Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • નર્મદા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના અધ્યક્ષપદે હાથીપગા રોગ નિર્મુલન કાર્યક્રમ અંગે બેઠક યોજાઈ

નર્મદા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના અધ્યક્ષપદે હાથીપગા રોગ નિર્મુલન કાર્યક્રમ અંગે બેઠક યોજાઈ

નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે હાથીપગા રોગ નિર્મુલન અંગે તાજેતરમાં યોજાયેલી બેઠકને સંબોધતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુએ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પ્રસ્તૂત કરાયેલા સંપૂર્ણ પ્રેઝન્ટેશનને નિહાળીને વિભાગ સાથે સંબંધિત આરોગ્ય અધિકારીઓ- કર્મચારીઓ તેમજ તબીબોને કેટલાંક રચનાત્મક સૂચના કર્યા હતા.

Rajpipla January 29, 2024
નર્મદા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના અધ્યક્ષપદે હાથીપગા રોગ નિર્મુલન કાર્યક્રમ અંગે બેઠક યોજાઈ

નર્મદા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના અધ્યક્ષપદે હાથીપગા રોગ નિર્મુલન કાર્યક્રમ અંગે બેઠક યોજાઈ

રાજપીપલા : નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે હાથીપગા રોગ નિર્મુલન અંગે તાજેતરમાં યોજાયેલી બેઠકને સંબોધતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુએ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પ્રસ્તૂત કરાયેલા સંપૂર્ણ પ્રેઝન્ટેશનને નિહાળીને વિભાગ સાથે સંબંધિત આરોગ્ય અધિકારીઓ- કર્મચારીઓ તેમજ તબીબોને કેટલાંક રચનાત્મક સૂચના કર્યા હતા.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પન્નુએ હાથીપગા રોગ નાબૂદી સંદર્ભે દવાઓની યોગ્ય વિતરણ વ્યવસ્થા ગોઠવવા સાથે જિલ્લાના નાગરિકોને રોગ વિશે માહિતગાર કરવા માટે બહોળા પ્રચાર- પ્રસાર પર વિશેષ ભાર આપ્યો હતો. આ વેળાએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જે.ઓ.માઢક અને જિલ્લા એપેડેમિક અધિકારીશ્રી ડો. આર.એસ.કશ્યપે રોગના વિસ્તરણ અંગેની ઝીણવટપૂર્ણ માહિતીથી સંબંધિત વિભાગોના અધિકારી-કર્મચારીઓને માહિતગાર કર્યા હતા. વધુમાં સામુહિક દવા વિતરણ અભિયાન અંગે પણ ચર્ચા કરી હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે, આ રોગમાં સામાન્ય રીતે શરૂઆતમાં કોઈ લક્ષણો જોવા મળતા નથી પરંતુ લસીકાતંત્રને તે ખુબ નુકસાન કરે છે. તાવ, પીડા અને શરીરના અસરગ્રસ્ત ભાગમાં લાલાશ આવવુ તે લક્ષણો છે. ચેપ લાગ્યાના ૬ થી ૮ વર્ષ બાદ પગમાં સૂજન, લસીકા વાહિનીઓ ફૂલી જવી તેમજ હાઈડ્રોસીલ જોવા મળવી તેના હઠીલા લક્ષણો છે.

સામાન્ય રીતે માનવ શરીરમાં દાખલ થયેલા ફાઈલેરીયાનો પરોપજીવી પુખ્ત કૃમિઓ માઈક્રો ફાઈલેરીયાને (સૂક્ષ્મ કૃમિઓ) જન્મ આપે છે. જે ચેપ ધરાવતા વ્યક્તિની રક્ત વાહિનીઓમાં દાખલ થાય છે. આવી વ્યક્તિને મચ્છર કરડે તેમજ મચ્છરે ચૂસેલા લોહીમાં રહેલા માઈક્રો ફાઈલેરીયાની ૧૨ દિવસની અંદર વૃધ્ધિ થાય અને અન્ય વ્યક્તિને પણ ચેપ લાગી શકે છે. 

ચેપને રોકવા માટે કારગત ઉપાય

ફાઈલેરીયાનું જોખમ ધરાવતા વિસ્તારોમાં ૫-૬ વર્ષ સુધી દર વર્ષે એકવાર ફાઈલેરીયા વિરોધી દવાનો સીંગલ ડોઝ, ડાયઇથાઈલકાર્બામેઝીન (ડી.ઈ.સી.) અને આલ્બેન્ડાઝોલ એ બે દવાઓ સામુહિક રીતે ગળાવવામાં આવે ઉપરાંત મચ્છર ન કરડે તેની કાળજી રાખવી અતિ આવશ્યક છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત
gandhinagar
March 17, 2026

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત

ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.

Braking News

આચાર્ય દેવવ્રતજીની સાદગી, પ્રાથમિક શાળાના ઓરડામાં રાત વિતાવી – યોગ સાથે સવાર
આચાર્ય દેવવ્રતજીની સાદગી, પ્રાથમિક શાળાના ઓરડામાં રાત વિતાવી – યોગ સાથે સવાર
December 26, 2025

ગુજરાત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ લુણીવાવ પ્રાથમિક શાળાના ઓરડામાં રાત્રિ રોકાણ કર્યું – વહેલી સવારે બાળકો સાથે યોગાભ્યાસ, સાદગીનો સંદેશ.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

લીંબુના ઘણા ફાયદા: તમારે તમારા દૈનિક આહારમાં આ સાઇટ્રસ ફળ શા માટે સામેલ કરવું જોઈએ
લીંબુના ઘણા ફાયદા: તમારે તમારા દૈનિક આહારમાં આ સાઇટ્રસ ફળ શા માટે સામેલ કરવું જોઈએ
April 01, 2023
The Incredible Axolotl: એ સલામેન્ડર વિથ સુપરપાવર
The Incredible Axolotl: એ સલામેન્ડર વિથ સુપરપાવર
March 05, 2023
"ગોપનીયતા, પ્રગતિ અને બિગ ડેટા: ધ થ્રી-વે ટગ ઓફ વોર"
March 31, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express