જબલપુરની સરકારી કોલેજની 70 વિદ્યાર્થિનીઓને બ્લેકમેઈલ કરી મોબાઈલ પર અશ્લીલ વીડિયો મોકલ્યો
કોલેજના પ્રિન્સિપાલે જણાવ્યું કે ફરિયાદના કારણે આજે આ બાબત તેમના ધ્યાન પર આવી છે. જબલપુરના મદન મહેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સાયબર સેલની મદદથી તપાસ કરવામાં આવી રહી છે.
જબલપુર: મધ્યપ્રદેશના જબલપુરમાં સરકારી ગર્લ્સ કોલેજની 70 વિદ્યાર્થીનીઓને બ્લેકમેઈલ કરવાનો મામલો સામે આવ્યો છે. વિદ્યાર્થિનીઓના મોબાઈલ ફોન પર અશ્લીલ વીડિયો મોકલવામાં આવ્યો હતો. વિદ્યાર્થિનીઓને વીડિયો સાથે લિંક કરવાની ધમકી આપીને બ્લેકમેલિંગ કરવામાં આવતું હતું. આરોપીઓ પોતાને પોલીસ કહેતા હતા. ગેંગના સભ્યોએ પોલીસના વેશમાં આવીને વિદ્યાર્થિનીઓ સાથે વાત કરી હતી.
મળતી માહિતી મુજબ માનકુંવરબાઈ કોલેજની 70 વિદ્યાર્થીનીઓ આ ગેંગનો શિકાર બની છે. 53 વિદ્યાર્થીનીઓએ ડરના માર્યા ગેંગને પૈસા પણ મોકલ્યા હતા. કોલેજના પ્રિન્સિપાલે જણાવ્યું કે ફરિયાદના કારણે આજે આ બાબત તેમના ધ્યાન પર આવી છે. જબલપુરના મદન મહેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સાયબર સેલની મદદથી તપાસ કરવામાં આવી રહી છે.
દિલ્હીના સુભાષ મોહલ્લામાં 28 વર્ષીય યુવક શાકીરની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં 6 સગીરોની અટકાયત કરી છે, જેમણે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
આસામના ચિરાંગ જિલ્લામાં ભયાનક હત્યા: 60 વર્ષના પતિએ પોતાની પત્નીનું ગળું કાપી પોલીસ સ્ટેશન પહોંચ્યો. આ ચોંકાવનારી ઘટનાની સંપૂર્ણ માહિતી, પોલીસ તપાસ અને પરિવારના નિવેદનો જાણો.
બહરાઇચમાં 9મા ધોરણના વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી. વિદ્યાર્થીને પડોશની એક છોકરી સાથે અફેર હતું. પ્રેમિકાના ભાઈએ વિદ્યાર્થીની હત્યા કરી.