ્રસાદજી મહારાજે વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની પ્રશંસા કરી આશીર્વાદ પાઠવ્યા હતા. મહોત્સવમાં આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદ મહારાજ સહિત મોટી સંખ્યામાં સાધુ-સંતો અને હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

અમદાવાદના જેતલપુરમાં આધાર સેવા કેમ્પ: 5 થી 17 વર્ષના બાળકો માટે ફ્રી બાયોમેટ્રિક અપડેટની સુવિધા
ahmedabad
March 11, 2026

અમદાવાદના જેતલપુરમાં આધાર સેવા કેમ્પ: 5 થી 17 વર્ષના બાળકો માટે ફ્રી બાયોમેટ્રિક અપડેટની સુવિધા

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ અમદાવાદના જેતલપુર ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટના દ્વિશતાબ્દી ઉત્સવ નિમિત્તે એક વિશેષ આધાર સેવા કેમ્પનું આયોજન કર્યું હતું. 5 થી 11 માર્ચ, 2026 દરમિયાન યોજાયેલા આ કેમ્પમાં હજારો રહેવાસીઓએ આધાર નોંધણી અને અપડેટ સેવાઓનો લાભ લીધો હતો.

દુબઈમાં ફસાયેલા ભારતીયો માટે દેવદૂત બન્યા ધીરજ અને મમતા જૈન
ahmedabad
March 10, 2026

દુબઈમાં ફસાયેલા ભારતીયો માટે દેવદૂત બન્યા ધીરજ અને મમતા જૈન

દુબઈમાં ફ્લાઈટ રદ થતા ફસાયેલા પ્રવાસીઓ માટે જૈન દંપતીએ ફાર્મ હાઉસના દ્વાર ખોલ્યા. જાણો આ અનોખા સેવા યજ્ઞની કહાની.

રાજ્યપાલનો મોટો ખુલાસો: સંશોધનોએ સાબિત કર્યું કે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટતું નથી
gandhinagar
March 03, 2026

રાજ્યપાલનો મોટો ખુલાસો: સંશોધનોએ સાબિત કર્યું કે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટતું નથી

ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક ખેતીની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે કૃષિ યુનિવર્સિટીઓના સંશોધનોએ સાબિત કર્યું છે કે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટતું નથી, ઉલટાનું જમીન અને માનવ સ્વાસ્થ્ય સુધરે છે.

Braking News

સરેરાશથી ઉત્કૃષ્ટ સુધી: રહેમાનુલ્લા ગુરબાઝનું માઇન્ડસેટ નવનિર્માણ
સરેરાશથી ઉત્કૃષ્ટ સુધી: રહેમાનુલ્લા ગુરબાઝનું માઇન્ડસેટ નવનિર્માણ
July 09, 2023

રહેમાનુલ્લાહ ગુરબાઝ તેમની માનસિકતાના પરિવર્તનની અદભૂત સફર શેર કરે છે, તે જણાવે છે કે કેવી રીતે તેને અફઘાનિસ્તાન માટે બેટર તરીકે અસાધારણ પ્રદર્શન કરવા પ્રેર્યો. મુખ્ય આંતરદૃષ્ટિ અને વ્યૂહરચનાઓ શોધો જેણે તેને તેની સાચી સંભાવનાને અનલૉક કરવામાં અને ક્રિકેટના મેદાન પર વધુ સફળતા હાંસલ કરવામાં સક્ષમ કરી.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ગ્લો-ઇન-ધ-ડાર્ક એનિમલ્સ: બાયોલ્યુમિનેસેન્સની વિચિત્ર અને અદ્ભુત દુનિયાની શોધ
ગ્લો-ઇન-ધ-ડાર્ક એનિમલ્સ: બાયોલ્યુમિનેસેન્સની વિચિત્ર અને અદ્ભુત દુનિયાની શોધ
March 05, 2023
"પક્ષીય રાજકારણ અને સત્તા સંઘર્ષ: ભારતીય રાજકારણમાં ચૂંટણી પ્રતીકો પરના વિવાદો પર એક નજર"
February 20, 2023
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની દારૂની આબકારી નીતિ કૌભાંડના સંબંધમાં ધરપકડ કરવામાં આવશે
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની દારૂની આબકારી નીતિ કૌભાંડના સંબંધમાં ધરપકડ કરવામાં આવશે
February 24, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express