Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ગીર સોમનાથમાં 'એક તારીખ, એક કલાક' સૂત્ર સાથે જિલ્લા પંચાયત પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને સોમનાથ બીચ ખાતે મહાશ્રમદાન કાર્યક્રમ યોજાયો

ગીર સોમનાથમાં 'એક તારીખ, એક કલાક' સૂત્ર સાથે જિલ્લા પંચાયત પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને સોમનાથ બીચ ખાતે મહાશ્રમદાન કાર્યક્રમ યોજાયો

નવા સર્કિટ હાઉસ સામે સોમનાથ બીચની સામૂહિક સફાઈ કરી એકત્રિત કરાયો આશરે ૧૦ ટન કરતા વધુ કચરો, નકામા ટાયર, ઝબલાઓ, કપડાના ટૂકડાઓ, પ્લાસ્ટિકની ખાલી બોટલો સહિતના કચરાનો વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવશે નિકાલ.

Ahmedabad October 01, 2023
ગીર સોમનાથમાં 'એક તારીખ, એક કલાક' સૂત્ર સાથે જિલ્લા પંચાયત પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને સોમનાથ બીચ ખાતે મહાશ્રમદાન કાર્યક્રમ યોજાયો

ગીર સોમનાથમાં 'એક તારીખ, એક કલાક' સૂત્ર સાથે જિલ્લા પંચાયત પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને સોમનાથ બીચ ખાતે મહાશ્રમદાન કાર્યક્રમ યોજાયો

સ્વચ્છતા હી સેવા માસની ઉજવણી અન્વયે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી પહેલી ઓક્ટોબર ૨૦૨૩ના દિવસે દેશના તમામ વિસ્તારોમાં જન પ્રતિનિધિઓની આગેવાની હેઠળ "એક તારીખ એક કલાક" સૂત્ર સાથે મહાશ્રમદાન પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મંજુલાબહેન કાનાભાઈ મૂછારના અધ્યક્ષસ્થાને નવા સર્કિટ હાઉસ સામે સોમનાથ બીચ ખાતે ૧૦.૦૦ કલાકથી મહાશ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો.

આ તકે ઉપસ્થિત તમામ લોકોએ મહાશ્રમદાનમાં ભાગીદારી નોંધાવી અને સોમનાથ બીચની સામૂહિક સફાઈ કરી પ્લાસ્ટિક વેસ્ટ, નકામા ટાયર, ઝબલાઓ, કપડાના ટૂકડાઓ, પ્લાસ્ટિકની ખાલી બોટલો, કાચની નકામી બોટલ સહિતનો કચરો એકત્રિત કર્યો હતો. ચીફ ઓફિસરશ્રી ચેતન ડુડિયાએ જણાવ્યું હતું કે મહાશ્રમદાન અભિયાન હેઠળ  આશરે ૧૦ ટન કરતા વધુ કચરો એકત્રિત કરાયો હતો જેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે.

શ્રમદાનના આ મહાઅભિયાનમાં ઈન્ચાર્જ કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી રવિન્દ્ર ખતાલેએ જણાવ્યું હતું કે, સોમનાથ બીચ સહિત મહાશ્રમદાન થકી 'સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી' અને 'ઝીરો વેસ્ટ'ને પ્રોત્સાહન મળે તે પ્રકારના ઉમદા ધ્યેય સાથે સમગ્ર જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પણ જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે મહત્તમ લોકભાગીદારી જોવા મળી છે. આ જ રીતે પોતાનું ઘર અને આંગણું સહિત ગામ અને શહેરને પણ સ્વચ્છ રાખી 'આપણું શહેર, સ્વચ્છ શહેર' બનાવવા અને સ્વચ્છ અને સ્વસ્થ ભારતના નિર્માણમાં સહભાગી થવા અપીલ કરી હતી.

આ અભિયાનમા શ્રમદાન કરી બીચને સ્વચ્છ બનાવવા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી પલ્લવીબહેન જયદેવભાઈ જાની, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી દર્શનાબહેન ભગલાણી,  પ્રાંત અધિકારી શ્રી કે.વી.બાટી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પલ્લવીબહેન બારૈયા સહિત જિલ્લા વહીવટીતંત્રના કર્મચારીશ્રીઓ, અગ્રણી શ્રી ઝવેરીભાઇ ઠકરાર, માનસિંહભાઈ પરમાર સહિત જનપ્રતિનિધિશ્રીઓ, સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજરશ્રી વિજયસિંહ ચાવડા,  વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા, પોલીસતંત્રના કર્મચારીશ્રીઓ, આરોગ્યવિભાગ તેમજ સફાઈ કામદારશ્રીઓ, સંસ્કૃત યુનિવર્સિટી સહિતની શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ સહિત આસપાસના વિસ્તારના રહેવાસીઓની પણ બહોળા પ્રમાણમાં સહભાગીદારી રહી હતી.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત
gandhinagar
March 17, 2026

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત

ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.

Braking News

કેપિટલ સિટી ગાંધીનગર રોશનીથી ઝળહળી ઉઠ્યું
કેપિટલ સિટી ગાંધીનગર રોશનીથી ઝળહળી ઉઠ્યું
October 08, 2024

ગુજરાત વિધાનસભા, સચિવાલય, મહાત્મા મંદિર, સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન સહિત વિવિધ સરકારી ઈમારતો શણગારાઈ, શહેરીજનો નયનરમ્ય લાઈટિંગનો નજારો જોઈ અભિભૂત.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ગ્લો-ઇન-ધ-ડાર્ક એનિમલ્સ: બાયોલ્યુમિનેસેન્સની વિચિત્ર અને અદ્ભુત દુનિયાની શોધ
ગ્લો-ઇન-ધ-ડાર્ક એનિમલ્સ: બાયોલ્યુમિનેસેન્સની વિચિત્ર અને અદ્ભુત દુનિયાની શોધ
March 05, 2023
StockDaddyના સ્થાપક આલોક કુમારે યુવા સાહસિકોને સશક્ત બનાવવા પુસ્તક '1 બિલિયન'નું વિમોચન કર્યું
StockDaddyના સ્થાપક આલોક કુમારે યુવા સાહસિકોને સશક્ત બનાવવા પુસ્તક '1 બિલિયન'નું વિમોચન કર્યું
February 22, 2023
15 વર્ષ પછી, નક્સલાઇટ દંપતી આખરે હૈદરાબાદમાં પકડાયું
15 વર્ષ પછી, નક્સલાઇટ દંપતી આખરે હૈદરાબાદમાં પકડાયું
February 21, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express