ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને જીવંત કરતું સુરતના યુવા ઉદ્યમીનું ગેમિંગ સ્ટાર્ટઅપ
સુરતના યુવાન એન્ટરપ્રિન્યોર જેમિશ લખાણીએ વિદેશી ગેમ્સને ટક્કર મારે એવી બેટલ રોયલ સ્ટાઈલની સ્વદેશી ગેમિંગ એપ ‘સ્કારફોલ’ બનાવી.
મોબાઈલમાં ગેમ રમવી એ આબાલવૃદ્ધ સૌને પ્રિય હોય છે. આપણે જીવનમાં ક્યારેક ને ક્યારેક કેન્ડી ક્રશ, પઝલ્સ, બેટલ ફિલ્ડ, કાર રેસ જેવી મોબાઈલ રમી જ હશે. કીપેડ મોબાઈલમાં સ્નેક એન્ડ લેડર ગેમ્સ રમવાનો આનંદ આપણે સૌએ અચૂક લીધો છે. ઈન્ટરનેટ અને ડિજીટલ વર્લ્ડના વધતા પ્રભાવ વચ્ચે ગેમિંગનો નાનકડો શોખ આજે વિશાળ ઈન્ડસ્ટ્રીઝમાં પરિવર્તિત થયો છે. આજે લાખો લોકોને રોજગારી આપતી ગેમિંગ ઈન્ડસ્ટ્રી એક ગતિશીલ, સતત વિકસતું ક્ષેત્ર અને મનોરંજન, ટેકનોલોજી અને સર્જનાત્મકતાનું સંમિશ્રણ બન્યું છે.
હવે આધુનિક વિશ્વની ક્લાઉડ ગેમિંગ, વર્ચ્યુઅલ અને ઓગમેન્ટેડ રિયાલિટી (VR/AR) ગેમ્સનો યુગ પણ આવી ગયો છે. ડિજીટલ પ્લેટફોર્મ્સ પર જોવા મળતી મહત્તમ ગેમ્સ વિદેશી ટેક કંપનીઓ બનાવે છે, ત્યારે સુરતના યુવા ટેકસેવી ઉદ્યોગકાર જેમિશ લખાણી વિદેશી ગેમ્સને ટક્કર મારે એવી બેટલ રોયલ સ્ટાઈલની ‘સ્કારફોલ- ધ રોયલ કોમ્બેટ’ નામની સ્વદેશી ગેમિંગ એપ બનાવી વિદેશની જાયન્ટ ટેક કંપનીઓ સાથે હરિફાઈ કરી રહ્યા છે. એટલું જ નહીં, ‘સ્કારફોલ’માં દેશી લૂક સાથેના પાત્રોનું સર્જન કર્યું છે, જેમાં ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને વણી લીધી છે. દરેક ગુજરાતીને પોતીકી લાગે એવી FPS અને TPS મલ્ટીપ્લેયર શુટિંગની ગેમ એપ બનાવીને ગ્રામીણ સંસ્કૃતિ, ભાતીગળ પહેરવેશ, છકડો, ધોતિયું, પાઘડી, ભરતકામ સાથે રજવાડી આઉટફીટ, સાડી પહેરેલા પાત્રોનું સર્જન કર્યું છે. કેન્દ્ર સરકારની ‘ડિજીટલ ઇન્ડિયા આત્મનિર્ભર ભારત એપ ઈનોવેશન ચેલેન્જ-૨૦૨૦’માં દ્વિતીય ક્રમ મેળવ્યો હતો, ઉપરાંત ટેકઈન્ડિયા દ્વારા વર્ષ ૨૦૨૧ના શ્રેષ્ઠ ટેક સ્ટાર્ટઅપ વિજેતા બની હતી.
બાળપણથી મોબાઈલ, કમ્પ્યુટરમાં ગેમ રમવાના શોખીન એવા સુરતના યુવાન જેમિશ લખાણી મૂળ ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના જૂના રતનપુર ગામના વતની છે. તેમણે યુવાનવયે ગેમિંગ ઈન્ડસ્ટ્રીઝમાં આવનારી તકોને પારખી લીધી અને શોખને જ કારકિર્દી બનાવવાનો નિર્ણય કર્યો. આ નાનકડા વિચારને મોટું સ્વરૂપ આપતા જેમિશ લખાણીએ વર્ષ ૨૦૨૧માં ‘સ્કારફોલ ગેમિંગ" એપ શરૂ કરી. MIT- મહારાષ્ટ્ર ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી-પૂણેથી આઈ.ટી. એન્જિનીયરીંગનો અભ્યાસ કરનાર યુવા ટેકનોક્રેટ જૈમિશે વર્ષ ૨૦૧૨માં કોલેજકાળ દરમિયાન જાતે બનાવેલી ગેમ રમતા રમતા સ્વપ્નું સેવ્યું કે વિદેશી ગેમ્સમાં આપણી ભારતીય ગેમિંગ એપ બનાવીશ અને સાબિત કરીશ કે ભારતીય યુવાધન વિદેશી આઈ.ટી. ટાયકૂનથી કમ નથી. આ સંકલ્પ સાકાર કરવા પૂણેથી સુરત આવી ૪ મિત્રોની મદદથી ૨૦૨૦માં XSQUADS નામથી સ્ટાર્ટઅપ શરૂ કર્યું, જે આજે જોતજોતામાં ૪૦ કર્મચારીઓની કંપની બની ગઈ છે.
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા અને સમય પાલનતાને વધુ ઉત્તમ બનાવવાના ઉદ્દેશ્યથી અમદાવાદ મંડળથી પસાર થનારી કેટલીક ટ્રેનોની ગતિ વધારવામાં આવી છે, જેના ફળસ્વરૂપે આ ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટ્રેનોની વિગતો માટે વધુમાં વાંચો.
શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે આજરોજ દાતાશ્રીઓના સહયોગથી મળેલા 1 કરોડના દાનથી નિર્માણ પામેલ, 600 અબોલજીવો રહી શકે તેવા અત્યાધુનિક અને વાતાનુકૂલિત આશ્રય સ્થાનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા હેઠળ ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા અમલમાં મૂકાયેલ “જળ શક્તિ અભિયાન: કેચ ધ રેઇન – ૨૦૨૫” અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં “જળ સંચય જન ભાગીદારી” અભિગમને કેન્દ્રમાં રાખી રિચાર્જ કૂવા નિર્માણના કાર્યનો આજથી શુભારંભ થયો છે.