Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • રાજકારણ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • 50,963 બૂથ લેવલ ઓફિસર્સ 5.08 કરોડ મતદારોના મેપિંગ માટે રાજ્યભરમાં કાર્યરત

50,963 બૂથ લેવલ ઓફિસર્સ 5.08 કરોડ મતદારોના મેપિંગ માટે રાજ્યભરમાં કાર્યરત

મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની પ્રક્રિયા શરૂ થયાના ગણતરીના દિવસોમાં જ 2.17 કરોડથી વધુ નાગરિકોનું મેપિંગ, 3.90 કરોડ ફોર્મનું વિતરણ. મતદારોના મેપિંગમાં રાજ્યભરના BLOની પ્રશંસનીય કામગીરી.

Gandhinagar November 11, 2025
50,963 બૂથ લેવલ ઓફિસર્સ 5.08 કરોડ મતદારોના મેપિંગ માટે રાજ્યભરમાં કાર્યરત

50,963 બૂથ લેવલ ઓફિસર્સ 5.08 કરોડ મતદારોના મેપિંગ માટે રાજ્યભરમાં કાર્યરત

સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 4થી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરી(Chief electoral office)ની સમગ્ર ટીમ રાજ્યભરના જિલ્લા ચૂંટણી અધિકારીઓ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓ, મતદાર નોંધણી અધિકારીઓ તથા સહાયક મતદાર નોંધણી અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહીને સમગ્ર કાર્યપ્રગતિ પર નજર રાખવાની સાથે તેમને માર્ગદર્શન આપી
રહી છે.

મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની સમગ્ર પ્રક્રિયામાં બૂથ લેવલ ઓફિસર પાયાના પત્થર સમાન છે. ગણતરી (એન્યુમરેશન) ફોર્મનું વિતરણ, મતદારને તેમના નામ અથવા સંબંધીઓના નામ સાથે મેચિંગ/ લિંકિંગમાં મદદ કરવી તથા નવા મતદારોને નામ ઉમેરવા માટે કરવી પડતી પ્રક્રિયાથી માહિતગાર કરવા સહિતના ખૂબ જ અગત્યની કામગીરી બૂથ લેવલ ઓફિસર સુપેરે સંભાળી રહ્યા છે. જેના માટે તેમને ફાળવવામાં આવેલા વિસ્તારના ઘરોની ત્રણ વખત મુલાકાત પણ લઈ રહ્યા છે.

હાલમાં રાજ્યભરના તમામ જિલ્લાઓમાં કુલ 50,963 બૂથ લેવલ ઓફિસર્સ ખંતપૂર્વક ફરજ નિભાવી રહ્યા છે. અદ્યતન મતદાર યાદી અનુસાર રાજ્યમાં કુલ 5.08 કરોડ મતદારો નોંધાયેલા છે. જેમના મેપિંગ માટે રૂબરૂ, મોબાઈલ એપ્લિકેશન તથા ઓનલાઈન ડેટાબેઝના માધ્યમથી તા.11/11/2025ના રોજ ઉપલબ્ધ વિગતોને આધારે 2.17 કરોડથી વધુ નાગરિકોનું મેપિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે. જ્યારે 3.90 કરોડ ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ થયું છે. જે બૂથ લેવલ ઓફિસર્સની કર્તવ્યનિષ્ઠાને આભારી છે. આમ, રાજ્યભરમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કરતા BLO ખરા અર્થમાં ભારતના ચૂંટણીપંચના ધ્વજવાહક બન્યા છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાત રેલ્વેમાં ક્રાંતિ: 5 વંદે ભારત, અમૃત ભારત, નમો ભારત + 2,900 કિમી નવા ટ્રેક અને કવચ સિસ્ટમ
ahmedabad
February 02, 2026

ગુજરાત રેલ્વેમાં ક્રાંતિ: 5 વંદે ભારત, અમૃત ભારત, નમો ભારત + 2,900 કિમી નવા ટ્રેક અને કવચ સિસ્ટમ

ભારતીય રેલ્વેએ ગુજરાત માટે 2026-27માં રેકોર્ડ ₹17,366 કરોડ ફાળવ્યા – 2009-14ની સરખામણીએ 29 ગણો વધારો! ₹1.28 લાખ કરોડના પ્રોજેક્ટ્સ, 87 અમૃત સ્ટેશનો, 100% વીજળીકરણ, 5 વંદે ભારત, અમૃત ભારત, નમો ભારત ટ્રેનો અને કવચ સિસ્ટમ સાથે આધુનિક રેલવે. વિગતો જુઓ.

ભારતના તેલ-ગેસ ક્ષેત્ર માટે મોટી સિદ્ધિ: PDEUમાં NCR પ્રોજેક્ટ, 10,000 sq ft કેમ્પસમાં રોક કોર એનાલિસિસ અને રિસર્ચ બૂસ્ટ
gandhinagar
February 02, 2026

ભારતના તેલ-ગેસ ક્ષેત્ર માટે મોટી સિદ્ધિ: PDEUમાં NCR પ્રોજેક્ટ, 10,000 sq ft કેમ્પસમાં રોક કોર એનાલિસિસ અને રિસર્ચ બૂસ્ટ

પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી (PDEU)માં DGH-MoPNG સાથે નેશનલ કોર રિપોઝિટરી (NCR) સ્થાપના: ₹75 કરોડ ફંડ, 26 સેડિમેન્ટરી બેસિન્સના રોક કોર્સ સંરક્ષણ, RCA-SCAL એનાલિસિસ, X-ray CT સ્કેનર, AI-ML ડિજિટલ ટ્વિન અને BP-ONGC MoU. ઊર્જા સંશોધનમાં મોટી છલાંગ જુઓ. 

ગુજરાતમાં White LED હેડલાઇટ પર કડક કાર્યવાહી: રાજપીપલા RTOએ 98 વાહનોને દંડ ફટકાર્યો
rajpipla
February 02, 2026

ગુજરાતમાં White LED હેડલાઇટ પર કડક કાર્યવાહી: રાજપીપલા RTOએ 98 વાહનોને દંડ ફટકાર્યો

રાજપીપલા RTOએ 1થી 29 જાન્યુઆરી 2026 દરમિયાન અનઅધિકૃત અતિ તીવ્ર White LED હેડલાઇટ વાળા 98 વાહનો સામે કાર્યવાહી કરી, ₹98,000 દંડ વસૂલ કર્યો. માર્ગ સુરક્ષા માટે સતત ચેકિંગ ચાલુ, દંડ ₹1,000 પ્રતિ વાહન. વિગતો અને અપડેટ જુઓ.

Braking News

મહારાષ્ટ્રમાં બકરી ઈદ પર 'લવ પાકિસ્તાન'ના ફુગ્ગા ઉડ્યા, વેચનારને લોકઅપમાં મોકલાયો
મહારાષ્ટ્રમાં બકરી ઈદ પર 'લવ પાકિસ્તાન'ના ફુગ્ગા ઉડ્યા, વેચનારને લોકઅપમાં મોકલાયો
June 29, 2023

મહારાષ્ટ્રના સોલાપુરમાં શાહી આલમગીર ઈદગાહ ખાતે આજે બકરી ઈદના અવસર પર 'લવ પાકિસ્તાન' નામના ફુગ્ગા જોવા મળ્યા હતા. આ મામલો સામે આવતાં જ વિસ્તારમાં તણાવ વધી ગયો હતો. માહિતી મળતાની સાથે જ પોલીસે બલૂન વેચનારને કસ્ટડીમાં લીધો હતો.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

અફઘાન તાલિબાન અને પાકિસ્તાની સેના વચ્ચે સીમાપારથી ગોળીબાર
અફઘાન તાલિબાન અને પાકિસ્તાની સેના વચ્ચે સીમાપારથી ગોળીબાર
February 20, 2023
CDS જનરલ અનિલ ચૌહાણ સંરક્ષણ સહકારને આગળ વધારવા માટેની તકો શોધી રહ્યા છે
CDS જનરલ અનિલ ચૌહાણ સંરક્ષણ સહકારને આગળ વધારવા માટેની તકો શોધી રહ્યા છે
February 28, 2023
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લામાં ત્રણ નવા શહેરી આરોગ્ય કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લામાં ત્રણ નવા શહેરી આરોગ્ય કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું
February 21, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express