Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ભારતીય તટરક્ષકના 50 વર્ષ – દરિયાઈ સુરક્ષા, સર્ચ એન્ડ રેસ્ક્યુ અને બ્લુ ઇકોનોમીમાં મહત્વનું યોગદાન

ભારતીય તટરક્ષકના 50 વર્ષ – દરિયાઈ સુરક્ષા, સર્ચ એન્ડ રેસ્ક્યુ અને બ્લુ ઇકોનોમીમાં મહત્વનું યોગદાન

ભારતીય તટરક્ષક 1977થી 2026 સુધીના 50 વર્ષનો ઇતિહાસ – ‘વયમ રક્ષામહ’ મંત્ર સાથે દરિયાઈ સુરક્ષા, સર્ચ એન્ડ રેસ્ક્યુ અને બ્લુ ઇકોનોમીમાં મહત્વનું યોગદાન. જાણો સ્થાપના, નાગ સમિતિ અને EEZની વાત.

New delhi January 31, 2026
ભારતીય તટરક્ષકના 50 વર્ષ – દરિયાઈ સુરક્ષા, સર્ચ એન્ડ રેસ્ક્યુ અને બ્લુ ઇકોનોમીમાં મહત્વનું યોગદાન

ભારતીય તટરક્ષકના 50 વર્ષ – દરિયાઈ સુરક્ષા, સર્ચ એન્ડ રેસ્ક્યુ અને બ્લુ ઇકોનોમીમાં મહત્વનું યોગદાન

‘વયમ રક્ષામહ’મંત્ર સાથે ભારતીય તટરક્ષક છેલ્લા પાંચ દાયકાથી ભારતના દરિયાઈ કિનારાઓની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યું છે. ભારતીય તટરક્ષક મેરિટાઇમ ટ્રાન્સપોર્ટેશન તથા બ્લુ ઇકોનોમીના સાતત્યપૂર્ણ વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે અને રાષ્ટ્ર પ્રત્યેની સમર્પિત સેવાનો ગૌરવસભર ઇતિહાસ ધરાવે છે.

૧૯૬૦ના દાયકાથી ભારતીય નૌસેનાએ ભારતીય જળસીમાઓમાં મેરિટાઇમ કાયદાના અમલ અને સલામતી-સુરક્ષા સંબંધિત કામગીરી માટે એક સહાયક દળની જરૂરિયાત અંગે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. જેના પરિણામે વર્ષ ૧૯૭૦ના પ્રારંભ સુધીમાં ત્રણ મુખ્ય પરિબળોએ અલગ કોસ્ટ ગાર્ડ દળની આવશ્યકતા વધુ સ્પષ્ટ કરી.

સમુદ્ર માર્ગે થતી તસ્કરી કોઇ પણ  દેશની અર્થવ્યવસ્થા માટે ગંભીર જોખમરૂપ સાબિત થાય છે. કસ્ટમ્સ અને માછીમારી વિભાગ જેવી મેરિટાઇમ એજન્સીઓ પાસે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે લડવાની વ્યવસ્થા ન હતી. પરિણામે, વર્ષ ૧૯૭૦માં નાગ સમિતિની રચના કરવામાં આવી, જેણે આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિ સામે કાર્યવાહી માટે એક અલગ મરીન દળ તૈયાર કરવાની ભલામણ કરી હતી.

વર્ષ ૧૯૭૨માં સંયુક્ત રાષ્ટ્રના સમુદ્ર કાયદા સંમેલન (UNCLOS) દ્વારા દરિયાકાંઠા ધરાવતા દેશોને વિશિષ્ટ આર્થિક ઝોન (EEZ)નો અધિકાર આપવામાં આવ્યો. આ અનુસંધાને, ભારતે વર્ષ ૧૯૭૬માં મેરિટાઇમ ઝોન ઓફ ઇન્ડિયા એક્ટ અમલી બનાવ્યો, જેના પરિણામે ભારતને આશરે ૨.૦૧ મિલિયન સ્ક્વેર કિમી જેટલો વિશાળ સમુદ્રી વિસ્તાર પ્રાપ્ત થયો. આ વિસ્તારમાં કાયદાનો અમલ અને દેખરેખ માટે મજબૂત સુરક્ષા વ્યવસ્થાની જરૂરિયાત ઊભી થઈ.

આ ઉપરાંત મુંબઈ હાઈ વિસ્તારમાં તેલની શોધ અને પરિણામ સ્વરૂપ ઉચ્ચ મૂલ્યની ઓફશોર સ્થાપનાઓના વિકાસને પરિણામે, આ મહત્વપૂર્ણ આર્થિક ક્ષેત્રની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન માટે વિશેષ વ્યવસ્થાઓ જરૂરી બની હતી.

આ પરિપ્રેક્ષ્યમાં, વર્ષ ૧૯૭૪માં શ્રી કે.એફ. રુસ્તમજી, આઈપીએસના અધ્યક્ષસ્થાને એક સમિતિની રચના કરવામાં આવી. સમિતિએ વર્ષ ૧૯૭૫માં રજૂ કરેલા અહેવાલમાં ભારતના સમુદ્રી વિસ્તારોની દેખરેખ અને પોલીસિંગ માટે “કોસ્ટ ગાર્ડ” પ્રકારની સંસ્થાની દ્રઢ ભલામણ કરી હતી. પરિણામે, ૧ ફેબ્રુઆરી ૧૯૭૭ના રોજ દેશમાં ભારતીય તટરક્ષકની સત્તાવાર સ્થાપના કરવામાં આવી હતી.

માત્ર સાત સરફેસ પ્લેટફોર્મથી શરૂઆત કરનાર ભારતીય તટરક્ષક આજે એક શક્તિશાળી અને આધુનિક દળ તરીકે વિકસ્યું છે. જે ૪.૬ મિલિયન સ્ક્વેર કિમીના ભારતીય સર્ચ અને રેસ્ક્યુ ક્ષેત્રમાં નાવિકો, માછીમારો અને જહાજોની સુરક્ષા માટે તે અગત્યની ભૂમિકા ભજવે છે. કોસ્ટ ગાર્ડ સર્ચ અને રેસ્ક્યુ કામગીરી ઉપરાંત, ગેરકાયદેસર સમુદ્રી પ્રવૃત્તિઓ સામે લડત, આપત્તિ પ્રબંધન અને સમુદ્રી પર્યાવરણના સંરક્ષણમાં પણ તેની નોંધપાત્ર ભૂમિકા ભજવી રહ્યું છે.

આજે ભારતીય તટરક્ષક એક મલ્ટી-મિશન ફોર્સ તરીકે વિકસ્યું છે, જે મેરિટાઇમ કાયદાનો અમલ, સર્ચ, રેસ્ક્યુ, કોસ્ટલ સુરક્ષા, પર્યાવરણીય સંરક્ષણ અને ઓફશોર સંપત્તિની સુરક્ષા જેવી જવાબદારીઓ નિભાવતું ભારતની સમુદ્રી સુરક્ષાનો મજબૂત આધારસ્તંભ બની રહ્યું છે. જે સર્વે ભારતીયો માટે ગૌરવ સમાન છે. 
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

દિલ્હીથી મુર્શિદાબાદ સુધી તપાસનો ધમધમાટ: જયંત ચૌધરીને ધમકી મળતા પોલીસ હરકતમાં
new delhi
March 20, 2026

દિલ્હીથી મુર્શિદાબાદ સુધી તપાસનો ધમધમાટ: જયંત ચૌધરીને ધમકી મળતા પોલીસ હરકતમાં

કેન્દ્રીય રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) અને RLD ના વડા જયંત ચૌધરીને 18 માર્ચ 2026 ના રોજ જાનથી મારી નાખવાની ધમકી મળી છે. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના 'ઇસ્માઇલ' તરીકે ઓળખાતા વ્યક્તિએ મંત્રીના પીએ વિશ્વેન્દ્ર શાહને ફોન અને વોટ્સએપ દ્વારા ધમકી આપી હતી. ચોંકાવનારી બાબત એ છે કે ધમકી આપનાર પાસે મંત્રીના સત્તાવાર પ્રવાસ કાર્યક્રમની નકલ હોવાનો પણ દાવો કરાયો છે. 

Defence News: શું ભારતની સૈન્ય શક્તિમાં 'નોન-કાઇનેટિક' અને 'હાઇબ્રિડ' ક્ષમતાઓનો થશે ઉમેરો?
new delhi
March 19, 2026

Defence News: શું ભારતની સૈન્ય શક્તિમાં 'નોન-કાઇનેટિક' અને 'હાઇબ્રિડ' ક્ષમતાઓનો થશે ઉમેરો?

ખેડૂતો અને ઉદ્યોગો માટે મોટી જાહેરાત: 100 ઇન્ડસ્ટ્રિયલ પાર્ક અને સ્મોલ હાઇડ્રો પાવર સ્કીમ
new delhi
March 19, 2026

ખેડૂતો અને ઉદ્યોગો માટે મોટી જાહેરાત: 100 ઇન્ડસ્ટ્રિયલ પાર્ક અને સ્મોલ હાઇડ્રો પાવર સ્કીમ

વડાપ્રધાન મોદીએ ખેડૂતોના હિત, કનેક્ટિવિટી અને ઔદ્યોગિક વિકાસ માટે કેબિનેટના નિર્ણયોની પ્રશંસા કરી છે. જાણો કપાસના MSP, BHAVYA યોજના અને હાઈવે પ્રોજેક્ટની સંપૂર્ણ વિગત.

Braking News

મંદિરો અને મઠોની નોંધણી થશે, સ્થાવર મિલકત જાહેર કરવી પડશે, આ રાજ્યમાં નવો આદેશ
મંદિરો અને મઠોની નોંધણી થશે, સ્થાવર મિલકત જાહેર કરવી પડશે, આ રાજ્યમાં નવો આદેશ
August 08, 2024

બિહાર સરકારે મંદિરો અને મઠોની નોંધણી કરાવવા માટે રાજ્યના તમામ જિલ્લાઓના ડીએમ એટલે કે જિલ્લા મેજિસ્ટ્રેટને સૂચનાઓ જારી કરી છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

તણાવના સમયે મહિલાઓ ચિપ્સ, આઈસ્ક્રીમ અને ફાસ્ટ ફૂડ તરફ કેમ વળે છે
તણાવના સમયે મહિલાઓ ચિપ્સ, આઈસ્ક્રીમ અને ફાસ્ટ ફૂડ તરફ કેમ વળે છે
July 26, 2023
શિવસેનાના મુખપત્રમાં આરોપ: પાર્ટીના પ્રતીક અને નામને સ્ટોરમાંથી ખરીદેલી મગફળીની જેમ ખરીદવામાં આવ્યા છે
શિવસેનાના મુખપત્રમાં આરોપ: પાર્ટીના પ્રતીક અને નામને સ્ટોરમાંથી ખરીદેલી મગફળીની જેમ ખરીદવામાં આવ્યા છે
February 20, 2023
રાજ્યસભાએ 12 સાંસદો વિરુદ્ધ વિશેષાધિકારના કથિત ભંગનો કેસ તપાસ માટે સમિતિને સોંપ્યો
રાજ્યસભાએ 12 સાંસદો વિરુદ્ધ વિશેષાધિકારના કથિત ભંગનો કેસ તપાસ માટે સમિતિને સોંપ્યો
February 20, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express