માંગરોલ ગામની વ્યાજબી ભાવની દુકાનમાં નર્મદા નદીના પુરથી મોટું નુકસાન
ઘઉં 104 કટ્ટા,ચોખા ૭૦ કટ્ટા, ખાંડ 15 કટ્ટા,, તેલ 26 કાર્ટુન, એમ ડી એમ, આઇસીડીએસ ચણા સહિતનો જથ્થો પાણીમાં ગરકાવ, ધાનપોર ગામ માં કેળ,પપૈયા, કપાસ,શેરડી,તુવર, શાકભાજી જેવા પાકોને મોટું નુકસાન,સાથે સાથે ડ્રીપની પાઈપ લાઈન, ઝટકા મશીન જેવો સામાન તણાઇ ગયો.
ભરત શાહ દ્વારા - રાજપીપળા : નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકાની માંગરોળ ગામની વ્યાજબી ભાવની દુકાનમાં નર્મદા નદીના પુરથી નુકસાન થયું છે. રવિવારે આખા માંગરોળ ગામમાં નર્મદાના પાણી ફરી વળ્યા હતા જેમાં આખું ગામ જાણે પાણીમાં ગરકાવ થયું હતું અનેક મકાનો માલસામાન ને મોટું નુકશાન થયું હતું ત્યારે માંગરોળ ગામની વ્યાજબી ભાવની દુકાનમાં પણ પુર નાં પાણી ભરાઈ જતાં રેશનકાર્ડ ધારકોને કાર્ડ પર આપવાનો અનાજનો લાખો રૂપિયાનાં જથ્થામાં પાણી ઘૂસી જતાં ગામમાં માલ બરબાદ થઈ ગયો હતો.
દુકાનદારે આ બાબતે મામલતદાર સહિતની કચેરીઓમાં જાણ કરી છે.આમ માંગરોળ ગામમાં પુરનાં પાણી ઘૂસ્યા બાદ તબાહી મચી હતી જેમાં અનેક લોકો ઘર વિહોણા બન્યા છે તો ધરતીપુત્રોનાં ખેતરોમાં પાણી ભરાઈ જતાં તમામ પાક ધોવાઈ જતાં ખેતીમાં મોટું નુકશાન થયું છે.
આવી સ્થિતિ નાંદોદ તાલુકાના અનેક ગામોમાં સર્જાઇ છે જેમાં ધાનપોર ગામમાં પણ ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોને મોટું નુકશાન થયું છે અને પાણીની આ કુદરતી આફત માં જે જે ગામોમાં પાણી ભરાયાં હતાં તે પાણી ઉતરતા હાલમાં ત્યાં બિહામણા દૃશ્યો જોવા મળ્યા હતા.
ધાનપોર ગામ માં કેળ, પપૈયા, કપાસ,શેરડી,તુવર, શાકભાજી જેવા પાકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે સાથે સાથે ડ્રીપની પાઈપ લાઈન, ઝટકા મશીન સહિતનો સામાન પણ પાણીમાં તણાઇ જતાં ખેડૂતો મુસીબતમાં મુકાયા છે અને સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે.
વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.
ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.
નિરંકારી મિશન દ્વારા ‘પ્રોજેક્ટ અમૃત’ અંતર્ગત દેશભરમાં ‘પાણીની રક્ષા, સૃષ્ટિની સુરક્ષા’ માટે ૧૬૦૦ થી પણ વધારે સ્થળો પર અને અમદાવાદ/ ગાંધીનગર ખાતે ત્રણ સ્થળ પર જળ સ્ત્રોતોની સફાઈનું અભિયાન.