નર્મદા જિલ્લાના ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષકની સંયુક્ત અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્વારા સ્વાગતમાં ઉપસ્થિત રહેલા ૦૮ જેટલા અરજદારોના પ્રશ્રનોને વાચા આપીને હકારાત્મક નિકાલ સાથે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું.
રાજપીપલા : નર્મદા જિલ્લાના ઇન્ચાર્જ કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ અને પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબેની સંયુક્ત અધ્યક્ષતામાં આજે જિલ્લા કલેક્ટર કચેરી
ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. નાગરિકોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ હેતુથી દર મહિનાના ચોથા ગુરૂવારે યોજાતા આ સ્વાગત કાર્યક્રમમાં આ વખતે કુલ ૧૨ અરજદારોએ પ્રશ્નો મૂક્યા હતા. જે પૈકી આજરોજ સ્વાગત કાર્યક્રમમાં ૦૮ જેટલા અરજદારો ઉપસ્થિત રહેતા તેમના પ્રશ્રનોને વાચા આપીને જિલ્લા વહીવટી તંત્ર અને સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
આજના આ સ્વાગત કાર્યક્રમમાં મુખ્યત્વે જિલ્લાના નાગરિકો દ્વારા નર્સિંગ મેડિકલ કોલેજની મેસ અને સિવિલ હોસ્પિટલ તેમજ તેને હસ્તક ચાલતી ચા- નાસ્તા અને ભોજનની વ્યવસ્થાના કેટરિંગના ટેન્ટરિંગ, સોલર એનર્જી અંતર્ગત સોલાર પેનલ, પીવાના પાણી, પશુ પાલ યોજના સહિતના વિવિધ પ્રશ્નોની લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.
આ તમામ અરજદારોને વ્યક્તિગત રીતે વિગતે સાંભળી ઉચ્ચ અધિકારીશ્રીઓએ અરજદારોની અરજીને આવકારી કેટલાંક પ્રશ્નોનો ત્વરિત સ્થળ પર નિવારણ કરી કેટલાંક નિતી વિષયક
પ્રશ્નોના યોગ્ય નિકાલ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી જરૂરી માર્ગદર્શન પણ પુરૂં પાડ્યું હતું. ઉપરાંત જિલ્લાના સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને અરજદારોની અરજીઓમાં આવતા અવરોધોનો યોગ્ય નિકાલ કરી ત્વરિત અસરથી નિરાકરણ લાવવા તાકિદ કરી જરૂરી સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં નાયબ વન સંરક્ષકશ્રી નિરજકુમાર, નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.એ.ગાંધી, નાંદોદના પ્રાંત અધિકારીશ્રી શૈલેશ ગોકલાણી સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ અને પોતાના
પ્રશ્નોના હકારાત્મક નિકાલ માટે જિલ્લાના અરજદારો હાજર રહ્યાં હતા.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."
"અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 27 લોકોનું સફળ રેસ્ક્યૂ. એર-કન્ડિશનરના યુનિટમાંથી શરૂ થયેલી આગે ગભરાટ સર્જ્યો. જાણો ફાયર બ્રિગેડની કામગીરી અને લેટેસ્ટ અપડેટ્સ."
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."