હારીજ તાલુકાના અડિયા ગામે આવેલ અતિ પ્રાચીન અને સ્વયંભૂ દૂધેશ્વર શિવાલય ખાતે શ્રાવણી અમાવસ્યાના દિવસે લોકમેળો ભરાયો
મેળામાં આજુબાજુના ચંદ્રુમાણા ખારીઘારીયાલ માલસુંદ સાંકરા કુરેજા કુણઘેર સહિત પાટણ પંથકના લોકોએ મેળાનો લાભ લીધો હતો.
હારીજ તાલુકાના અડિયા ગામે આવેલ અતિ પ્રાચીન અને સ્વયંભૂ દૂધેશ્વર શિવાલય ખાતે શ્રાવણી અમાવસ્યાના દિવસે લોકમેળો ભરાયો હતો આ મેળામાં આજુબાજુના ચંદ્રુમાણા ખારીઘારીયાલ માલસુંદ સાંકરા કુરેજા કુણઘેર સહિત પાટણ પંથકના લોકોએ મેળા નો લાભ લીધો હતો.
આ મેળામાં ચકરડી ચકડોળ ખાણીપીણી ની દુકાનો મંડાઇ હતી કોઈપણ પ્રકારનું અનિશ્ચિતલીય ઘટના કે બનાવ ન બને તે માટે હારીજ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ દુધેશ્વર શિવાલય અઢીસો વર્ષે પહેલા ગાઢ જંગલ સમા વગડામાં નજીકમાં આવેલા ચંદ્રુમાણા ગામની ગાયો ચરવા માટે આવતી હતી એક ગાય એક વૃક્ષના ઝાડ નીચે તેના દૂધનો અભિષેક કરતી હતી રોજ આવી ઘટના બનતા ગાયના માલિક અને માલિક વચ્ચે ગાયના દૂધ માટે માથાકૂટ થઈ હતી કે તું અમારું દૂધ દોહી લે છે ક્યારે ગોવાળી એક દિવસ માલિકની સાથે રાખી આ ગાય ક્યાં જાય છે અને શું પરિસ્થિતિ સર્જાય છે તેનું નિરીક્ષણ કરતા આ ગાય હાલમાં જ્યાં દુધેશ્વર શિવાલય બનાવ્યો છે.
તે જગ્યા ઉપર વગડો હતો અને ત્યાં એક ઝાડ નીચે તેના દૂધનો અભિષેક કરતી હતી ગાય માલિક અને ગોવાળ બંને આશ્ચર્ય પામી ગયા ગયા જેની વાત નજીકમાં જ રહેતા ગેંડા ગીરીબાપુ ને કરતા તે જગ્યા ઉપર ખોદવામાં આવતા સ્વયં શિવલિંગ નીકળ્યું હતું અને પછી ત્યાં દુધેશ્વર મહાદેવ ની સ્થાપના નાના મંદિરથી કરાઈ હતી પરંતુ કે પછી ગાયકવાડ મહારાજા આ સ્થળ ઉપર આવ્યા હતા અને તેમણે દુધેશ્વર શિવાલય બનાવી આજુબાજુની 300 વીઘા જમીન દૂધેશ્વર મહાદેવ જાળવણી અને નિભાવ થાય તે માટે આપવામાં આવી હતી આજે આ જગ્યા દૂધેશ્વર મઠ જાગીર તરીકે ઓળખાય છે અને છેલ્લા ઘણા વર્ષોથી શ્રાવણ મહિનાની અમાવસ્યાના દિવસે મેળો ભરાય છે ને જેનો આજુબાજુના 10 થી 12 ગામના શિવભક્તો લાભ લઈને ધન્યતા અનુભવે છે.
"ગાંધીનગર મહાનગરપાલિકાને રૂ.88 કરોડની ગ્રાન્ટ! રોડ નવીનીકરણ, તળાવ વિકાસ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આંગણવાડી અને પુરાતત્વીય કિલ્લાના પુનઃસ્થાપન સહિતના 13 પ્રોજેક્ટ્સ વિશે વિગતે જાણો."
"અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલે 2.5 વર્ષમાં 50 સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી નવો ઇતિહાસ રચ્યો. જાણો ગુજરાતના આરોગ્ય ક્ષેત્રેની આ સિદ્ધિ, સરકારી યોજનાઓ અને દર્દીઓની પ્રેરણાદાયી વાર્તાઓ વિશે."
"ગુજરાત સરકારે પેન્શનર્સ માટે હયાતી ખરાઈ પ્રક્રિયા સરળ કરી! વૃદ્ધોને ઘરે જ નિ:શુલ્ક લાઈફ સર્ટિફિકેટ સેવા. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક સાથે MOU. વિગતો જાણો!"