નર્મદા જિલ્લા ઈન્ચાર્જ ક્લેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
નર્મદા જિલ્લાના વિકાસ કાર્યોને વધુ ગતિશીલ બનાવવા અને પ્રજાના પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.વી.વાળાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી.
રાજપીપળા : નર્મદા જિલ્લાના વિકાસ કાર્યોને વધુ ગતિશીલ બનાવવા અને પ્રજાના પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.વી.વાળાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક
યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભિમસિંહ તડવી અને દેડિયાપાડાના ધારાસભ્યશ્રી ચૈતરભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભિમસિંહ તડવીએ તિલકવાડા તાલુકામાં આંગણવાડીના મકાનોના બાંધકામ, પીવાના પાણી, સરકારી આવાસ જર્જરિત થતાં તેને ઉતારી લેવા માટેની કાર્યવાહી, મકાનોના બાંધકામમાં મટિરિયલની ગુણવત્તા અંગે રજૂઆત કરતા સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે
વિગતવાર ચર્ચા કરી હતી.
દેડિયાપાડાના ધારાસભ્યશ્રી ચૈતરભાઈ વસાવાએ તેમના મત વિસ્તારના નાગરિકોના વિકાસ કામો જેવા કે, આંગણવાડીના બાળકોને અપાતા નાસ્તાની યોગ્ય ગુણવત્તા અને ચકાસણી, આદિમજૂથ આવાસ યોજનામાં લાભાર્થીઓને છેલ્લા હપ્તાના નાણાંની ચૂકવણી, ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ, કુંવરબાઈનું મામેરૂંના લાભાર્થીઓ, ખેતીવાડી વિસ્તારના વીજ જોડાણો, દેડિયાપાડા વન વિસ્તારમાં વનતલાવડીની બાબતો, માર્ગ મકના વિભાગ દ્વારા વન્ય વિસ્તારોમાં સ્ટ્રક્ચર નિર્માણ માટે વનવિભાગ પાસે મેળવવાની પરવાનગી જેવી બાબતો અંગેના પ્રજાજનોના પ્રશ્નો અધિકારીઓ સમક્ષ રજૂ કર્યા હતા.
ઈન્ચાર્જ કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.વી.વાળાએ જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓને પદાધિકારીશ્રીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્વો અને મુદ્દાઓને પ્રાથમિકતા આપી એક-બીજા વિભાગોના સંકલનમાં રહી તેને ઉકેલવા માટે ચોક્કસ આયોજન બનાવી અમલીકરણ કરવા સૂચના આપી હતી.
વધુમાં તેઓએ જિલ્લાના અમલીકરણ વિભાગોના અધિકારીશ્રીઓએ લોકઉપયોગી યોજનાઓને ધારાધોરણો મુજબ અમલમાં મૂકી પ્રજાને સીધો લાભ પહોંચાડવા અને સામાન્ય નાગરિકોની ફરિયાદોને સંવેદનશીલતાથી લઈને તેનો ઝડપી ઉકેલ લાવવાનો ઉપર ખાસ ભાર મૂક્યો હતો. આ બેઠકમાં નાયબ વન સંરક્ષકશ્રી અભય કુમાર, નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.કે.ઉંધાડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી વાય.એસ.ચૌધરી, પ્રાંત અધિકારીશ્રીઓ, નાયબ કલેક્ટરશ્રીઓ, જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નર્મદા જિલ્લામાં રવિ માર્કેટીંગ સીઝન 2026-27: ઘઉંની લઘુત્તમ ટેકાના ભાવે ₹2,585/- પ્રતિ ક્વિન્ટલ ખરીદી શરૂ. 1 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી VCE મારફતે ઓનલાઈન નોંધણી, ખરીદી 4 માર્ચથી 15 મે સુધી. બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ફરજિયાત – જરૂરી દસ્તાવેજો: આધાર, 7/12, 8/અ, બેંક વિગતો. હેલ્પલાઇન 8511171718/19. વિગતો જુઓ.
રાજકોટમાં ‘ઈઝ ઓફ લિવિંગ’નું નવું યુગ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, કન્વેન્શન સેન્ટર, લાયન સફારી પાર્ક, 50 MLD ફિલ્ટર પ્લાન્ટ અને 1010 EWS આવાસોનું નિર્માણ ઝડપથી આગળ વધી રહ્યું. ₹119 કરોડના આવાસોમાં રૂફટોપ સોલાર, ઓટો લિફ્ટ, ફાયર સિસ્ટમ સહિત સુવિધાઓ – વિગતો જુઓ.
વલસાડ જિલ્લાના કપરાડા કુંભ ઘાટમાં કાર-ટ્રક ભયાનક ટક્કરમાં 7 લોકોનાં મોત! 5 ઘટનાસ્થળે, 2 હોસ્પિટલમાં મૃત્યુ – 1 મહિલા, 1 યુવતી સહિત 7 મૃતકો. પ્રાથમિક તપાસમાં ઝડપ અને બેદરકારી આરોપ – પોલીસ-રાહત ટીમો ઘટનાસ્થળે, તપાસ ચાલુ. વિગતો જુઓ.