Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ગંગેટ ગામે તીક્ષણ હથીયારના ઘા કરી આધેડ ખેડૂતની હત્યા, ગામમાં ભયનો માહોલ

ગંગેટ ગામે તીક્ષણ હથીયારના ઘા કરી આધેડ ખેડૂતની હત્યા, ગામમાં ભયનો માહોલ

ચાણસ્મા તાલુકાના ગંગેટ ગામે હત્યાની ઘટના બનતા ચાણસ્મા સહિત પંથકમાં ચક્ચાર મચી જવા પામી છે.

Ahmedabad February 15, 2024
ગંગેટ ગામે તીક્ષણ હથીયારના ઘા કરી આધેડ ખેડૂતની હત્યા, ગામમાં ભયનો માહોલ

ગંગેટ ગામે તીક્ષણ હથીયારના ઘા કરી આધેડ ખેડૂતની હત્યા, ગામમાં ભયનો માહોલ

ચાણસ્મા તાલુકાના ગંગેટ ગામે હત્યાની ઘટના બનતા ચાણસ્મા સહિત પંથકમાં ચક્ચાર મચી જવા પામી છે જેની હકીકત એવી છે કે  ચાણસ્માના તાલુકાના ગંગેટ ગામે ઠાકોર વાસમાં રહેતા ઠાકોર કાનાજી જગા જી ઉ.વ. ૫૮ રહે. ગંગેટ ચાણસ્મા જિ. પાટણ, તેમના સરા વાળા ખેતરમાં ધઉંના પાકને પીયત કરવા ગયા હતા. બીજા દિવસે સવાર સુધી ઘરે નહી આવતા મૃતકના નાના દિકરા રણજિતજી કાનાજી ખેતરે તપાસ કરવા ગયા હતા. તે દરમિયાન તેમના પિતાજી કાનાજી ઠાકોર તેમના ખેતરમાં એરંડાના ઢગલા પાસે ખાટલામાં લોહી લુહાણ હાલતમાં પડેલા જોતા ગભરાઇ ગયેલા મૃતકના દિકરાએ તેમના પરિવાર સહિત ચાણસ્મા પોલિશને ઘટનાની જાણ કરતા ચાણસ્મા પોલિશ ઘટના સ્થળે દોડી આવી હતી.

ગંગેટ ગામે તીક્ષણ હથીયાર દ્વારા કરાયેલ આધેડ ખેડૂતની હત્યાની ઘટનાની જાણ ચાણસ્મા પોલિશને થતા ચાણસ્મા પી આઈ. એસ. એફ ચાવડા સહિત પોલિશ કાફલો ઘટના સ્થળે દોડી આવી લાશ નું પંચનામું કરી લાશ નું પી એમ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

૧ વર્ષ પહેલા ગામ ના ઇસમ દ્વારા મૃતક કાનાજી ઠાકોરે ભાગથી વાવેતર કરેલ રાયડાનો તૈયાર મોલ સળગાવી દિધો હતો તે જ ઇસમે મૃતકના નાના દિકરા રણજિતજીને તારા ઘરના ગમે તેને મારી નાખીશ તેવી ધમકી મળી હતી.

મૃતક કાનાજી ઠાકોર ને ત્રણ પુત્રો (૧) લક્ષમણજી કાનાજી (૨) રમતુ જી કાનાજી ( ૩ ) રણજિતજી અને એક દિકરી (૪) સીતા બેન મળી ચાર સંતાનો છે જે પૈકી નાના દિકરા રણજિતજી એ જણાવ્યુ હતુ કે અમારા ગામના ઠાકોર ભરતજી વેચાતજીએ ગયા વર્ષે  અમારો રાયડાનો તૈયાર મોલ સળગાવી માર્યો હતો અને ગઈ કાલે જ ભરતજી વેચાતજી એ તારા ઘરમાંથી એકને મારી નાખીશ તેવી ધમકી આપી હોવાથી (૧) ભરતજી  વેચાતજી (ર) પિતા વેચાત જી કુંવરજી (3)  કેશર બેન વેચાતજી (૪) ઠાકોર હેમતાજી મણાજી (પ) લાલાજી મણાજી એ મારા પિતાજીની હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરી હતી.

ઘટના અંગે તપાસ કર્તા પોલિશ અધિકારી શું કહે છે

ગંગેટ ગામની સીમમાં બનેલી આધેડ ખેડૂતની હત્યા કેસની તપાસ કરતા ચાણસ્મા પોલિશ અધિકારી એ ઘટના અંગેની જાણકારી આપતા જણાવ્યું હતું કે ઘટના સ્થળે પહોંચી ઘટનાની વિગતો મેળવી લાશનું પી એમ કરી મૃતકના દિકરા પાસે થી મળેલ હકીક્ત જેવી કે ૧ વર્ષ અગાઉ ગામના ઠાકોર ભરતજી વેચાત જીએ રાયડાનો તૈયાર મોલ સળગાવ્યો હતો અને બે દિવસ પહેલા ભરતજીએ મૃતકના દિકરાને તારા ધરના એ વ્યક્તિને મારી નાખીશ તેવી ધમકી આપતા અને ફરીયાદી એ ઠાકોર ભરતજી વેચાતીજીએ તેમના પતિની હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરી ફરીયાદ દાખલ કરતા હાલ ઠાકોર ભરતજી વેચાતજીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જણાવ્યું હતું.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

રાજકોટ મહાપાલિકા ચૂંટણી 2026: 'આપ' આપશે ભાજપને ટક્કર
rajkot
March 28, 2026

રાજકોટ મહાપાલિકા ચૂંટણી 2026: 'આપ' આપશે ભાજપને ટક્કર

રાજકોટ મહાપાલિકા ચૂંટણી 2026 માં 'આપ' 7% વધુ મત મેળવશે તો ભાજપ-કોંગ્રેસના સમીકરણો બદલાશે. જાણો ગત ચૂંટણીના ચોંકાવનારા આંકડા અને વિશ્લેષણ.
 

અમદાવાદ સિવિલમાં માનવતાનું નવું સરનામું: ₹60 કરોડના ખર્ચે તૈયાર થયું 858 બેડનું ભવ્ય 'રેનબસેરા'
ahmedabad
March 27, 2026

અમદાવાદ સિવિલમાં માનવતાનું નવું સરનામું: ₹60 કરોડના ખર્ચે તૈયાર થયું 858 બેડનું ભવ્ય 'રેનબસેરા'

અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્ય સરકાર દ્વારા ₹60 કરોડના ખર્ચે અત્યાધુનિક 'રેનબસેરા' તૈયાર કરવામાં આવ્યું છે. 24,436 ચો.મી.માં ફેલાયેલા આ 8 માળના ભવનમાં 858 બેડની ક્ષમતા છે, જે દર્દીઓના સગા-સંબંધીઓને રહેવા માટે સુરક્ષિત આશરો પૂરો પાડશે. અહીં 280 લોકોની ક્ષમતા ધરાવતી કેન્ટીન, આધુનિક રસોડું, બેંક ATM, લોકર રૂમ અને પાર્કિંગ જેવી હાઈટેક સુવિધાઓ ઉપલબ્ધ છે. 

CM ભૂપેન્દ્ર પટેલનો ઉદારતમ અભિગમ: રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્વાગતમાં રજૂઆતોનો ન્યાયિક ઉકેલ
gandhinagar
March 25, 2026

CM ભૂપેન્દ્ર પટેલનો ઉદારતમ અભિગમ: રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્વાગતમાં રજૂઆતોનો ન્યાયિક ઉકેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે માર્ચ-2026ના 'રાજ્ય સ્વાગત' કાર્યક્રમમાં 'નાગરિક દેવો ભવઃ'ના અભિગમ સાથે જનતાની સમસ્યાઓ સાંભળી હતી. આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાએ 100 થી વધુ, જિલ્લા કક્ષાએ 1218 અને તાલુકા કક્ષાએ 2294 રજૂઆતો પર યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીએ વૃદ્ધ માતાને પડતી હેરાનગતિ રોકવા, દાંતીવાડા યુનિવર્સિટીમાં બાળકો માટે શાળાનું બાંધકામ કરવા અને ખેડૂતોના જમીન સંપાદન તથા ખેતીના પ્રશ્નો ઉકેલવા વહીવટી તંત્રને સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા છે. 

Braking News

ICCએ 2023ની સર્વશ્રેષ્ઠ T20 ટીમની જાહેરાત કરી, 4 ભારતીયોને અપાયું સ્થાન, યાદીમાં નથી રોહિત-કોહલી
ICCએ 2023ની સર્વશ્રેષ્ઠ T20 ટીમની જાહેરાત કરી, 4 ભારતીયોને અપાયું સ્થાન, યાદીમાં નથી રોહિત-કોહલી
January 22, 2024

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ સોમવાર 22 જાન્યુઆરીએ 2023 ની સર્વશ્રેષ્ઠ પુરુષોની T20I ટીમની જાહેરાત કરી. કુલ 11 ખેલાડીઓમાંથી 4 ભારતીય છે. સૂર્યકુમાર યાદવને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

વ્યવસાય માટે Truecaller એ ગ્રાહકના અનુભવને વધારવા માટે નવી સંચાર સુવિધાઓ શરૂ કરી
વ્યવસાય માટે Truecaller એ ગ્રાહકના અનુભવને વધારવા માટે નવી સંચાર સુવિધાઓ શરૂ કરી
February 22, 2023
સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધી નો કેસ સાંભળવા વાળા જજનું કોંગ્રેસ કનેક્શન જાહેર: જાણો શું છે રહસ્ય
સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધી નો કેસ સાંભળવા વાળા જજનું કોંગ્રેસ કનેક્શન જાહેર: જાણો શું છે રહસ્ય
July 21, 2023
એપલના વિઝનરી ફાઉન્ડર તરીકે સ્ટીવ જોબ્સના સક્સેસ મંત્રનું રહસ્ય
એપલના વિઝનરી ફાઉન્ડર તરીકે સ્ટીવ જોબ્સના સક્સેસ મંત્રનું રહસ્ય
July 26, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express