Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપાયા UCC રિપોર્ટના 3 વોલ્યુમ: મહિલા અધિકારો અને સુરક્ષાને અપાશે પ્રાથમિકતા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપાયા UCC રિપોર્ટના 3 વોલ્યુમ: મહિલા અધિકારો અને સુરક્ષાને અપાશે પ્રાથમિકતા

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC) ના અમલીકરણની દિશામાં મોટો વળાંક આવ્યો છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતાવાળી ઉચ્ચ સ્તરીય સમિતિએ પોતાનો વિસ્તૃત અને આખરી અહેવાલ મંગળવારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને સોંપ્યો છે. આ અહેવાલમાં લગ્ન, છૂટાછેડા, વારસાગત મિલકત અને દત્તક લેવા જેવા મુદ્દાઓ પર તમામ ધર્મો માટે સમાન કાયદાકીય માળખું સૂચવવામાં આવ્યું છે. 

Gandhinagar March 17, 2026
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપાયા UCC રિપોર્ટના 3 વોલ્યુમ: મહિલા અધિકારો અને સુરક્ષાને અપાશે પ્રાથમિકતા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપાયા UCC રિપોર્ટના 3 વોલ્યુમ: મહિલા અધિકારો અને સુરક્ષાને અપાશે પ્રાથમિકતા

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC) ના અમલીકરણ માટે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ પોતાનો વિસ્તૃત અને આખરી અહેવાલ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલને મંગળવારે ગાંધીનગરમાં સોંપ્યો હતો.

આ અહેવાલ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અઘ્યક્ષતામાં બનેલી આ સમિતિએ ઝીણવટ ભર્યા અભ્યાસ અને રાજ્યના જિલ્લાઓની મુલાકાત લઇને લોક અભિપ્રાયો મેળવીને તથા ઘનિષ્ઠ જનસંપર્ક બાદ ચર્ચા-વિચારણાને આધારે તૈયાર કરેલો અહેવાલ રાજ્ય સરકારને સોંપ્યો હતો.

સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ ના અધ્યક્ષ સ્થાને રચવામાં આવેલી આ સમિતિમાં નિવૃત્ત વરિષ્ઠ આઈએએસ શ્રી સી.એલ. મીણા, વરિષ્ઠ એડવોકેટ શ્રી આર.સી. કોડેકર, ભૂતપૂર્વ કુલપતિ ડૉ. દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર શ્રીમતી ગીતા શ્રોફનો સમાવેશ થયેલો છે.

મુખ્યમંત્રીશ્રી સમક્ષ આ અહેવાલ અર્પણ કરતાં જે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું તેમાં જણાવાયું હતું કે લગ્ન, છૂટાછેડા, વારસાગત મિલકત અને દત્તક લેવા જેવા મુદ્દાઓ પર તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન કાયદાકીય માળખું આ ડ્રાફ્ટ અહેવાલમાં સમિતિ દ્વારા સૂચવવામાં આવ્યું છે.

વિશેષ કરીને મહિલાઓના સમાન અધિકારો અને સુરક્ષાને આ ડ્રાફ્ટમાં પ્રાથમિકતા આપવામાં આવી છે. એટલુ જ નહીં ગુજરાતની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતાને પણ અહેવાલમાં ધ્યાનમાં રાખવામાં આવી છે.

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC) ના અમલીકરણ માટે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ એ મુખ્યમંત્રીશ્રીને આ અહેવાલના ત્રણ વોલ્યુમ સોંપ્યા તે વેળાએ સમિતિના સલાહકાર નિવૃત્ત વરિષ્ઠ આઈએએસ અને ઉત્તરાખંડના પુર્વ મુખ્ય સચિવશ્રી શત્રુઘ્નસિંઘ તથા સમિતિના સભ્યો, મુખ્ય સચિવશ્રી એમ.કે.દાસ, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી સંજીવ કુમાર, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવશ્રી ડો. વિક્રાંત પાંડે, વૈધાનિક બાબતોના સચિવશ્રી કે એન લાલા, કાયદા સચિવશ્રી ઉપેન્દ્ર ભટ્ટ અને સંબંધીત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત
gandhinagar
March 17, 2026

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત

ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.

ગુજરાતમાં PM-RAHAT યોજનાનો સફળ પ્રારંભ: જાણો કેવી રીતે મળશે ₹1.50 લાખ સુધીની સહાય
mehsana
March 17, 2026

ગુજરાતમાં PM-RAHAT યોજનાનો સફળ પ્રારંભ: જાણો કેવી રીતે મળશે ₹1.50 લાખ સુધીની સહાય

મહેસાણામાં PM-RAHAT યોજના હેઠળ ગુજરાતનો પ્રથમ કેશલેસ ક્લેમ મંજૂર થયો છે. અકસ્માત પીડિત યુવાનને ₹47,300ની નિઃશુલ્ક સારવાર મળી. જાણો આ યોજનાના ફાયદા અને પ્રોસેસ.

આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર 'ઉત્તરવાહિની': રામપુરાથી શહેરાવ સુધીના પવિત્ર પ્રવાહની મહત્તા
rajpipla
March 17, 2026

આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર 'ઉત્તરવાહિની': રામપુરાથી શહેરાવ સુધીના પવિત્ર પ્રવાહની મહત્તા

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા રામપુરા ઘાટથી 19 માર્ચથી 17 એપ્રિલ 2026 દરમિયાન ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ થઈ રહ્યો છે. આશરે 14 કિલોમીટર લાંબી આ પરિક્રમાનું મહત્વ એટલું છે કે તેને કરવાથી સંપૂર્ણ નર્મદા પરિક્રમા જેટલું ફળ મળે છે. અહીં રામપુરા ખાતે મહાભારતકાળની પાંડવ ગુફા આવેલી છે, જ્યાં પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન શિવલિંગની સ્થાપના કરી હતી. 

Braking News

સરકારે લગભગ 4 હજાર 800 કરોડ રૂપિયાની પૃથ્વી વિજ્ઞાન યોજનાને મંજૂરી આપી
સરકારે લગભગ 4 હજાર 800 કરોડ રૂપિયાની પૃથ્વી વિજ્ઞાન યોજનાને મંજૂરી આપી
January 05, 2024

સરકારે 4,797 કરોડ રૂપિયાના ખર્ચે અર્થ સાયન્સ સ્કીમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજનામાં પાંચ ચાલુ યોજનાઓનો સમાવેશ કરવામાં આવશે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

મણિપુર: મણિપુરમાં શું થઈ રહ્યું છે, કોણ કરી રહ્યું છે? હિંસાની આગ કોણે ભડકાવી?
મણિપુર: મણિપુરમાં શું થઈ રહ્યું છે, કોણ કરી રહ્યું છે? હિંસાની આગ કોણે ભડકાવી?
July 21, 2023
ચૂંટણી પંચે 8 લાખ નવા EVMનો ઓર્ડર આપ્યો, 2024ની ચૂંટણીની તૈયારી શરૂ કરી
ચૂંટણી પંચે 8 લાખ નવા EVMનો ઓર્ડર આપ્યો, 2024ની ચૂંટણીની તૈયારી શરૂ કરી
April 30, 2023
ઉપરાષ્ટ્રપતિ ધનકરે દાયકાના અંત સુધીમાં ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની આગાહી કરી
ઉપરાષ્ટ્રપતિ ધનકરે દાયકાના અંત સુધીમાં ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની આગાહી કરી
February 24, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express