Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ઉનાળાનાં વેકેશનમાં ગુજરાતના વિવિધ સ્થળોની મુસાફરી કરવાનો અનેરો અવસર

ઉનાળાનાં વેકેશનમાં ગુજરાતના વિવિધ સ્થળોની મુસાફરી કરવાનો અનેરો અવસર

રાજ્યના નાગરીકો ગુજરાતની કલા-સંસ્કૃતિ-પ્રવાસન સ્થળોની મુલાકાત કરી શકે તેમજ ઉદ્યોગ એકમો સાથે સંકળયેલા નાગરીકો ગુજરાતમાં પોતાના ઉદ્યોગને વિકસાવવા એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં ફરી શકે તે માટે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા ‘મન ફાવે ત્યાં ફરો’ યોજના શરૂ કરવામાં આવી છે. 

Gandhinagar April 23, 2025
ઉનાળાનાં વેકેશનમાં ગુજરાતના વિવિધ સ્થળોની મુસાફરી કરવાનો અનેરો અવસર

ઉનાળાનાં વેકેશનમાં ગુજરાતના વિવિધ સ્થળોની મુસાફરી કરવાનો અનેરો અવસર

ઉનાળાના વેકેશનમાં રાજ્યના નાગરીકો ગુજરાતની કલા-સંસ્કૃતિ-પ્રવાસન સ્થળોની મુલાકાત કરી શકે તેમજ ઉદ્યોગ એકમો સાથે સંકળયેલા નાગરીકો ગુજરાતમાં પોતાના ઉદ્યોગને વિકસાવવા એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં ફરી શકે તે માટે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા ‘મન ફાવે ત્યાં ફરો’ યોજના શરૂ કરવામાં આવી છે. છેલ્લા એક વર્ષમાં ‘મન ફાવે ત્યાં ફરો’ યોજનાનો સૌથી વધુ લાભ અમદાવાદ, રાજકોટ, મહેસાણા અને સુરતનાં મુસાફરોએ લીધો છે. જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં ૨૫૮૦ મુસાફરોના પાસ ઇસ્યુ કરીને નિગમે રૂ.૨૧ લાખથી વધુની આવક મેળવી છે, એમ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની યાદીમાં વધુમાં જણાવાયું છે.   

યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર આ યોજના હેઠળ મુસાફરોએ એસ.ટીની લોકલ-એક્સપ્રેસ-ગુર્જરનગરી બસોમાં સાત દિવસ મુસાફરી માટે પુખ્તવયના નાગરીકો રૂ.૧૫૯૫ અને ૪ દિવસની મુસાફરી રૂ.૯૩૫ ભરીને કરી શકે છે, જ્યારે બાળકો ૭ દિવસની મુસાફરી રૂ.૮૦૦ અને ૪ દિવસની મુસાફરી રૂ.૪૭૦ ભરી એસ.ટીની બસોમાં મુસાફરી કરી શકે છે.

મુસાફરોએ લક્ઝરી-નોન એ.સી સ્લીપર કોચમાં સાત દિવસની મુસાફરી કરવા પુખ્તવયના નાગરીકોએ રૂ.૧૮૭૦ અને ચાર દિવસની મુસાફરી કરવા રૂ.૧૦૪૫ ચૂકવવાના રહેશે જ્યારે બાળકોને ૭ દિવસની મુસાફરી કરવા રૂ.૯૩૫ અને ૪ દિવસની મુસાફરી રૂ.૫૨૫ ચૂકવવાના રહેશે.

AC સીટર બસોમાં પુખ્તવયનાં નાગરીકો સાત દિવસ મુસાફરી રૂ.૩૬૮૫ અને ૪ દિવસની મુસાફરી રૂ.૨૧૪૫ ભાડું આપીને કરવાની રહેશે. બાળકોએ સાત દિવસ મુસાફરી રૂ.૧૮૪૫ અને ચાર દિવસની મુસાફરી રૂ.૧૦૭૫ ભાડું આપીને કરવાની રહેશે. વોલ્વો સીટર બસ માટે પુખ્તવયના નાગરીકો સાત દિવસનું ભાડું રૂ.૫૬૧૦ અને ચાર દિવસની મુસાફરી રૂ.૩૨૪૫ ચૂકવીને કરી શકે છે. જ્યારે બાળકોએ સાત દિવસની મુસાફરી રૂ.૨૮૦૫ ચાર દિવસની મુસાફરી રૂ.૧૬૨૫ ખર્ચીને કરવાની રહેશે.

આ યોજનાનો લાભ નિગમના કોઈપણ બસ સ્ટેશન-કંટ્રોલ પોઈન્ટ ઉપરથી કામકાજના દિવસોમાં મેળવી શકાશે. આ યોજનાનો પાસ અન્ય વ્યક્તિને તબદિલ કરી શકાશે નહિ, પાસધારક પોતે જ પ્રવાસ કરી શકશે. પ્રવાસ રદ કરવાના સંજોગોમાં પાસ શરુ થવાના ૧ દિવસ અગાઉ પાસ રદ કરવામાં આવે તો જરૂરી કેન્સલેશન ચાર્જ કાપી બાકી રકમ પરત કરવામાં આવશે. નિગમની એક્સ્ટ્રા બસોમાં આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી. પ્રવાસ દરમ્યાન મુસાફરે ઓળખકાર્ડ અને પાસ સાથે રાખવાનો રહેશે તેમજ આ યોજનામાં પાસધારક પાસેથી ટોલટેક્ષની રકમ ફરજ ઉપરના કંડકટરે અલગથી વસુલ કરવાની રહેશે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ
ahmedabad
February 24, 2026

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ

વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા
bhavnagar
February 24, 2026

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા

ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.

જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ
ahmedabad
February 24, 2026

જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ

નિરંકારી મિશન દ્વારા ‘પ્રોજેક્ટ અમૃત’ અંતર્ગત દેશભરમાં ‘પાણીની રક્ષા, સૃષ્ટિની સુરક્ષા’ માટે ૧૬૦૦ થી પણ વધારે સ્થળો પર અને અમદાવાદ/ ગાંધીનગર ખાતે ત્રણ સ્થળ પર જળ સ્ત્રોતોની સફાઈનું અભિયાન.

Braking News

અન્નપૂર્ણા સહાય યોજના હેઠળ બાવન પ્રજ્ઞાચક્ષુ પરિવારોને અનાજકીટનું વિતરણ
અન્નપૂર્ણા સહાય યોજના હેઠળ બાવન પ્રજ્ઞાચક્ષુ પરિવારોને અનાજકીટનું વિતરણ
April 30, 2025

શ્રીમતી હીનાબેન મુકેશભાઈ ઓઝા, શહેનાઝબેન યાસીનઅલી વકીલ અને શ્રીમતી ચેતનાબેન પુનિતભાઈ ઓઝાનાં આર્થિક સહયોગથી અનાજકીટનું વિતરણ તા.૩૦/૦૪/૨૦૨૫ ને બુધવારના રોજ શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર ભાવનગર ખાતે બાવન પ્રજ્ઞાચક્ષુ  લાભાર્થીઓને કરવામાં આવ્યું. 

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાંચમી વખત T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાંચમી વખત T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે
February 20, 2023
ઉપરાષ્ટ્રપતિ ધનકરે દાયકાના અંત સુધીમાં ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની આગાહી કરી
ઉપરાષ્ટ્રપતિ ધનકરે દાયકાના અંત સુધીમાં ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની આગાહી કરી
February 24, 2023
શિયાળાની ઋતુમાં તમારી ત્વચામાં કુદરતી ચમક લાવવા માટે આ રીતે કરીના પાંદડાનો ઉપયોગ કરો
શિયાળાની ઋતુમાં તમારી ત્વચામાં કુદરતી ચમક લાવવા માટે આ રીતે કરીના પાંદડાનો ઉપયોગ કરો
November 13, 2024
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express