Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ગાંધીનગર, સુરત અને વડોદરામાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ૪૮૪ કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા

ગાંધીનગર, સુરત અને વડોદરામાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ૪૮૪ કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા

મહાનગરોમાં આગવી ઓળખના કામો-આંતરમાળખાકીય વિકાસ અને આઉટગ્રોથ એરિયા ડેવલપમેન્ટ કામો-મુખ્યમંત્રી શહેરી સડક યોજનાના કામોને મુખ્યમંત્રીશ્રીએ આપી સૈદ્ધાંતિક મંજૂરી.

Gandhinagar December 14, 2023
ગાંધીનગર, સુરત અને વડોદરામાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ૪૮૪ કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા

ગાંધીનગર, સુરત અને વડોદરામાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ૪૮૪ કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો અને મહાનગરોમાં જન સુખાકારીના વધુને વધુ કામો દ્વારા નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં વૃદ્ધિની નવી દિશા વિકસાવી છે. મુખ્યમંત્રીશ્રીએ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટનો ધ્યેય સાકાર કરવા આ હેતુસર રાજ્યના ત્રણ મહાનગરોને કુલ ૪૨૪ વિવિધ
જનહિતકારી વિકાસ કામો માટે સમગ્રતયા ૪૮૩.૭૧ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આયોજનબદ્ધ શહેરી વિકાસ માટે તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ગુજરાત રાજ્યની સ્વર્ણિમ જયંતી ઉજવણીના વર્ષ-૨૦૧૦માં શરૂ કરાવેલી સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ ત્રણ મહાનગરોને આ રૂ. ૪૮૩.૭૧ કરોડની રકમ ફાળવી છે.

તદઅનુસાર, પાટનગર ગાંધીનગરની ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી-ગુડાને ભાઈજીપુરા થી ગિફ્ટસિટી તરફ જતા સિગ્નેચર બ્રિજ સુધીના રોડના કામો માટે ૨૦.૭૪ કરોડ રૂપિયાની ફાળવણીની મુખ્યમંત્રીશ્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ગાંધીનગર-કોબા હાઈ-વે ને ગિફ્ટસિટી સાથે જોડતા આ મુખ્ય માર્ગની બેય તરફ વિવિધ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ કાર્યરત છે. નોલેજ હબ તરીકે આ વિસ્તાર ડેવલપ કરવાની હાલની પ્રગતિ હેઠળની કામગીરી ઉપરાંત મેટ્રો રેલની ભવિષ્યની ઉપલબ્ધિને ધ્યાનમાં લઇને આ રોડના ડેવલપમેન્ટ તેમજ બ્યુટિફિકેશન હેતુસર સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ખાસ કિસ્સામાં ૨૦.૭૪ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે

આગામી વાઇબ્રન્ટ સમિટ-૨૦૨૪ ગાંધીનગરમાં યોજાવાની છે ત્યારે મુખ્ય માર્ગોની બાજુમાં ફુટપાથ, લેન્ડ સ્કેપિંગ, ૩ઓવરબ્રિજ અને ૨ અંડરપાસનું થીમ બેઇઝ્ડ પેઇન્ટિંગ અને આર્ટ વર્ક સહિતના પાંચ જેટલા આંતરમાળખાકીય વિકાસ કામો રૂ. ૩૫.૫૦ કરોડના ખર્ચે હાથ ધરવાની પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.

આ કામો ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગર મહાનગરપાલિકાના આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામો માટેની બે દરખાસ્તો જેમાં રક્ષાશક્તિ સર્કલ થી કોબા સર્કલના રોડનું બ્યુટિફિકેશન એન્‍ડ લેન્ડ સ્કેપિંગ અને મહાનગરપાલિકામાં સમાવાયેલા ગામોમાં નવા સિમેન્ટ કોંક્રીટ રોડ બનાવવાનો સમાવેશ થાય છે તેના માટે પણ ૧૦.૭૦ કરોડ રૂપિયા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ફાળવવાની મંજૂરી આપી છે.

મુખ્યમંત્રીશ્રીએ સુરત અને વડોદરા મહાનગરપાલિકાઓને પણ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે વિકાસકામો માટે રકમ ફાળવી છે. સુરતમાં સેન્ટ્રલ ઝોનમાં નાનપુરા અને નોર્થ ઝોનમાં કતાર ગામ વિસ્તારોમાં ઓડિટોરિયમ નિર્માણના ૨ કામો માટે ૧૪૫ કરોડ રૂપિયા ફાળવવા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ ઉપરાંત આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામો અન્‍વયે ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝના ૨૧ કામો, સોશિયલ
ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલિટીઝના ૧૯ કામો અને અર્બન મોબિલિટીના બે કામો એમ ૭૫ કામો માટે ૧૫૧.૨૫ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવાની શ્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત રોડ કાર્પેટીંગ, રી-કાર્પેટિંગ તથા હયાત માર્ગો પહોળા કરવા અને ફુટપાથ સહિતના ૧૭૫ કામો માટે સુરત મહાનગરપાલિકા માટે ૬૩.૮૧ કરોડ રૂપિયા મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કર્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા મહાનગરપાલિકાને આઉટગ્રોથ વિસ્તારોમાં પાણી પુરવઠો, વરસાદી ગટરના કામો, ડ્રેનેજ તથા રોડના કામો, પેવર બ્લોક કામો જેવા કૂલ ૧૬૪ કામો માટે રૂ. ૫૬.૭૦ કરોડની ફાળવણી માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ બધા જ વિકાસકામો નગરો-મહાનગરોમાં લોન્ગ ટર્મ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટની નવી દિશા આપશે અને શહેરીજીવન વધુ સુવિધાયુક્ત બનશે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત
gandhinagar
March 17, 2026

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત

ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.

Braking News

અક્ષય-ઈમરાનની 'સેલ્ફી'નું બીજું ટ્રેલર રિલીઝ, આ વખતે 'વિજય કુમાર'એ સંભળાવી પોતાની સ્ટોરી
અક્ષય-ઈમરાનની 'સેલ્ફી'નું બીજું ટ્રેલર રિલીઝ, આ વખતે 'વિજય કુમાર'એ સંભળાવી પોતાની સ્ટોરી
February 15, 2023

અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મીની ફિલ્મ 'સેલ્ફી' દક્ષિણના સુપરસ્ટાર પૃથ્વીરાજ સુકુમારની સુપરહિટ મલયાલમ ફિલ્મ 'ડ્રાઈવિંગ લાઇસન્સ'ની હિન્દી રિમેક છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ગ્લો-ઇન-ધ-ડાર્ક એનિમલ્સ: બાયોલ્યુમિનેસેન્સની વિચિત્ર અને અદ્ભુત દુનિયાની શોધ
ગ્લો-ઇન-ધ-ડાર્ક એનિમલ્સ: બાયોલ્યુમિનેસેન્સની વિચિત્ર અને અદ્ભુત દુનિયાની શોધ
March 05, 2023
એપલના વિઝનરી ફાઉન્ડર તરીકે સ્ટીવ જોબ્સના સક્સેસ મંત્રનું રહસ્ય
એપલના વિઝનરી ફાઉન્ડર તરીકે સ્ટીવ જોબ્સના સક્સેસ મંત્રનું રહસ્ય
July 26, 2023
કરિશ્મા કપૂર 11 વર્ષ પછી મર્ડર મુબારકમાં કમબેક કરી રહી છે
કરિશ્મા કપૂર 11 વર્ષ પછી મર્ડર મુબારકમાં કમબેક કરી રહી છે
February 20, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express