Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • વ્યવસાયલક્ષી તાલીમ થકી સ્વરોજગારી પૂરું પડતું પ્લેટફોર્મ - ITI

વ્યવસાયલક્ષી તાલીમ થકી સ્વરોજગારી પૂરું પડતું પ્લેટફોર્મ - ITI

રાજ્યમાં વિવિધ ઉદ્યોગોને કુશળ માનવબળ ઉપલબ્ધ થાય તેમજ જુદા જુદા ક્ષેત્રે વિકસતી ટેકનોલોજી અંગે યુવાઓને તાલીમ આપી સ્વરોજગારી મેળવી શકે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આ રોજગારલક્ષી અભિયાનને વધુ બળ આપવા રાજ્યમાં ૨૮૮ સરકારી, ૧૦૦ ગ્રાન્ટ-ઇન-એઇડ અને ૧૬૮ સ્વનિર્ભર સંસ્થાઓ મળી કુલ ૫૫૬ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ-આઈ.ટી.આઈ. કાર્યરત છે. 

Gandhinagar July 28, 2025
વ્યવસાયલક્ષી તાલીમ થકી સ્વરોજગારી પૂરું પડતું પ્લેટફોર્મ - ITI

વ્યવસાયલક્ષી તાલીમ થકી સ્વરોજગારી પૂરું પડતું પ્લેટફોર્મ - ITI

રાજ્યમાં વિવિધ ઉદ્યોગોને કુશળ માનવબળ ઉપલબ્ધ થાય તેમજ જુદા જુદા ક્ષેત્રે વિકસતી ટેકનોલોજી અંગે યુવાઓને તાલીમ આપી સ્વરોજગારી મેળવી શકે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આ રોજગારલક્ષી અભિયાનને વધુ બળ આપવા રાજ્યમાં ૨૮૮ સરકારી, ૧૦૦ ગ્રાન્ટ-ઇન-એઇડ અને ૧૬૮ સ્વનિર્ભર સંસ્થાઓ મળી કુલ ૫૫૬ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ-આઈ.ટી.આઈ. કાર્યરત છે. આ ITIમાં અંદાજે ૨.૧૭ લાખ કરતાં વધુ બેઠકો પર વિવિધ વ્યવસાયિક તાલીમ સુવિધા આપવામાં આવે છે. આ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે ૭૯ રાષ્ટ્રીય કક્ષાના અને ૫૩ રાજ્ય કક્ષાના એમ કુલ ૧૩૨ અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. જેમાં વર્તમાન જરૂરિયાત મુજબના IOT, ડ્રોન પાઈલોટ, સોલર ટેક્નિશિયન સહિતના એન્જિનિયરિંગ-નોન એન્જિનિયરિંગ અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને શ્રમ-રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા આઈ.ટી.આઈ.માં અભ્યાસ કરતાં તાલીમાર્થીઓને અનેક સુવિધાઓ આપવામાં આવે છે. જેમ કે, અનુસૂચિત જાતિ-S.C., અનુસૂચિત જનજાતિ-S.T., દિવ્યાંગ તેમજ મહિલા ઉમેદવારોને ટ્યુશન ફીમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવે છે, જયારે અન્ય ઉમેદવારોએ માસિક માત્ર રૂ. ૧૦૦ ફી ચૂકવવાની હોય છે. આ ઉપરાંત તાલીમાર્થીઓને ૮૦ ટકા સરેરાશ હાજરી તથા આવક મર્યાદાને આધિન માસિક રૂ. ૫૦૦ સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે. ‘વિદ્યાસાધના સહાય યોજના’ હેઠળ મહિલા તાલીમાર્થીઓને વાલીની વાર્ષિક આવક મર્યાદા મુજબ સાયકલ સહાય પણ આપવામાં આવે છે. 

વધુમાં, આ તાલીમાર્થીઓને નિ:શૂલ્ક એસ.ટી બસ પાસ યોજના, ગુજરાત સામુહિક જૂથ અકસ્માત વીમા યોજના હેઠળ રૂ. ૪ લાખ સુધીનું વીમા કવચ, છાત્રાલયની સગવડ, બેંકેબલ લોન સહાય યોજના, પ્રાયોગિક તાલીમ માટે વિનામૂલ્યે રો-મટીરિયલ્સ જેવી વિવિધ સુવિધાઓ આપવામાં આવે છે. તદુપરાંત ઉનાળુ વેકેશનના સમયગાળા દરમિયાન શાળાના ધોરણ ૮ કે તેથી વધુ અભ્યાસ કરતા ૧ લાખ વિદ્યાર્થીઓને રાજયની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે ઉનાળુ સ્કિલ વર્કશોપની ટ્રેનીંગ પણ આપવામાં આવે છે.

વર્તમાન સમયમાં આપણા દેશમાં વિવિધ ક્ષેત્રોમાં ઔદ્યોગિકરણનો વ્યાપ સતત વધતાં આંતરરાષ્ટ્રીય કંપનીઓ પણ ગુજરાત સહિત સમગ્ર દેશમાં અનેક ઉદ્યોગો સ્થાપી રહી છે.  જેના પરિણામે વ્યવસાયલક્ષી શિક્ષણ મેળવી વ્યવસાયિક કૌશલ્ય પ્રાપ્ત કરનાર યુવાઓ માટે રોજગારી કે સ્વરોજગારી મેળવવાની વધુ ઉજળી તકો ઉપલબ્ધ થઈ રહી છે. રાજયમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ મારફતે અપાતી વ્યવસાયલક્ષી તાલીમ દ્વારા કૌશલ્ય પ્રાપ્ત કરનાર અનેક ઉમેદવારો આજે માત્ર દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ સારી એવી રોજગારી ઉપરાંત પોતાનો વ્યવસાય પણ કરી રહ્યા છે.

નોંધનીય છે કે, વિવિધ ઉદ્યોગો અને સેવાક્ષેત્રોની ઉત્પાદકતા-ગુણવત્તામાં સુધારો તેમજ વધારો થાય તે માટે કૌશલ્યવાન માનવબળ તૈયાર કરવાના હેતુસર કેન્દ્ર સરકારના ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેઈનીંગ વિભાગ દ્વારા ‘કારીગર તાલીમ યોજના’ અમલી કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ-NCVT અને ગુજરાત કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ-GCVT એમ મુખ્યત્વે બે પ્રકારના પેટર્ન ધરાવતા વ્યવસાયો અમલમાં છે. જેનું સંચાલન સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ-ITI, ગ્રાન્ટ-ઈન-એઈડ ઔદ્યોગિક તાલીમ કેન્દ્રો-GIA, સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થા-SF, સરકારી ટેકનિકલ હાઈસ્કૂલો વગેરે દ્વારા કરવામાં આવે છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

જલ જીવન મિશન 2.0: ગુજરાત સરકાર અને કેન્દ્ર વચ્ચે ઐતિહાસિક MOU, છેવાડાના માનવી સુધી પહોંચશે શુદ્ધ પાણી
gandhinagar
March 20, 2026

જલ જીવન મિશન 2.0: ગુજરાત સરકાર અને કેન્દ્ર વચ્ચે ઐતિહાસિક MOU, છેવાડાના માનવી સુધી પહોંચશે શુદ્ધ પાણી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વના MOU કરવામાં આવ્યા છે. આ મિશનનો મુખ્ય હેતુ વર્ષ 2028 સુધીમાં રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ મજબૂત, નિયમિત અને ટકાઉ બનાવવાનો છે. 

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

Braking News

પરીક્ષા પે ચર્ચા : તણાવથી કેવી રીતે દૂર રહેવું, પીએમ મોદી બાળકોને આપી રહ્યા છે ટિપ્સ
પરીક્ષા પે ચર્ચા : તણાવથી કેવી રીતે દૂર રહેવું, પીએમ મોદી બાળકોને આપી રહ્યા છે ટિપ્સ
January 29, 2024

PPC 2024: વિદ્યાર્થીઓનો 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમ આજે PM મોદી સાથે શરૂ થયો છે. આ દરમિયાન પીએમ મોદી દિલ્હીના ભારત મંડપમમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરી રહ્યા છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ચૂંટણી પંચે 8 લાખ નવા EVMનો ઓર્ડર આપ્યો, 2024ની ચૂંટણીની તૈયારી શરૂ કરી
ચૂંટણી પંચે 8 લાખ નવા EVMનો ઓર્ડર આપ્યો, 2024ની ચૂંટણીની તૈયારી શરૂ કરી
April 30, 2023
ટાઇટેનિકથી વિલ્હેમ ગસ્ટલોફ સુધી: વિશ્વને હચમચાવી નાખતી દરિયાઇ આપત્તિઓની દુ:ખદ વાર્તાઓ
ટાઇટેનિકથી વિલ્હેમ ગસ્ટલોફ સુધી: વિશ્વને હચમચાવી નાખતી દરિયાઇ આપત્તિઓની દુ:ખદ વાર્તાઓ
June 25, 2023
શિયાળાની ઋતુમાં તમારી ત્વચામાં કુદરતી ચમક લાવવા માટે આ રીતે કરીના પાંદડાનો ઉપયોગ કરો
શિયાળાની ઋતુમાં તમારી ત્વચામાં કુદરતી ચમક લાવવા માટે આ રીતે કરીના પાંદડાનો ઉપયોગ કરો
November 13, 2024
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express