Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • વડોદરાનું એક એવું સરકારી આયુર્વેદિક દવાખાનું જ્યાં ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી પણ આવે છે દર્દીઓ

વડોદરાનું એક એવું સરકારી આયુર્વેદિક દવાખાનું જ્યાં ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી પણ આવે છે દર્દીઓ

સરકારી દવાખાનામાં માત્ર સામાન્ય દર્દીઓ જ નહી, સરકારી  અધિકારીઓ સાથે એલોપેથી તબીબો પણ આવે છે સારવાર માટે, તરસાલી સ્થિત આયુર્વેદિક દવાખાનામાં વૈદ્ય સારિકા  જૈન પાસે સારવાર કરાવવા માટે વહેલી સવારથી લાગે છે લાઇન.

Surat January 03, 2025
વડોદરાનું એક એવું સરકારી આયુર્વેદિક દવાખાનું  જ્યાં ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી પણ આવે છે દર્દીઓ

વડોદરાનું એક એવું સરકારી આયુર્વેદિક દવાખાનું જ્યાં ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી પણ આવે છે દર્દીઓ

વડોદરાની એક વ્યક્તિને વિચિત્ર કહી શકાય એવો રોગ થઇ ગયો. ગમે એટલા પ્રયત્ન કરે તો પણ આંખની પાપણ ઊંચી થાય જ નહી. આંખ ખુલ્લી રાખવા માટે પાપણને આંગળીથી પકડી રાખવી પડે અને તો જ જોઇ શકાય. આ રોગથી મુક્તિ મેળવવા માટે તેમણે ૧૫૦થી વધુ તબીબોને બતાવ્યું. દવાખાનામાં દાખલ થયા. પણ સારૂ ના થયું. તેમને માયસ્થેનિયા ગ્રેવીસની બિમારીનું નિદાન થયું. થાકી હારી તેઓ પહોંચ્યા વડોદરાના એક સરકારી આયુર્વેદિક દવાખાને થોડા દિવસોની સારવાર બાદ આ દર્દીથી તેમને મુક્તિ મળી.

પ્રથમ દ્રષ્ટિએ આ વાત માનવામાં ના આવે પણ સત્ય છે. વડોદરા શહેરના વાડી તરસાલી વિસ્તારમાં આવેલા સરકારી આયુર્વેદિક દવાખાનામાં એવી સારવાર થઇ રહી છે કે, ત્યાં સારવાર કરાવવા માટે દર્દીઓ વહેલી સવારથી લાઇન લગાવે છે. ત્યાં માત્ર વડોદરા કે ગુજરાતના અન્ય જિલ્લામાંથી જ નહી પણ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્રથી પણ દર્દીઓ આવે છે. તેનું કારણ છે ત્યાં કાર્યરત વેદ્ય શ્રીમતી સારિકા જૈન.

તેમની કર્તવ્યનિષ્ઠા અને સમર્પણને કારણે દર્દીઓમાં ભિષગવશતામાં વૃદ્ધિ થઇ છે. એલોપથીમાં અસાધ્ય ગણાતા, મનાતા અનેક પ્રકારની રોગની તેઓ સચોટ સારવાર કરે છે કે, સાજા થયેલા દર્દીઓને જોઇ અન્ય દર્દીઓ પણ આ સરકારી દવાખાને સારવાર માટે દોડી આવે છે. વડોદરા શહેર પૂર્વે શ્રીમતી જૈન જિલ્લામાં ભીલાપૂર ખાતે સરકારી આયુર્વેદિક દવાખાને ફરજ બજાવતા ત્યારે તો ટોકન વ્યવસ્થા રાખવી પડતી હતી. ટોકન મેળવવા માટે દર્દીઓના સંબંધીઓ આખી રાત ભીલાપૂરમાં રહે ત્યારે ટોકન મળે.

છેલ્લા ૨૦ વર્ષથી આયુર્વેદની પ્રેક્ટિસ કરતા શ્રીમતી સારિકા જૈન ૨૦૦૯થી રાજ્ય સરકારમાં આયુર્વેદિક મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેમણે જ્યાં જ્યાં ફરજ બજાવી ત્યાં ત્યાં દવાખાનામાં દર્દીઓની સંખ્યા વધી ગઇ. અત્યાર સુધીમાં તેમણે અંદાજે ત્રણ લાખથી વધુ દર્દીઓની સારવાર કરી છે. ભીલાપૂર ખાતે પ્રતિ દિન સરેરાશ એક સો દર્દીઓ અને વડોદરામાં તરસાલી ખાતે સવારમાં ૪૦ અને બપોર બાદ ૨૦ એમ બન્ને પાળી ઉપરાંત દવા આપવાના દર્દીઓ મળી ૮૦થી ૮૫ દર્દીઓને સેવા આપવામાં આવે છે. મજાની વાત તો એ છે કે, બાજુમાં આવેલા અર્બન પીએચસીમાં આ દવાખાના કરતા ઓછી ઓપીડી હોય છે !
આકૃતિ કથયતે ગુણાનામ્ એ નાતે આમ તો સારિકાબેન દર્દીઓને જોઇને જ કહી શકે કે દર્દીને ક્યો રોગ છે ? ઉદાહરણ તરીકે, એમના એક સાથી તબીબ પોતાના પરિજનને પેટમાં વાયુની ફરિયાદ સાથે સારવાર માટે આવ્યા. સારિકાબેને કહ્યું કે, દર્દીને પથરી છે. પહેલા તો તબીબ માન્યા નહી પણ સોનોગ્રાફી કરાવતા પથરીનું નિદાન થયું. ત્યારે પેલા તબીબ માન્યા !

તેઓ આધુનિક વિજ્ઞાન સાથે તાલ મેળવી દર્દીઓને જરૂરી તમામ રિપોર્ટ કરાવવાનો આગ્રહ રાખે છે. એ રિપોર્ટના આધારે જ દર્દીની સારવાર કરવામાં આવે છે. તેઓ સિદ્ધાંતોના ચુસ્ત આગ્રહી છે, ક્રમાનુસાર જ દર્દીઓનું નિદાન કરે. દર્દીઓ પાસે આહાર, વિહાર, વિચારની શુદ્ધિ, નિયમિતતાના કડક આગ્રહી છે.
એક સરકારી આયુર્વેદિક દવાખાનામાં આટલી મોટી સંખ્યામાં ઓપીડી રહે એ પહેલા આશ્ચર્યજનક વાત હતી. સરકારના વિવિધ અધિકારીઓ દ્વારા વખતોવખત મુલાકાત લેવામાં આવી ત્યારે ખબર પડી કે સારિકાબેનની નામના બહુ જ છે. એટલે ઓપીડી વધુ રહે છે. સામાન્ય રીતે એક સરકારી આયુર્વેદિક દવાખાનામાં વર્ષાંતે એકબે લાખની દવાઓની જરૂર પડે છે. પણ અહીં સાતઆઠ લાખ રૂપિયાની આયુર્વેદિક દવાની જરૂરત પડે છે. રાજ્ય સરકાર દ્વારા આ દવા સાવ વિનામૂલ્યે આપવામાં આવે છે. તરસાલીનું આ દવાખાનું રાજ્યમાં સૌથી વ્યસ્ત આયુષ કેન્દ્ર છે.
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ
ahmedabad
February 24, 2026

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ

વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા
bhavnagar
February 24, 2026

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા

ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.

જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ
ahmedabad
February 24, 2026

જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ

નિરંકારી મિશન દ્વારા ‘પ્રોજેક્ટ અમૃત’ અંતર્ગત દેશભરમાં ‘પાણીની રક્ષા, સૃષ્ટિની સુરક્ષા’ માટે ૧૬૦૦ થી પણ વધારે સ્થળો પર અને અમદાવાદ/ ગાંધીનગર ખાતે ત્રણ સ્થળ પર જળ સ્ત્રોતોની સફાઈનું અભિયાન.

Braking News

આરોગ્યની સભાનતા વધતા ભારતનું વોટર પ્યુરિફાયર માર્કેટ ચોમાસાની મોસમ દરમિયાન 32 ટકા વધ્યું
આરોગ્યની સભાનતા વધતા ભારતનું વોટર પ્યુરિફાયર માર્કેટ ચોમાસાની મોસમ દરમિયાન 32 ટકા વધ્યું
September 03, 2025

ચોમાસાની ઋતુમાં ગ્રાહકોએ પાણીની સુરક્ષા અને આરોગ્યની સલામતી પર ધ્યાન વધારતા ભારતનું વોટર પ્યુરિફાયર માર્કેટ અભૂતપૂર્વ વૃદ્ધિ જોઈ રહ્યું છે. સમગ્ર ભારતમાં લોકો આ બાબતને સૌથી વધુ પ્રાથમિકતા આપતા હોવાથી ક્રોમા ખાતે માંગમાં પણ આ પ્રકારનો વધારો જોવાઈ રહ્યો છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

આંખના સ્વાસ્થ્યનું ભવિષ્ય: ક્રાંતિકારી તકનીક જે તમારી આંખોને નુકસાન પહોંચાડશે નહીં
આંખના સ્વાસ્થ્યનું ભવિષ્ય: ક્રાંતિકારી તકનીક જે તમારી આંખોને નુકસાન પહોંચાડશે નહીં
April 04, 2023
 વિશ્વાસ, કુટુંબ અને ઉત્સવ: કેવી રીતે ધાર્મિક ઉજવણીઓ સમુદાયોને એકસાથે લાવે છે
વિશ્વાસ, કુટુંબ અને ઉત્સવ: કેવી રીતે ધાર્મિક ઉજવણીઓ સમુદાયોને એકસાથે લાવે છે
April 01, 2023
શાહરૂખ ખાને બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા
શાહરૂખ ખાને બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા
February 20, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express