કોડીનાર તાલુકાના મોરવડ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો
આજ રોજ વિકસીત ભારત સંકલ્પ યાત્રાનો રથ કોડીનાર તાલુકાના મોરવડ ગામ મુકામે આવી પહોંચતા ગ્રામજનોની ઉપસ્થિતિમાં બાલીકાઓ દ્વારા કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યુ હતુ અને કાર્યક્રમ યોજાયો હતો.જેમાં સરકારશ્રીની વિવિધ યોજના ના લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા હતો.
ગીર સોમનાથ :આજ રોજ વિકસીત ભારત સંકલ્પ યાત્રાનો રથ કોડીનાર તાલુકાના મોરવડ ગામ મુકામે આવી પહોંચતા ગ્રામજનોની ઉપસ્થિતિમાં બાલીકાઓ દ્વારા કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યુ હતુ અને કાર્યક્રમ યોજાયો હતો.જેમાં સરકારશ્રીની વિવિધ યોજના ના લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા હતો અને આરોગ્ય કેમ્પ,ડ્રોન નિર્દશન, નાટક સહિતના કાર્યક્રમો યોજાયા હતા અને વિકસિત ભારતની ઝાંખી રજુ કરતી શોર્ટફિલ્મ નિહાળી હતી તેમજ વિકસિત ભારત માટે સંકલ્પ લેવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં માન. ધારાસભ્યશ્રી કોડીનાર ડો .પ્રદ્યુમન વાંજા , તાલુકા વિકાસ અધિકારી શ્રી કોડીનાર બગથરીયા ,અગ્રણીશ્રી જયેશભાઈ બારડ તથા મોરવડ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યશ્રીઓ હાજર રહ્યા.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કોડીનાર તાલુકાના મિતિયાજ ગામ ખાતે ધારાસભ્ય શ્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજાની પ્રેરક ઉપસ્થિતમાં" કાર્યક્રમ યોજાયો હતો.
વિકસીત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાંં સરકારની વિવિધ યોજનાના લાભાર્થીને યોજનાકીય લાભો આપવામાં આવ્યા હતા તેમજ આરોગ્ય કેમ્પ, ડ્રોન નિર્દશન, ગ્રામજનોએ વિકસિત ભારત' માટે પ્રતિજ્ઞા લીધી હતી અને વિકાસની ઝાંખી રજુ કરતી શોર્ટફિલ્મ નિહાળવામાં આવી હતી.
તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જીતુભાઈ પરમાર તથા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રાજેશભાઈ વાઢેર પૂર્વ કારોબારી ચેરમેન દીપુભાઈ બારડ અગ્રણી સર્વશ્રીઓ ભગુભાઈ પરમાર , પ્રતાપભાઈ ડોડીયા , વિશાલભાઈ ગાધે તથા અમુભાઈ વાજા તથા રાજેશભાઈ વાઢેર તથા મિતિયાઝ ગામના સરપંચ શ્રી સભ્યશ્રીઓ તથા ગામના નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."
"અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 27 લોકોનું સફળ રેસ્ક્યૂ. એર-કન્ડિશનરના યુનિટમાંથી શરૂ થયેલી આગે ગભરાટ સર્જ્યો. જાણો ફાયર બ્રિગેડની કામગીરી અને લેટેસ્ટ અપડેટ્સ."
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."