Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • માતૃભાષા દિવસની પૂર્વ સંધ્યાએ ગાંધીનગરમાં ભવ્ય મહોત્સવ. મુખ્યમંત્રીએ 51 પુસ્તકોનું પ્રકાશન કર્યું

માતૃભાષા દિવસની પૂર્વ સંધ્યાએ ગાંધીનગરમાં ભવ્ય મહોત્સવ. મુખ્યમંત્રીએ 51 પુસ્તકોનું પ્રકાશન કર્યું

માતૃભાષા દિવસની પૂર્વ સંધ્યાએ ગાંધીનગરમાં માતૃભાષા મહોત્સવ! મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું – “માતૃભાષાના ગૌરવ સાથે અન્ય ભાષાઓ પ્રત્યે આદર જ આપણી સંસ્કૃતિ છે”. સાહિત્ય ગૌરવ પુરસ્કાર પ્રવીણ દરજી-માવજી મહેશ્વરીને, યુવા ગૌરવ અજય સોની-દિપક નંદાને. 51 પુસ્તકોનું પ્રકાશન – વિકસિત ગુજરાત માટે માતૃભાષાનું જતન જરૂરી. વિગતો જુઓ.

Gandhinagar February 20, 2026
માતૃભાષા દિવસની પૂર્વ સંધ્યાએ ગાંધીનગરમાં ભવ્ય મહોત્સવ. મુખ્યમંત્રીએ 51 પુસ્તકોનું પ્રકાશન કર્યું

માતૃભાષા દિવસની પૂર્વ સંધ્યાએ ગાંધીનગરમાં ભવ્ય મહોત્સવ. મુખ્યમંત્રીએ 51 પુસ્તકોનું પ્રકાશન કર્યું

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે માતૃભાષા દિવસની ગરિમામય ઉજવણીમાં સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, માતૃભાષાના ગૌરવ ગાન સાથે અન્ય ભાષાઓ પ્રત્યેનો આદર એ જ આપણી સંસ્કૃતિની અભિવ્યક્તિ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આપણી માતૃભાષા “અ”થી શરૂ થઈને સૌથી ટોપ પર “જ્ઞ” એટલે કે, જ્ઞાન સુધી વિસ્તરી છે. હૃદયના ભાવ અને સંવેદનાઓને ભાષાથી પ્રગટ કરવાનો આપણો પ્રયાસ માતૃભાષાના આવા સમૃદ્ધ જ્ઞાન દ્વારા જ વ્યક્ત થઈ શકે છે. આપણી ભાષા અને સંસ્કૃતિને જીવંત રાખી આગામી પેઢી સુધી પહોંચાડવી એ સમયની માંગ છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ વિશ્વ માતૃભાષા દિવસની પૂર્વ સંધ્યાએ ગાંધીનગરમાં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા યોજાયેલા માતૃભાષા મહોત્સવ અંતર્ગત સાહિત્ય ગૌરવ પુરસ્કારો અર્પણ કરવાનાં આવસરે રમતગમત, યુવક સેવાઓ અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના રાજ્ય મંત્રી શ્રી ડો.જયરામ ગામીતની ઉપસ્થિતીમાં સંબોધન કરી રહ્યા હતા. “મા, માતૃભૂમિ અને માતૃભાષાનો કોઈ જોટો જડે તેમ નથી” એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આ કથનનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રી કહ્યું કે, માતૃભાષાનું ગૌરવ કરનારો કોઈ પણ વ્યક્તિ તેમના માટે ગૌરવરૂપ છે.

આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે 2024ના વર્ષ માટેનો સાહિત્ય ગૌરવ પુરસ્કાર ગુજરાતી ભાષા માટે શ્રી પ્રવીણ દરજીને તથા કચ્છી ભાષા માટે શ્રી માવજી મહેશ્વરીને એનાયત કર્યો હતો.
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા યુવા લેખકો-સાહિત્યકારોને અપાતા યુવા ગૌરવ પુરસ્કાર અન્વયે અજય સોની અને દિપક નંદાને 2024ના વર્ષ માટેના ગુજરાતી તથા કચ્છી ભાષા સાહિત્ય માટેના પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ માતૃભાષાને સામૂહિક અસ્તિત્વ અને સ્વાભિમાનનું પ્રતિક ગણાવતાં કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓમાં આવું જ સ્વાભિમાન સોમનાથ સ્વાભિમાન પર્વ અને વિરાસતો તથા સંસ્કૃતિના પૂનરૂત્થાનથી જગાવ્યું છે. તેમણે વિકસિત ભારત 2047 માટેના વડાપ્રધાનશ્રીના વિઝનમાં પણ સંસ્કૃતિ, ભાષા અને જ્ઞાન પરંપરાના વિશેષ સ્થાનનો ઉલ્લેખ
કર્યો હતો. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણથી લીડ લેવા માતૃભાષા અને સંસ્કૃતિના જતન સંવર્ધનથી યોગદાન આપવા મુખ્યમંત્રીશ્રીએ સૌ માતૃભાષા પ્રેમીઓ, સાહિત્યરસિકો, લેખકો, સર્જકો અને પ્રબુદ્ધ નાગરિકોને આહવાન કર્યું હતું. આ તકે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જ્હાએ મુખ્યમંત્રીશ્રી સહિત ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું શાબ્દિક
સ્વાગત કર્યું હતું. આ અવસરે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા એક સાથે 51 જેટલા પુસ્તકોનું પ્રકાશન કરવામાં આવ્યું હતુ. 

આ કાર્યક્રમમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સચિવ શ્રી ડૉ. રાહુલ ગુપ્તા, ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ, સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી માધવ રામાનુજ, સંગીતકાર શ્રી શ્યામલ-સૌમિલ મુનશી અને સુ.શ્રી આરતી મુનશી તથા સાહિત્યકાર શ્રી તુષારભાઈ શુક્લ અને લોકગાયક શ્રી કીર્તિદાન ગઢવી સહિત મોટી સંખ્યામાં સાહિત્યકારો, ભાષાપ્રેમીઓ અને સાહિત્ય રસિકો ઉપસ્થિત રહ્યા હતા.

 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાતમાં મોટો માર્ગ અકસ્માત, વલસાડના કુંભ ઘાટમાં કાર-ટ્રક ટક્કરમાં 7 મોત
valsad
February 20, 2026

ગુજરાતમાં મોટો માર્ગ અકસ્માત, વલસાડના કુંભ ઘાટમાં કાર-ટ્રક ટક્કરમાં 7 મોત

વલસાડ જિલ્લાના કપરાડા કુંભ ઘાટમાં કાર-ટ્રક ભયાનક ટક્કરમાં 7 લોકોનાં મોત! 5 ઘટનાસ્થળે, 2 હોસ્પિટલમાં મૃત્યુ – 1 મહિલા, 1 યુવતી સહિત 7 મૃતકો. પ્રાથમિક તપાસમાં ઝડપ અને બેદરકારી આરોપ – પોલીસ-રાહત ટીમો ઘટનાસ્થળે, તપાસ ચાલુ. વિગતો જુઓ.

GSFC બાજવા સાઇડિંગ પર મોટી સિદ્ધિ, 54 રેકનું માસિક લોડિંગ રેકોર્ડ – રાજુ ભડકેએ અભિનંદન પાઠવ્યા
vadodara
February 20, 2026

GSFC બાજવા સાઇડિંગ પર મોટી સિદ્ધિ, 54 રેકનું માસિક લોડિંગ રેકોર્ડ – રાજુ ભડકેએ અભિનંદન પાઠવ્યા

વડોદરા મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકેએ GSFC બાજવા સાઇડિંગનું નિરીક્ષણ કર્યું. માલ લોડિંગને ગતિશીલ બનાવવા ઓટોમેશન-સુધારા પર ભાર, 54 રેકનું સર્વોચ્ચ માસિક લોડિંગ રેકોર્ડ બદલ અભિનંદન. 1.5 રેક/દિવસને 2 રેક/દિવસ કરવાનું લક્ષ્ય – 92% ઉત્પાદન રેલ માર્ગે. વિગતો જુઓ.

PDEUમાં Chem-O-Clave 2.0નું ભવ્ય આયોજન
ahmedabad
February 20, 2026

PDEUમાં Chem-O-Clave 2.0નું ભવ્ય આયોજન

PDEU ખાતે Chem-O-Clave 2.0 ટેકનિકલ કોન્ક્લેવનું ભવ્ય આયોજન. “સક્ષમ” થીમ હેઠળ ટકાઉ વિકાસ, ગ્રીન કેમિસ્ટ્રી અને ઉદ્યોગ-અકાદમી સહકાર પર ચર્ચા. રિલાયન્સના ડૉ. રક્ષ વિર જસ્રા, અંબુજાના શ્રેયાન ગુપ્તા, IOCLના વિજુ વિશ્વનાથ સહિત નિષ્ણાતોના પ્રવચનો – વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી સત્રો. વિગતો જુઓ.

Braking News

MI vs RCB WPL 2025 લાઈવ સ્કોર: સ્મૃતિ અને મેઘનાએ ચાર્જ સંભાળ્યો, મુંબઈ એ બોલિંગ પસંદ કરી
MI vs RCB WPL 2025 લાઈવ સ્કોર: સ્મૃતિ અને મેઘનાએ ચાર્જ સંભાળ્યો, મુંબઈ એ બોલિંગ પસંદ કરી
March 11, 2025

MI vs RCB WPL 2025 લાઈવ અપડેટ્સ: મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું. સ્મૃતિ મંધાના અને સબીનેની મેઘનાએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે શાનદાર શરૂઆત કરી હતી. નવીનતમ સ્કોર્સ, હાઇલાઇટ્સ અને સંપૂર્ણ મેચ વિગતો અહીં વાંચો.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

સોશિયલ મીડિયા પર મેસેજ ફોરવર્ડ કરતા પહેલા વિચારી લો, નહીં તો જેલ થઈ જશે!
સોશિયલ મીડિયા પર મેસેજ ફોરવર્ડ કરતા પહેલા વિચારી લો, નહીં તો જેલ થઈ જશે!
August 25, 2023
અદાણી પોર્ટ્સ મુખ્ય નાણાકીય સિદ્ધિ હાંસલ કરી: SBI મ્યુચ્યુઅલ ફંડને રૂ. 1500 કરોડની લોનની ચુકવણી કરી અને વ્યૂહાત્મક વિસ્તરણ યોજનાઓનું અનાવરણ કર્યું
અદાણી પોર્ટ્સ મુખ્ય નાણાકીય સિદ્ધિ હાંસલ કરી: SBI મ્યુચ્યુઅલ ફંડને રૂ. 1500 કરોડની લોનની ચુકવણી કરી અને વ્યૂહાત્મક વિસ્તરણ યોજનાઓનું અનાવરણ કર્યું
February 20, 2023
પ્રેમમાં બિલાડી અને કૂતરાની અદ્ભુત વાર્તા: જાતિઓથી આગળનો સંબંધ
પ્રેમમાં બિલાડી અને કૂતરાની અદ્ભુત વાર્તા: જાતિઓથી આગળનો સંબંધ
April 01, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express