Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • આદિજાતિ વિસ્તારના ૧૧ જિલ્લાના ૨૫૮ ગામોને રૂ. ૫ કરોડથી વધુનું પ્રોત્સાહન – પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની જાહેરાત

આદિજાતિ વિસ્તારના ૧૧ જિલ્લાના ૨૫૮ ગામોને રૂ. ૫ કરોડથી વધુનું પ્રોત્સાહન – પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની જાહેરાત

નર્મદા જિલ્લાના ૨૫૮ આદિજાતિ ગામોને ‘મરામત-નિભાવણી પ્રોત્સાહન પુરસ્કાર યોજના’ હેઠળ રૂ. ૫.૧૬ કરોડનું ઇનામ! પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે જાહેર કર્યું – ૭૦+ ગુણ મેળવનાર ગ્રામ પંચાયતને રૂ. ૨ લાખ ઇનામ. જલ જીવન મિશન હેઠળ આયુર્વેદ-યોગ સેવા વિસ્તારશે. વિગતો જુઓ.

Gandhinagar February 13, 2026
આદિજાતિ વિસ્તારના ૧૧ જિલ્લાના ૨૫૮ ગામોને રૂ. ૫ કરોડથી વધુનું પ્રોત્સાહન – પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની જાહેરાત

આદિજાતિ વિસ્તારના ૧૧ જિલ્લાના ૨૫૮ ગામોને રૂ. ૫ કરોડથી વધુનું પ્રોત્સાહન – પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની જાહેરાત

રાજયમાં આદિજાતિ સહિત છેવાડાના ગ્રામીણ વિસ્તારમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ‘જલ જીવન’ મિશન હેઠળ પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. આ મિશનનો વધુને વધુ ખાસ કરીને આદિજાતિના ગામોને લાભ મળે તે હેતુથી મરામત, નિભાવણી પ્રોત્સાહન અને પુરસ્કાર યોજના અમલી બનાવવામાં આવી છે. જેના ભાગરૂપે રાજ્યના આદિજાતિ વિસ્તારના ૧૧ જિલ્લાઓમાં પાણી પુરવઠા યોજનાનું સંચાલન અને મરામત નિભાવણી સારી રીતે કરતી ૨૫૮ ગ્રામ પંચાયતને એપ્રિલ-૨૦૨૫ થી જાન્યુઆરી-૨૦૨૬ સુધીમાં રૂ. ૫.૧૬ કરોડની રકમ પ્રોત્સાહન સ્વરૂપે આપીને પુરસ્કૃત કરવામાં આવી છે તેમ, પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું.

પાણી પુરવઠા મંત્રીશ્રી પટેલે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશભરમાં નળ દ્વારા ઘર ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવા ‘જલ જીવન મિશન યોજના’ શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં ‘મરામત-નિભાવણી પ્રોત્સાહન અને પુરસ્કાર યોજના’ હેઠળ ૧૧ જિલ્લાઓમાં સૌથી વધુ સાબરકાંઠામાં ૫૭ ગામ, જ્યારે તાપીમાં ૫૨, ભરૂચમાં ૨૭, સુરતમાં ૨૫, નવસારીમાં ૨૪, વલસાડમાં ૨૦, બનાસકાંઠામાં ૧૭, ડાંગમાં ૧૬, અરવલ્લીમાં ૧૫, દાહોદમાં ૩ તેમજ પંચમહાલ જિલ્લામાં ૨ એમ કુલ ૨૫૮ ગામોનો સમાવેશ થાય છે.
  મંત્રી શ્રી ઈશ્વરસિંહે યોજના વિશે કહ્યું હતું કે, આ ગ્રામીણ કક્ષાની આંતરિક પેયજળ પુરવઠા યોજનાઓનું અમલીકરણ ગ્રામ પંચાયત વતી પાણી સમિતિ દ્વારા કરવામાં આવે છે. પાણી પુરવઠા હસ્તકના વાસ્મો દ્વારા ‘જલ જીવન મિશન’ અંતર્ગત ગ્રામ્ય પેયજળ યોજના હેઠળ આદિજાતિ વિસ્તારમાં નળ જોડાણની કામગીરી કરવામાં આવી છે. આ યોજનાનું સંચાલન, મરામત અને નિભાવણી યોગ્ય રીતે થાય તે જરૂરી છે.

પીવાના પાણીની મળતી ફરિયાદોને ધ્યાને લઇ, આદિજાતિ વિસ્તારની ગ્રામીણકક્ષાની આંતરિક પાણી પુરવઠા યોજનાની મરામત અને નિભાવણી અંગે ગ્રામ પંચાયતમાં માલિકીપણાનો ભાવ ઉભો થાય તે જરૂરી છે. આ સાથે ફરિયાદોનું પ્રમાણ ઘટે અને પેયજળ યોજનાઓનું યોગ્ય સંચાલન થાય તે હેતુથી આદિજાતિ વિસ્તારના કુલ ૧૪ જિલ્લાના ૫૩ તાલુકાના ગામો માટે “મરામત અને નિભાવણી પ્રોત્સાહન અને પુરસ્કાર યોજના”ને અમલી બનાવી છે. જે અંતર્ગત નિયત માપદંડના આધારે ૧૧ જિલ્લાના ગામોને આ યોજના હેઠળ લાભ આપવામાં આવ્યો છે.

યોજનાના લાભાર્થી, માપદંડ અને પ્રોત્સાહન-પુરસ્કાર રકમ 

ગ્રામ પંચાયત / પાણી સમિતિ

આ યોજનાનો લાભ, જે ગ્રામ પંચાયત ઠરાવના સૂચિત માપદંડો જેવા કે અસરકારક સંચાલન, ફરિયાદનું પ્રમાણ, પાણી ગુણવત્તા, પાણીવેરાની વસુલાત, પાણી વિતરણ, ઓપરેટર વગેરે  માપદંડોમાં સારૂ પરફોર્મન્સ ધરાવતી ગ્રામ પંચાયતને પ્રોત્સાહન રકમ  મળવાપાત્ર થાય છે.

જે મુજબ આ માપદંડોમાં ૧૦૦ ગુણમાંથી ૭૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર ગ્રામ પંચાયતને આ યોજનાનો લાભ મળશે.

પ્રોત્સાહન પુરસ્કાર યોજના હેઠળ રૂા.બે લાખ પ્રોત્સાહન રકમ મળવાપાત્ર થશે.

પ્રોત્સાહન યોજનાની રકમ ચૂકવણી પ્રક્રિયા અને મુખ્ય શરતો

 ગ્રામ પંચાયત દ્વારા આ યોજનાનો લાભ લેવા જાહેરાત મુજબ અરજી કરવાની રહેશે.

અરજી અન્વયે જિલ્લા કક્ષાની નિયત કમિટી દ્વારા મૂલ્યાંકનની કામગીરી હાથ ધરી, જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતા હેઠળની કમિટીમાં મંજૂર કરવામાં આવશે.

રાજ્ય કક્ષાની કમિટી દ્વારા જિલ્લા દ્વારા રજૂ કરાયેલ ગ્રામ પંચાયતની પ્રોત્સાહન રકમ મંજૂર કરવામાં આવશે.

જિલ્લા પંચાયત દ્વારા જે તે ગામને પ્રોત્સાહન–પુરસ્કાર ફંડ ફાળવામાં આવશે.

આ યોજનાને પરિણામે ગ્રામ પંચાયતને પ્રોત્સાહન મળવાથી પાણી પુરવઠા ક્ષેત્રે અને પાણીવેરા વસૂલાત ક્ષેત્રે એક કાયમી પદ્ધતિ વિકસી છે. જે લાંબાગાળે ગ્રામ પંચાયત અને પાણી પુરવઠા માટે ફાયદાકારક સાબિત થઇ રહી છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

દેશની પ્રથમ CBDC આધારિત PDS યોજનાનો શુભારંભ ગુજરાતમાં, અમિત શાહ ૧૫ ફેબ્રુઆરીએ કરશે લોન્ચ
gandhinagar
February 13, 2026

દેશની પ્રથમ CBDC આધારિત PDS યોજનાનો શુભારંભ ગુજરાતમાં, અમિત શાહ ૧૫ ફેબ્રુઆરીએ કરશે લોન્ચ

ગુજરાતમાં દેશની પ્રથમ CBDC આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનો શુભારંભ ૧૫ ફેબ્રુઆરીએ! કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે મહાત્મા મંદિરમાં લોન્ચ. અન્નપૂર્ટિ ગ્રેઇન ATM, ૧ કિ.ગ્રા તુવેર-ચણા પેકિંગ, સુપોષિત ગરુડેશ્વર તાલુકો અભિયાન અને ગ્રાહક સુરક્ષા MOU શરૂ. પારદર્શક ડિજિટલ વિતરણ યુગની શરૂઆત. વિગતો જુઓ.

નર્મદા જિલ્લામાં અકસ્માતો રોકવા મોટી કાર્યવાહી: DSP વિશાખા ડબરાલે બ્લેક સ્પોટનું નિરીક્ષણ કર્યું
rajpipla
February 13, 2026

નર્મદા જિલ્લામાં અકસ્માતો રોકવા મોટી કાર્યવાહી: DSP વિશાખા ડબરાલે બ્લેક સ્પોટનું નિરીક્ષણ કર્યું

નર્મદા જિલ્લામાં વાહન અકસ્માતો રોકવા મોટી કાર્યવાહી: DSP વિશાખા ડબરાલ, NHAI અને ટ્રાફિક ટીમે બ્લેક સ્પોટનું નિરીક્ષણ કર્યું. વડીયા જકાતનાકા, નાના લીમટવાડા, ખામર, મકાઈ ધોધ સહિત 10+ જગ્યાએ કેટ આઈ, સાઇન બોર્ડ, બમ્પ-બેરિયરના આદેશ. દેડીયાપાડામાં હેલ્મેટ વિતરણ સાથે જાગૃતિ. વિગતો જુઓ.

રાજપીપલામાં મોટી સમીક્ષા બેઠક! આયુષ સોસાયટીની કામગીરી પર ચર્ચા, આરોગ્ય સેવાઓને મળશે નવું બળ
rajpipla
February 13, 2026

રાજપીપલામાં મોટી સમીક્ષા બેઠક! આયુષ સોસાયટીની કામગીરી પર ચર્ચા, આરોગ્ય સેવાઓને મળશે નવું બળ

રાજપીપલામાં આયુષ સોસાયટીની મોટી સમીક્ષા બેઠક યોજાઈ: આયુર્વેદ, યોગ, યુનાની-હોમિયોપેથી સેવાઓની કામગીરી પર ચર્ચા, ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને નવું બળ મળશે. નવી યોજનાઓ, વધુ ફંડિંગ અને વિસ્તારની તૈયારી! વિગતો જુઓ.

Braking News

કરીના કપૂર ખાને આ સ્ટાર્ટઅપ સાથે કરી ભાગીદારી, જાણો શું છે તેનો ભાવિ પ્લાન
કરીના કપૂર ખાને આ સ્ટાર્ટઅપ સાથે કરી ભાગીદારી, જાણો શું છે તેનો ભાવિ પ્લાન
October 14, 2023

કરીના કપૂર ખાને સુગર કોસ્મેટિક્સ સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે. આ ભાગીદારી હેઠળ, તે સુગરના સહ-સ્થાપક વિનીતા સિંઘ અને કૌશિક મુખર્જી સાથે પ્રીમિયમ કોરિયન સ્કિનકેર બ્રાન્ડ ક્વેન્ચ બોટાનિકસ લોન્ચ કરશે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

સરકારે ભારતમાં પરીક્ષણ માટે આયાત કરવામાં આવતી કાર પર લાદવામાં આવતી 252% કસ્ટમ ડ્યુટી દૂર કરી
સરકારે ભારતમાં પરીક્ષણ માટે આયાત કરવામાં આવતી કાર પર લાદવામાં આવતી 252% કસ્ટમ ડ્યુટી દૂર કરી
February 05, 2023
સિંહના શિકારની કળા: જંગલને જીતવાની કળાનું અંતિમ કૌશલ્ય
સિંહના શિકારની કળા: જંગલને જીતવાની કળાનું અંતિમ કૌશલ્ય
March 31, 2023
નકલી ઇન્કમટેક્સ રેઇડ ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો, બેની ધરપકડ
નકલી ઇન્કમટેક્સ રેઇડ ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો, બેની ધરપકડ
February 22, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express