Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • જીટીયુ આઈડિયા લેબ દ્વારા ડિઝાઈન એન્જિનિયરીંગ વિષય પર 6 દિવસીય FDPનું આયોજન

જીટીયુ આઈડિયા લેબ દ્વારા ડિઝાઈન એન્જિનિયરીંગ વિષય પર 6 દિવસીય FDPનું આયોજન

આઈડીયાથી લઈને ઈનોવેશન અને તેની પેટન્ટ થકી ભારત ખરા અર્થમાં આત્મનિર્ભર થશે

Ahmedabad April 25, 2023
જીટીયુ આઈડિયા લેબ દ્વારા ડિઝાઈન એન્જિનિયરીંગ વિષય પર 6 દિવસીય FDPનું આયોજન

જીટીયુ આઈડિયા લેબ દ્વારા ડિઝાઈન એન્જિનિયરીંગ વિષય પર 6 દિવસીય FDPનું આયોજન

અમાદાવાદ : ઔદ્યોગીક ક્રાંતિ માટે અદ્યતન ટેક્નોલોજી પાયારૂપ એકમ છે. નવીનત્તમ ટેક્નોલોજીના  વિકાસ માટે રિસર્ચર્સ અને ઈનોવેટર્સને યોગ્ય તકો પૂરી પાડવી પણ ખૂબ જ જરૂરી છે. ઈનોવેટર્સને સહયોગી થવા અર્થે ઑલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ) દ્વારા દેશભરમાં 93 આઈડિયા લેબની સ્થાપના કરવામાં આવેલ છે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સહિત 3 આઈડિયા લેબ રાજ્યમાં કાર્યરત છે. જીટીયુ આઈડિયા લેબ દ્વારા પણ એઆઈસીટીઈના લક્ષ્યને સહભાગી થવા માટે સમયાંતરે રીસચર્સ અને ઈનોવેટર્સ માટે અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

તાજેતરમાં જ જીટીયુ આઈડિયા લેબ દ્વારા ડિઝાઈન એન્જિનિયરીંગ વિષય પર 6 દિવસીય ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામનું (FDP) આયોજન કરવામાં આવ્યું છે. આ સંદર્ભે જીટીયુના કાર્યકારી કુલપતિ પ્રો. ડૉ. પંકજરાય પટેલે જણાવ્યું હતું કે , આઈડીયા થી લઈને ઈનોવેશન અને તેની પેટન્ટ થકી ભારત ખરા અર્થમાં આત્મનિર્ભર થશે. આઈડિયાલેબ ઈનોવેટર્સના આઈડિયાને માર્ગદર્શન પૂરું પાડીને સમસ્યાના સમાધાનરૂપી ઈનોવેશન કરવામાં સહયોગી થાય છે. કાર્યક્રમના ઉદ્ધાટન પ્રસંગે  જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેર , જીટીયુ જીસેટના ડાયરેક્ટર અને આઈડિયા લેબના ચીફ મેન્ટર પ્રો. ડૉ. એસ. ડી. પંચાલ , કો-ઓર્ડિનેટર ડૉ. એસ. કે, હડિયા , મુખ્ય મહેમાન સ્થાને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઈનના પ્રો. ભાવીન કોઠારી અને તજજ્ઞ તરીકે આઈનોડેસ્કના ફાઉન્ડર શ્રી કરમજીતસિહ ભીલોહા ઉપસ્થિત રહ્યા હતાં.
 
જીટીયુ સંલગ્ન કોલેજોના કુલ 43 ફેકલ્ટીઝ FDPમાં હાજર રહીને તજજ્ઞો દ્વારા માર્ગદર્શન મેળવશે. આઈડિયા લેબના મૂળ હેતુ અનુસાર વિજ્ઞાન , ગણિત , એન્જિનિયરીંગ અને ટેક્નોલોજી ક્ષેત્રના ઈનોવેટર્સ એક સાથે મળીને દરેક જનસામાન્યને અસરકારક સમસ્યાના સમાધાનરૂપી આઈડિયાને ઈનોવેશનમાં રૂપાંતરીત કરવા માટે કાર્યરત રહેશે. આ FDP અંતર્ગત કોવિડ-19 અને વેસ્ટ મેનેજમેન્ટ વિષય પર પ્રોબ્લેમ - સોલ્વીંગ બાબતે કાર્ય કરવામાં આવશે. આ ઉપરાંત 6 દિવસીય પ્રોગ્રામ દરમિયાન તજજ્ઞો દ્વારા ક્રિએટીવ થીંકિંગ , મટેરીયલ એક્સપ્લોરેશન, 3-ડી મોડેલિંગ, રેપીડ પ્રોટોટાઈપીંગ, ઈનોવેશન પ્રોસેસ, સ્કેચીંગ, પ્રોબ્લેમ સોલ્વીંગ અને ઈન્ટલ એક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ (IPR) જેવા વિષયો પર તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. જીટીયુના કુલપતિ અને કુલસચિવે કૉ- ઓર્ડિનેટર પ્રો. રાજ હકાણી , પ્રો. નિલેષ શર્મા અને શ્રી પ્રિયા મિશ્રાને સફળ આયોજન માટે શુભકામના પાઠવી હતી.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત
gandhinagar
March 17, 2026

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત

ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.

Braking News

ઉત્તરાખંડે મત્સ્યઉદ્યોગ વિકાસ માટે શ્રેષ્ઠ રાજ્ય પુરસ્કાર જીત્યો
ઉત્તરાખંડે મત્સ્યઉદ્યોગ વિકાસ માટે શ્રેષ્ઠ રાજ્ય પુરસ્કાર જીત્યો
November 22, 2024

વિશ્વ મત્સ્યઉદ્યોગ દિવસ, 21 નવેમ્બરના રોજ, ઉત્તરાખંડને હિમાલય અને ઉત્તર-પૂર્વીય રાજ્યોની શ્રેણીમાં નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડ (NFDB) દ્વારા પ્રતિષ્ઠિત શ્રેષ્ઠ રાજ્યનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લામાં ત્રણ નવા શહેરી આરોગ્ય કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લામાં ત્રણ નવા શહેરી આરોગ્ય કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું
February 21, 2023
"ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીમાં માનવીય ગુણોની નકલ કરવામાં AI ની મર્યાદાઓ"
February 05, 2023
તણાવના સમયે મહિલાઓ ચિપ્સ, આઈસ્ક્રીમ અને ફાસ્ટ ફૂડ તરફ કેમ વળે છે
તણાવના સમયે મહિલાઓ ચિપ્સ, આઈસ્ક્રીમ અને ફાસ્ટ ફૂડ તરફ કેમ વળે છે
July 26, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express