Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ

અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ

અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગ ઘટનાઓ. 449 કેસમાં કાર્યવાહી, 408 ધરપકડ અને ₹48,700 દંડ વસૂલાત. RPFએ આશ્રમ એક્સપ્રેસ, કચ્છ એક્સપ્રેસ સહિત મુખ્ય ટ્રેનોમાં વધુ ઘટનાઓ પર નિયંત્રણ મેળવ્યું – મુસાફરોને અનાવશ્યક પુલિંગ ન કરવાની અપીલ. વિગતો જુઓ.

Ahmedabad February 21, 2026
અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ

અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 દરમિયાન કુલ 484 એલાર્મ ચેન પુલિંગ (ACP) ની ઘટનાઓ નોંધાઈ હતી. તેમાંથી 449 કેસોમાં નિયમિત રીતે કેસ નોંધવામાં આવ્યા હતા, જ્યારે બાકીના કેસોમાં પ્રાથમિક તપાસ બાદ કાનૂની કારણોસર કેસ નોંધવામાં આવ્યા નહોતા.આ કેસોમાં કાર્યવાહી કરતાં રેલવે સુરક્ષા દળ (RPF) દ્વારા 408 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી તેમજ ₹48,700 નો દંડ વસૂલવામાં આવ્યો હતો.

અમદાવાદ મંડળનું રેલવે સુરક્ષા દળ (RPF) યાત્રીઓની સુરક્ષા, રેલવે સંપત્તિની રક્ષા તથા સ્ટેશનો પર સુરક્ષિત વાતાવરણ જાળવી રાખવા માટે સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણ સાથે કાર્ય કરી રહ્યું છે. વર્ષ 2026 દરમિયાન એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ પર કડક નજર રાખતાં RPFએ સતર્કતા, ત્વરિત કાર્યવાહી અને અસરકારક સમન્વય દ્વારા નોંધપાત્ર નિયંત્રણ સ્થાપિત કર્યું છે, જેથી ટ્રેનોની સમયપાલનતા અને અવરોધરહિત રેલ પરિચાલન સુનિશ્ચિત થઈ શકે.

સ્ટેશન સ્તરે અમદાવાદ, સાબરમતી, મણિનગર, મહેસાણા, વિરમગામ અને ગાંધીધામ ખાતે એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ તુલનાત્મક રીતે વધુ નોંધાઈ હતી. જ્યારે સેક્શન સ્તરે ગેરતપુર–અમદાવાદ, અમદાવાદ–વિરમગામ, ઉંઝા–પાલનપુર, સામાખ્યાલી–ભુજ તેમજ અમદાવાદ–સાબરમતી ખંડોમાં વધુ ઘટનાઓ સામે આવી હતી, જ્યાં આરપીએફ દ્વારા વધારાની દેખરેખ તથા વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યા હતા.

એલાર્મ ચેન પુલિંગના મુખ્ય કારણોમાં ખોટી ટ્રેન અથવા કોચમાં ચડી જવું, સામાન રહી જવું અથવા સહપ્રવાસી રહી જવા જેવી પરિસ્થિતિઓ મુખ્યરૂપે નોંધાઈ હતી. આ કારણોને ધ્યાનમાં રાખીને આરપીએફ દ્વારા મુસાફરોને જાગૃત કરવા માટે નિયમિત અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે તેમજ રેલવે કર્મચારીઓ સાથે વધુ સારું સમન્વય સ્થાપિત કરવામાં આવ્યું છે.

તે ઉપરાંત આશ્રમ એક્સપ્રેસ, કચ્છ એક્સપ્રેસ, અલા હજરત એક્સપ્રેસ, અરાવલી એક્સપ્રેસ અને લોકશક્તિ એક્સપ્રેસ જેવી કેટલીક ટ્રેનોમાં એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ તુલનાત્મક રીતે વધુ નોંધાઈ હતી, જેના પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે.

રેલવે પ્રશાસન તથા આરપીએફ મુસાફરોને અપીલ કરે છે કે એલાર્મ ચેનનો ઉપયોગ માત્ર આપાતકાલીન પરિસ્થિતિમાં જ કરે. અનાવશ્યક એલાર્મ ચેન પુલિંગ ન માત્ર ટ્રેન પરિચાલનમાં વિક્ષેપ ઉભો કરે છે, પરંતુ અન્ય મુસાફરોની સુરક્ષા અને સુવિધાને પણ અસર કરે છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

રાજ્ય સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત ખેડુતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી કરાશે
rajpipla
February 21, 2026

રાજ્ય સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત ખેડુતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી કરાશે

નર્મદા જિલ્લામાં રવિ માર્કેટીંગ સીઝન 2026-27: ઘઉંની લઘુત્તમ ટેકાના ભાવે ₹2,585/- પ્રતિ ક્વિન્ટલ ખરીદી શરૂ. 1 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી VCE મારફતે ઓનલાઈન નોંધણી, ખરીદી 4 માર્ચથી 15 મે સુધી. બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ફરજિયાત – જરૂરી દસ્તાવેજો: આધાર, 7/12, 8/અ, બેંક વિગતો. હેલ્પલાઇન 8511171718/19. વિગતો જુઓ.

નર્મદા જિલ્લા ઈન્ચાર્જ ક્લેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
rajpipla
February 21, 2026

નર્મદા જિલ્લા ઈન્ચાર્જ ક્લેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

નર્મદા જિલ્લાના વિકાસ કાર્યોને વધુ ગતિશીલ બનાવવા અને પ્રજાના પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.વી.વાળાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી.

'ઈઝ ઓફ લિવીંગ’ના વિઝનને ચરિતાર્થ કરતો રાજકોટનો શહેરી વિકાસ
rajkot
February 21, 2026

'ઈઝ ઓફ લિવીંગ’ના વિઝનને ચરિતાર્થ કરતો રાજકોટનો શહેરી વિકાસ

રાજકોટમાં ‘ઈઝ ઓફ લિવિંગ’નું નવું યુગ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, કન્વેન્શન સેન્ટર, લાયન સફારી પાર્ક, 50 MLD ફિલ્ટર પ્લાન્ટ અને 1010 EWS આવાસોનું નિર્માણ ઝડપથી આગળ વધી રહ્યું. ₹119 કરોડના આવાસોમાં રૂફટોપ સોલાર, ઓટો લિફ્ટ, ફાયર સિસ્ટમ સહિત સુવિધાઓ – વિગતો જુઓ.

Braking News

જો તમે શિયાળામાં વારંવાર બીમાર પડો છો તો આ ચાર રીતે તમારા આહારમાં દૂધનો સમાવેશ કરો
જો તમે શિયાળામાં વારંવાર બીમાર પડો છો તો આ ચાર રીતે તમારા આહારમાં દૂધનો સમાવેશ કરો
December 14, 2024

દૂધ એ એક એવો ખોરાક છે જે પોષક તત્વોની ઉણપને પૂરી કરવાની ક્ષમતા ધરાવે છે. નબળા રોગપ્રતિકારક શક્તિને કારણે જે લોકો શિયાળામાં વારંવાર બીમાર પડે છે, તેઓએ દૂધમાં કેટલીક વસ્તુઓ ભેળવીને સેવન કરવું જોઈએ.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

આંખના સ્વાસ્થ્યનું ભવિષ્ય: ક્રાંતિકારી તકનીક જે તમારી આંખોને નુકસાન પહોંચાડશે નહીં
આંખના સ્વાસ્થ્યનું ભવિષ્ય: ક્રાંતિકારી તકનીક જે તમારી આંખોને નુકસાન પહોંચાડશે નહીં
April 04, 2023
કોંગ્રેસ એક થાય છે: ગેહલોત અને પાયલોટ રાજસ્થાનમાં ભાજપ સામે સંયુક્ત લડાઈ લડશે
કોંગ્રેસ એક થાય છે: ગેહલોત અને પાયલોટ રાજસ્થાનમાં ભાજપ સામે સંયુક્ત લડાઈ લડશે
May 30, 2023
કાલ સર્પ દોષના કારણો, લક્ષણો અને ઉપચાર જાણો
કાલ સર્પ દોષના કારણો, લક્ષણો અને ઉપચાર જાણો
July 26, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express