સોમનાથ મહાદેવના પ્રાંગણમાં ૨૦૦૦ લોકોએ યોગાભ્યાસ કર્યો
૧૦ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં સમગ્ર રાજ્યની સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ તેની ઉજવણી યોગની વિવિધ મુદ્રાઓ, આસનોના અભ્યાસ દ્વારા કરવામાં આવી હતી.
દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના એક અને પ્રથમ એવાં સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મંદિરની પાસે આવેલા ચોપાટી મેદાન ખાતે અરબી સમુદ્રની લહેરો વચ્ચે ખુશનૂમા વાતાવરણ વચ્ચે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંજુલાબેન મૂછારની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં યોગાભ્યાસનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ, જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા, અધિક નિવાસી કલેકટર શ્રી રાજેશ આલ, જિલ્લાના અગ્રણી સર્વશ્રી મહેન્દ્રભાઈ પિઠીયા, ઝવેરભાઈ ઠકરાર, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા સહિતના ૨૦૦૦ થી વધુ લોકોએ યોગાભ્યાસમાં જોડાયાં હતાં.
આ યોગાભ્યાસમાં યોગના માસ્ટર્સ ટ્રેનર્સ દ્વારા સલભાસન, તાડાસન, વક્રાસન, ઉષ્ટ્રાસન, સવાસન, હસ્તપાદાસન સહિતના યોગાસનો તેમજ કપાલભાતિ, અનુલોમ-વિલોમ જેવાં વિવિધ પ્રાણાયામોનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો જેને કરીને લોકોએ પોતાની જાતને પ્રફુલ્લિત મહેસૂસ કરી હતી.
'સ્વયં અને સમાજ માટે યોગ'ના સંદેશ સાથે યોજાયેલ આ યોગ દિવસની ઉજવણી અવસરે કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા યોગના મહત્વ વિશે જણાવ્યું હતું કે, તન સાથે મનની એકાગ્રતા વધારવા સાથે સર્વ સમાજ નિરામય બને તે માટે નિયમિત યોગાભ્યાસ કરવો જોઈએ.
તેમણે આ અવસરે જિલ્લામાં 'હરિયાળુ ગીર સોમનાથ' નું જે અભિયાન ચાલી રહ્યું છે. તેમાં પોતાની યથાશક્તિ પ્રમાણે વૃક્ષ દત્તક લઈને પ્રકૃતિ રક્ષણનું સમાજદાયિત્વ નિભાવવા માટે અનુરૂપ પણ કર્યો હતો.
જિલ્લામાં આ સિવાય કોસ્ટગાર્ડ સ્ટેશન, તુલસીશ્યામ, જમજીર ધોધ, આદ્રી બીચ, દ્રોણેશ્વર, માંડવી બીચ સહિતના સ્થળે પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ સાથે 'વિશ્વ યોગ દિવસ'ની ઉજવણી પ્રસંગે જિલ્લાની કચેરીઓ, પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો, સબ સેન્ટરો, પોલીસ સ્ટેશન ખાતે પણ યોગના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અવસરે મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાની નડાબેટ ખાતેથી થઈ રહેલી યોગ દિવસની ઉજવણીનું જીવંત પ્રસારણ પણ દર્શાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિવિધ કચેરીના અધિકારીઓ- કર્મચારીઓ, પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ અને વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ, અને નાગરિકો મોટી સંખ્યામાં યોગાભ્યાસમાં જોડાયાં હતાં.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."
"અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 27 લોકોનું સફળ રેસ્ક્યૂ. એર-કન્ડિશનરના યુનિટમાંથી શરૂ થયેલી આગે ગભરાટ સર્જ્યો. જાણો ફાયર બ્રિગેડની કામગીરી અને લેટેસ્ટ અપડેટ્સ."
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."