નર્મદા જિલ્લાનાં નાંદોદનાં ધાનપોર ગામ ખાતે ગ્રામસભા યોજાઈ
ગ્રામ પંચાયત કક્ષાએ ગ્રામસભા મળે અને પંચાયત વિકાસ સૂચકાંકનો ઉદેશો સિધ્ધ થાય તેમજ વધુને વધુ લોકભાગીદારીથી ગ્રામસભાનું સરળતા પૂર્વજ સંચાલન થાય તે હેતુથી
આજરોજ નાંદોદ તાલુકાના ધાનપોર ગામ ખાતે ગ્રામસભા યોજી હતી.
રાજપીપળા: ગ્રામ પંચાયત કક્ષાએ ગ્રામસભા મળે અને પંચાયત વિકાસ સૂચકાંકનો ઉદેશો સિધ્ધ થાય તેમજ વધુને વધુ લોકભાગીદારીથી ગ્રામસભાનું સરળતા પૂર્વજ સંચાલન થાય તે હેતુથી આજરોજ નાંદોદ તાલુકાના ધાનપોર ગામ ખાતે ગ્રામસભા યોજી હતી.
તલાટી સુશ્રી રિધ્ધી દ્વારા ગ્રામનો સમક્ષ ગરીબી મુક્ત અને રોજગારી ઉન્નત ગામ, સ્વસ્થ ગામ,
આત્મનિર્ભર આધારરૂપ વ્યવસ્થા ધરાવતુ ગામ, સામાજિક રીતે સુરક્ષિત ગામ, પૂરતુ પાણી ધરાવતુ ગામ, સ્વચ્છ અને હરિયાળુ ગામ, મહિલા મૈત્રીપૂર્ણ ગામ, બાળ મૈત્રીપુર્ણ ગામ, સુશાસિત ગામ બનાવવા અંગે વિસ્તૃતમાં માહિતી આપી હતી. ઉપરાંત ગામમાં માળખાકીય સુવિધાઓ માટે સંબંધિત વિભાગો દ્વારા કયા કયા પગલા લેવાયા છે. જેમાં બાકી રહી ગયેલ સુવિધાઓ અંગે ગ્રામજનોએ રજૂઆત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, નાંદોદ તાલુકાનાં રાજુવાડીયા, રાણીપરા, રૂંઢ, રસેલા, જુનારાજ,
પ્રતાપનગર, ભચરવાડા, ભુછાડ, પ્રતાપપરા અને ગરુડેશ્વર તાલુકાનાં અકતેશ્વર, ટીમરવા, નવા વાઘપરા, ભીલવશી, ગાડકોઈ, ગડોદ, પીછીપુરા, ઉંડવા, મોખડી તેમજ તિલકવાડા તાલુકાનાં ચુંડેશ્વર, ઉચાદ, રતુડીયા, નમારીયા જયારે સાગબારા તાલુકાનાં ઉભારીયા, સોરાપાડા, મોવી, નાલ, ભાદોડ, પરોઢી ગામ ખાતે પણ ગ્રામસભા યોજાઈ હતી.
ધાનપોર ગામ ખાતે યોજાયેલી ગ્રામસભામાં ગામનાં સરપંચ શ્રીમતી દક્ષાબેન વસાવા,
ઉપસરપંચ શ્રી પટેલ પીયુષભાઈ, ગ્રામસેવક શ્રીમતી ચૌધરી જયશ્રીબેન, CHO સુશ્રી પટેલ અનુરાધા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."
"અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 27 લોકોનું સફળ રેસ્ક્યૂ. એર-કન્ડિશનરના યુનિટમાંથી શરૂ થયેલી આગે ગભરાટ સર્જ્યો. જાણો ફાયર બ્રિગેડની કામગીરી અને લેટેસ્ટ અપડેટ્સ."
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."