Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • અમદાવાદ-સુરતમાં 8,000 લોકો પાસે હથિયાર! ગોપાલ ઇટાલિયાએ પોલીસ તંત્રની નિષ્ફળતા પર ઉઠાવ્યા સવાલ

અમદાવાદ-સુરતમાં 8,000 લોકો પાસે હથિયાર! ગોપાલ ઇટાલિયાએ પોલીસ તંત્રની નિષ્ફળતા પર ઉઠાવ્યા સવાલ

ગુજરાત વિધાનસભાના અંતિમ દિવસે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ રાજ્યની કાયદો-વ્યવસ્થા પર આકરા પ્રહાર કર્યા છે. સરકાર દ્વારા અપાયેલા જવાબ મુજબ અમદાવાદ અને સુરતમાં અંદાજે 8,000 લોકો પાસે હથિયારના લાયસન્સ છે અથવા તેમણે માંગણી કરી છે. 

Ahmedabad March 25, 2026
અમદાવાદ-સુરતમાં 8,000 લોકો પાસે હથિયાર! ગોપાલ ઇટાલિયાએ પોલીસ તંત્રની નિષ્ફળતા પર ઉઠાવ્યા સવાલ

અમદાવાદ-સુરતમાં 8,000 લોકો પાસે હથિયાર! ગોપાલ ઇટાલિયાએ પોલીસ તંત્રની નિષ્ફળતા પર ઉઠાવ્યા સવાલ

આજે વિધાનસભાના અંતિમ દિવસે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વિધાનસભા ખાતે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે ગુજરાત રાજ્યની કાયદો અને વ્યવસ્થા મુદ્દે ગૃહમંત્રી માટે એક સવાલ હતો. પરંતુ મારો પ્રશ્ન પ્રાથમિકતામાં આવરી લેવામાં આવ્યો નહીં, જેના કારણે ગૃહમાં આ પ્રશ્ન મુદ્દે ચર્ચા થઈ નથી પરંતુ સરકારનો જે જવાબ મળ્યો છે તે જવાબનું વિશ્લેષણ કરીને તેની માહિતી જનતા સુધી પહોંચાડવી જરૂરી છે. સરકાર સલામતીના બમણા ફૂંકતી હોય છે પરંતુ જે આંકડા સામે આવ્યા છે તેનાથી આંખો ફાટી જાય એવી સ્થિતિ છે. મારો સવાલ હતો કે અમદાવાદ અને સુરત જિલ્લામાં કેટલા લોકો પાસે હથિયારના લાયસન્સ છે અને કેટલા લોકોએ નવા લાયસન્સ માંગ્યા. ત્યારબાદ જે જવાબ સામે આવ્યો તેનાથી લાગશે કે આપણે ત્યાં બિહાર જેવો માહોલ છે. સુરતમાં 2,882 લોકો પાસે હથિયારના લાયસન્સ છે અને 185 કરતાં વધુ લોકોએ નવા હથિયારના લાયસન્સ માંગ્યા છે. અમદાવાદમાં 5231 લોકો પાસે હથિયારના લાયસન્સ છે બીજા 325 જેટલા લોકોએ નવા હથિયારના લાયસન્સ માંગ્યા છે. તો અમદાવાદ અને સુરતના મળીને 8,000 લોકો પાસે હથિયારના લાયસન્સ છે અથવા માંગ્યા છે એનો મતલબ એવો થાય છે કે લોકોને સરકાર પર અને કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર તથા પોલીસ તંત્ર પર કોઈ ભરોસો નથી. એટલે આ લોકોએ પોતાના સ્વરક્ષણ માટે સરકાર પાસેથી હથિયારના લાયસન્સ માંગ્યા છે.

વધુમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે આટલી મોટી સરકાર, પોલીસ તંત્ર, મોટા ગૃહમંત્રી, એસઆરપી, હોમગાર્ડ, એસઓજી, CID, ક્રાઈમ બ્રાન્ચ છે, એટલે કે અનેક વ્યવસ્થાઓ હોવા છતાં પણ લોકોએ પોતાના રક્ષણ માટે બંદૂકો લઈને જ ફરવાનું, તો સરકારનો મતલબ શું? અને જો સ્વરક્ષણ લોકોએ જાતે જ કરવાનું હોય તો ફક્ત 8000 લોકોને શા માટે? આખા ગુજરાતના લોકોને રિવોલ્વર આપી દો. તો કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિનો આજે આ પ્રશ્નના જવાબમાં સરકારે જે જવાબ આપ્યો એ જવાબથી એ પણ સાબિત થાય છે કે ગુજરાતમાં લોકો જાનમાલની કે પ્રોપર્ટીની સલામતી નથી અનુભવતા માટે વધુમાં વધુ લોકો હથિયારના લાઇસન્સ માંગી રહ્યા છે. અને સરકારે પણ લાયસન્સ રદ કરવાના બદલે આપવાનું ચાલુ કર્યું છે. પોલીસનો ઉપયોગ સામાન્ય જનતાની સુરક્ષા માટે નહીં પણ વિપક્ષને દબાવવા માટે થાય છે. ગઈકાલે રાત્રે 2:00 વાગે અમદાવાદ શહેરના આગેવાન અમજદ ખાન પઠાણના ઘરે SOG પોલીસ ગયા, સવાર સુધી તમાશો કર્યો, ઘરની મહિલાઓને અડધી રાત્રે હેરાન કરવામાં આવી. આજે આખા ગુજરાતની પોલીસ જનતાની સુરક્ષા કરવાની જગ્યાએ ભાજપની સુરક્ષા કરે છે, ભાજપના નેતાઓના ઇશારે કામ કરે છે અને જનતા ભગવાન ભરોસે છે, જેથી લોકો હથિયારના  લાયસન્સ માંગી રહ્યા છે. સરકારે અને હર્ષ સંઘવીએ એ પણ સ્પષ્ટતા કરવી જોઈએ કે શા માટે આટલા લોકો હથિયારના લાયસન્સ લઈ રહ્યા છે અને શા માટે સરકાર આટલા બધા હથિયારના લાયસન્સને મંજૂરી આપે છે.

આમ આદમી પાર્ટી ગુજરાત
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

AAPનું ભવ્ય શક્તિ પ્રદર્શન: અમરેલીમાં હજારોની મેદની વચ્ચે કેજરીવાલ-ભગવંત માનનો હુંકાર
amreli
March 25, 2026

AAPનું ભવ્ય શક્તિ પ્રદર્શન: અમરેલીમાં હજારોની મેદની વચ્ચે કેજરીવાલ-ભગવંત માનનો હુંકાર

અમરેલીમાં આયોજિત આમ આદમી પાર્ટીની 'વિજય વિશ્વાસ સભા' માં રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન એ ભાજપ સરકારના 30 વર્ષના શાસન પર આકરા પ્રહાર કર્યા છે. કેજરીવાલે ખેડૂતોના પાક નુકસાન પેકેજ, મોંઘવારી અને ભ્રષ્ટાચારના મુદ્દા ઉઠાવી પંજાબની જેમ ગુજરાતમાં પણ મફત વીજળી અને મહિલાઓને દર મહિને ₹1,000 આપવાની ગેરંટી આપી છે. 

પંજાબમાં બદલાવની લહેર: 'ડ્રગ્સ સામે યુદ્ધ' અભિયાનથી યુવાનોને મળ્યું નવું જીવન અને ગૌરવપૂર્ણ રોજગાર
punjab
March 25, 2026

પંજાબમાં બદલાવની લહેર: 'ડ્રગ્સ સામે યુદ્ધ' અભિયાનથી યુવાનોને મળ્યું નવું જીવન અને ગૌરવપૂર્ણ રોજગાર

પંજાબ સરકાર દ્વારા ચલાવવામાં આવતા 'ડ્રગ્સ સામે યુદ્ધ' અભિયાન હેઠળ રાજ્યના યુવાનોમાં અભૂતપૂર્વ પરિવર્તન જોવા મળી રહ્યું છે. આ વ્યૂહરચના માત્ર તસ્કરો પર કાર્યવાહી કરવા સુધી મર્યાદિત નથી, પરંતુ વ્યસનનો ભોગ બનેલા યુવાનોને તબીબી સારવાર, કાઉન્સેલિંગ અને ત્યારબાદ રોજગાર સહાય આપીને તેમને સામાજિક મુખ્ય પ્રવાહમાં પાછા લાવવામાં આવી રહ્યા છે. 

ગરીબોના નામે ખર્ચાનો ખેલ બંધ કરવા જનતાને નિર્ણય લેવાનો સમય : ગોપાલ ઇટાલિયા
ahmedabad
March 25, 2026

ગરીબોના નામે ખર્ચાનો ખેલ બંધ કરવા જનતાને નિર્ણય લેવાનો સમય : ગોપાલ ઇટાલિયા

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિવસે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સસ્તા અનાજની વિતરણ વ્યવસ્થામાં થતા અતિશય ખર્ચ મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે "સોના કરતાં ઘડામણ મોંઘું" હોવાનો ઘાટ સર્જાયો હોવાના આક્ષેપ સાથે સરકારની નીતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

Braking News

iPhoneના ચાહકો માટે સારા સમાચાર, iPhone 15 લૉન્ચ થતાં જ iPhone 14ની કિંમતમાં ઘટાડો, જાણો નવીનતમ કિંમત
iPhoneના ચાહકો માટે સારા સમાચાર, iPhone 15 લૉન્ચ થતાં જ iPhone 14ની કિંમતમાં ઘટાડો, જાણો નવીનતમ કિંમત
September 13, 2023

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, કંપનીએ iPhone 14 અને iPhone 14 Plusને અનુક્રમે રૂ. 79,900 અને રૂ. 89,900ની શરૂઆતની કિંમતે રજૂ કર્યા હતા.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

StockDaddyના સ્થાપક આલોક કુમારે યુવા સાહસિકોને સશક્ત બનાવવા પુસ્તક '1 બિલિયન'નું વિમોચન કર્યું
StockDaddyના સ્થાપક આલોક કુમારે યુવા સાહસિકોને સશક્ત બનાવવા પુસ્તક '1 બિલિયન'નું વિમોચન કર્યું
February 22, 2023
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝાણુ ગામમાં દેરાણી જેઠાણીની હત્યાનો ભેદ ઉકેલ્યો
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝાણુ ગામમાં દેરાણી જેઠાણીની હત્યાનો ભેદ ઉકેલ્યો
February 21, 2023
હોમ લોન EMI કેલ્ક્યુલેટર: એક સરળ માર્ગદર્શિકા-2023
હોમ લોન EMI કેલ્ક્યુલેટર: એક સરળ માર્ગદર્શિકા-2023
April 14, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express