Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • વડોદરામાં સંચારી રોગ અટકાયત માટે સર્વેલન્સ અને સંકલન સમિતિની બેઠક મળી

વડોદરામાં સંચારી રોગ અટકાયત માટે સર્વેલન્સ અને સંકલન સમિતિની બેઠક મળી

વડોદરા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરશ્રી બીજલ શાહની અધ્યક્ષતામાં સંચારી રોગ અટકાયત માટે સર્વેલન્સ અને સંકલન સમિતિની બેઠક મળી હતી.

Vadodara June 07, 2024
વડોદરામાં સંચારી રોગ અટકાયત માટે સર્વેલન્સ અને સંકલન સમિતિની બેઠક મળી

વડોદરામાં સંચારી રોગ અટકાયત માટે સર્વેલન્સ અને સંકલન સમિતિની બેઠક મળી

વડોદરા : વડોદરા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરશ્રી બીજલ શાહની અધ્યક્ષતામાં સંચારી રોગ અટકાયત માટે સર્વેલન્સ અને સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં પાણીજન્ય રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા અટકાયતના પગલાઓ સાથે પાણી શુદ્વિકરણ અને દૂષિત ખાદ્ય પદાર્થોના નિકાલની કામગીરીની કલેક્ટરશ્રીએ વિસ્તૃત સમીક્ષા કરી હતી.

કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લામાં પાણીજન્ય અને સ્વાઈન ફ્લૂ જેવા રોગોની અટકાયત માટે પીવાના પાણીનું સમયાંતરે શુદ્ધિકરણ કરવા અધિકારીઓને તાકીદ કરી રોગચાળાને અટકાવવા પર ભાર મૂક્યો હતો. આ બેઠક સાથે જ કલેક્ટરશ્રીએ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ, મેલેરીયામુક્ત ગુજરાત અને હીટવેવ, ઋતુ પરિવર્તન અને રોગચાળા અટકાયત માટે પ્રિ-મોન્સૂન કામગીરીની વિસ્તૃત સમીક્ષા સહ ચર્ચા કરી હતી.

જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણીજન્ય રોગના નોંધાયેલા દર્દીઓ અને તેમને આપવામાં આવતી સારવારની સમીક્ષા કરતા જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરાએ પીવાના પાણીના સ્ત્રોતોની સ્વચ્છતા રાખવા તેમજ પાણીના ક્લોરીનેશન અને સુપર ક્લોરીનેશન કરવા જણાવ્યું હતું.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મીનાક્ષીબેન ચૌહાણે જણાવ્યું હતું કે, પાણીજન્ય રોગોની અટકાયત માટે જિલ્લામાં ૩૩,૪૧૬ જેટલા ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જિલ્લામાં વિવિધ સ્થળોએ ૯૯ જેટલા લીકેજ શોધી તેની મરામત કરવામાં આવી છે. જિલ્લા કક્ષાએ એપેડેમિક દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું તેમણે ઉમેર્યું હતું. આ બેઠકમાં તાલુકા આરોગ્ય અમલદારો સહિત સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

300 પંચાયત સીટો ખાલી, વિકાસ અટવાયો, ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકારને લલકારી
ahmedabad
February 23, 2026

300 પંચાયત સીટો ખાલી, વિકાસ અટવાયો, ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકારને લલકારી

જૂનાગઢ-ભાવનગરમાં 300+ સરપંચ-વોર્ડ સભ્ય સીટો ખાલી – અનામત-ઉમેદવાર ન મળતા! AAP MLA ગોપાલ ઇટાલિયાએ કહ્યું: ગ્રામ વિકાસ ઠપ્પ, ગ્રાન્ટનો દુરુપયોગ. ભાજપની નીતિઓને કારણે ગામોમાં અન્યાય.

ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
ahmedabad
February 23, 2026

ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ

યુનિયન બજેટમાં ગુજરાત રેલવેને અન્ય રાજ્યો કરતા સૌથી વધુ ₹17,366 કરોડ. 2009-14ના ₹589 કરોડથી 29 ગણો ઉછાળો. પશ્ચિમ ફ્રેટ કોરિડોર, અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રગતિ, 19 અમૃત સ્ટેશનો પૂર્ણ, વધુ વંદે ભારત-નમો ભારત. સુરક્ષા અને કનેક્ટિવિટીમાં નવી ગતિ.

ગુજરાતની હસ્તકલા વિશ્વમાં બ્રાન્ડ, વિધાનસભામાં મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલનું ભવ્ય ઉદ્ઘાટન
gandhinagar
February 23, 2026

ગુજરાતની હસ્તકલા વિશ્વમાં બ્રાન્ડ, વિધાનસભામાં મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલનું ભવ્ય ઉદ્ઘાટન

23થી 28 ફેબ્રુઆરી સુધી 10 સ્ટોલ્સ પર મહિલા કારીગરોના સ્વદેશી ઉત્પાદનોનું પ્રદર્શન-વેચાણ. અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું: આ મહિલાઓનું પરિશ્રમ અને આત્મનિર્ભરતાનું પ્રતીક છે. મનિષાબેન વકીલને અભિનંદન.

Braking News

સુમિતોમો ગ્રુપે ભારતમાં વિશ્વાસ વ્યક્ત કર્યો, SMICCમાં રૂ. 3,000 કરોડનું રોકાણ કર્યું
સુમિતોમો ગ્રુપે ભારતમાં વિશ્વાસ વ્યક્ત કર્યો, SMICCમાં રૂ. 3,000 કરોડનું રોકાણ કર્યું
December 26, 2024

આ રોકાણ SMICCની એસેટ અંડર મેનેજમેન્ટ (AUM)ને વધુ મજબૂત કરશે, જે 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં રૂ. 49,800 કરોડ સુધી પહોંચી ગયું હતું. આ વાર્ષિક ધોરણે 25.1% નો વધારો દર્શાવે છે. SMICC ને તેની સ્થાપના પછી કોઈપણ નાણાકીય વર્ષ માટે સૌથી વધુ રૂ. 4,300 કરોડનું રોકાણ મળ્યું છે.

 

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝાણુ ગામમાં દેરાણી જેઠાણીની હત્યાનો ભેદ ઉકેલ્યો
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝાણુ ગામમાં દેરાણી જેઠાણીની હત્યાનો ભેદ ઉકેલ્યો
February 21, 2023
મહિલાઓની સુરક્ષા માટે સ્માર્ટ સોલ્યુશન્સ: 8 ગેજેટ્સ અને એપ્સ વગર તમે જીવી શકતા નથી
મહિલાઓની સુરક્ષા માટે સ્માર્ટ સોલ્યુશન્સ: 8 ગેજેટ્સ અને એપ્સ વગર તમે જીવી શકતા નથી
April 04, 2023
એપલના વિઝનરી ફાઉન્ડર તરીકે સ્ટીવ જોબ્સના સક્સેસ મંત્રનું રહસ્ય
એપલના વિઝનરી ફાઉન્ડર તરીકે સ્ટીવ જોબ્સના સક્સેસ મંત્રનું રહસ્ય
July 26, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express