ખેડૂતોના અધિકાર માટે મહાસંગ્રામ! AAPની ચડોતર કિસાન મહાપંચાયત
30 નવેમ્બરે સવારે 10 વાગ્યે પાલનપુર ચડોતર પાસે AAPની વિશાળ કિસાન મહાપંચાયત. ઈસુદાન ગઢવીએ ખેડૂતો, માલધારીઓ, પશુપાલકોને અત્યાચાર વિરુદ્ધ એક થવા આહ્વાન કર્યું.
અમદાવાદ/બનાસકાંઠા/ગુજરાત : આમ આદમી પાર્ટી ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે સતત કિસાન મહાપંચાયતનું આયોજન કરી રહી છે. આમ આદમા પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વધુ એક કિસાન મહાપંચાયતનું એલાન કરતા જણાવ્યું હતું કે, 30 નવેમ્બરે સવારે 10:00 કલાકે પાલનપુરના ચડોતર પાસે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. બોટાદના કડદા કાંડથી શરૂ થયેલા આંદોલનને વેગ આપવા માટે આમ આદમી પાર્ટી વિવિધ જિલ્લાઓમાં કિસાન મહાપંચાયતનું આયોજન કરી રહી છે.
પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ભાજપ સતત ખેડૂતો સાથે અન્યાય કરતી આવી છે. જેના વિરોધમાં અને ખેડૂતોના સમર્થનમાં આમ આદમી પાર્ટી સતત કિસાન મહાપંચાયતનું આયોજન કરી રહ્યું છે. જેના ભાગરૂપે પાલનપુરના ચડોતર પાસે વધુ એક કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીનું સર્વ પ્રદેશ નેતૃત્વ ત્યાં હાજર રહેશે હું પણ ત્યાં હાજર રહીશ. હું સર્વ ખેડૂત ભાઈઓને વિનંતી કરું છું કે આપણે આપણા ખેડૂતોના મુદ્દે, માલધારીઓના મુદ્દે, પશુપાલકોના મુદ્દે, આપણી ઉપર સતત અત્યાચાર અને અન્યાય થઈ રહ્યો છે એના વિરોધમાં આપણે કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું છે.તો આ કિસાન મહાપંચાયતમાં ઉપસ્થિત રહેવા માટે સર્વ ખેડૂતોને હું આમંત્રણ પાઠવું છું.
આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સજ્જ છે. ઈસુદાન ગઢવીએ 12,000 બેઠકો પર મજબૂત ઉમેદવારો ઉતારવાની અને ટૂંક સમયમાં યાદી જાહેર કરવાની જાહેરાત કરી.
ગુજરાત વિધાનસભાને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે તમામ ધારાસભ્યોને ગૃહની બહાર ખસેડવામાં આવ્યા હતા. આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર અને ગૃહ વિભાગ સામે રોષ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું કે અગાઉ પણ હાઈકોર્ટ, શાળાઓ અને કોલેજોને આવી અનેક ધમકીઓ મળી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગુજરાત વિધાનસભામાં સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 240 કરોડ ફાળવવા છતાં સરકાર ગૃહમાં ચર્ચાથી ભાગી રહી છે. ઇટાલીયાએ ધારાસભ્યોને મળતી અઢી કરોડની ગ્રાન્ટમાં અસમાનતાનો મુદ્દો ઉઠાવી, ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે અલગ ગ્રાન્ટ પદ્ધતિની માંગ કરી છે.