26 ફેબ્રુઆરીએ “પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા” અંતર્ગત જામખંભાળિયાના ભાણખોખરી ખાતે જનસભા યોજાશે
26 ફેબ્રુઆરી સાંજે 6 વાગે જામખંભાળિયા ભાણખોખરી પાટિયા પાસે AAPની 'પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા' જનસભા. ઈસુદાન ગઢવી, પ્રવીણ રામ, મનોજ સોરઠીયા હાજર. પાક ભાવ, કડદા, હાઈ ટેન્શન, પશુપાલન મુદ્દે અવાજ. ખંભાળિયા-દ્વારકા વાસીઓ મોટી સંખ્યામાં પધારો.
અમદાવાદ : આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ખેડૂતોના વિવિધ મુદ્દાઓ પર નીકળેલી “પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા” અંતર્ગત 26 તારીખે સાંજે જામખંભાળિયાના ભાણખોખરીના પાટિયા પાસે સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તો ખંભાળિયાવાસીઓને અને દ્વારકા જિલ્લાના તમામ લોકોને હું આહવાન કરું છું કે આ સભામાં આપ સૌ પધારો. ખેડૂતોના અનેક મુદ્દાઓ છે, જેમ કે ભાવ નથી મળતા, સારી વ્યવસ્થા નથી, પશુપાલકોના પણ અનેક મુદ્દાઓ છે, ડેરી સંઘ નથી, ઉભા પાકમાં હાઈ ટેન્શન લાઈનો નાખવામાં આવે છે, પવનચક્કીઓના મુદ્દાઓ છે, એપીએમસીઓમાં કડદા થાય છે. આવા તમામ મુદ્દાઓને લઈને હું જામખંભાળિયાના ભાણખોખરીના ભાટિયા પાસે હું આવી રહ્યો છું.
પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, આ સભામાં આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા પ્રવીણ રામ તથા પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા પણ પધારી રહ્યા છે. તો 26 તારીખે સાંજે 6 વાગે મોટી સંખ્યામાં લોકોને પધારવા હું આમંત્રણ પાઠવું છું. પ્રવીણભાઈ રામ 108 દિવસ જેલમાં રહ્યા છે, તો આવતીકાલે તેમનું સન્માન પણ કરવામાં આવશે. દરેક ખેડૂતોના મુદ્દાઓ આપણે આ સભામાં ઉઠાવવાના છીએ તો મારી અપીલ છે કે વધુમાં વધુ સંખ્યામાં લોકો આ સભામાં હાજરી આપે.
આમ આદમી પાર્ટી ગુજરાત
આમ આદમી પાર્ટીના દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ આદિજાતિ વિકાસ બજેટમાં મોટી ગેરરીતિઓનો ખુલાસો કર્યો. વિધાનસભામાં મળેલા જવાબ મુજબ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ₹5,120 કરોડ આદિજાતિ બજેટમાંથી માત્ર 50% (~₹2,410 કરોડ) જ વપરાયા.
ગોંડલમાં AAP મહિલા નેતા જીગીશા પટેલ પર થયેલા જીવલેણ હુમલા મુદ્દે આમ આદમી પાર્ટીએ મોટું પગલું ભર્યું: રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશીની આગેવાનીમાં પોલીસ અધિક્ષકને આવેદનપત્ર સોંપાયું.
"આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વિધાનસભામાં પ્રેસ કોન્ફરન્સમાં આકરા શબ્દોમાં ભાજપ પર આરોપ લગાવ્યા કે AAP મજબૂત બનતાં ભાજપ ગુંડાગર્દી પર ઉતરી આવ્યું છે. રામાયણમાં રાવણ સાધુનો વેશ ધારણ કરીને આવતો હતો એમ ભાજપના ગુંડાઓ મહિલાઓને આગળ કરીને ગોંડલમાં AAP નેતા જીગીશા પટેલ પર કાયરતાપૂર્ણ હુમલો કરાવ્યો.