નશા મુક્તિનાં ભાગરૂપે રમત સંકુલ વિભાગ સાથે રહી સ્પોર્ટ્સ સંકુલ રાજપીપળા ખાતે દોડનું આયોજન
૨૯ મી ફેબ્રુઆરીના રોજ જિલ્લામાં બાળકો,યુવાનો મહિલાઓમાં નશાકારક દ્રવ્યોની ખરાબ અસરો અને દુરપયોગ તેના સારવાર તેમજ નશા મુક્તિ અંગે રમત સંકુલ વિભાગ સાથે રહી સ્પોર્ટ્સ સંકુલ રાજપીપળા ખાતે નશામુક્તિ અંગે દોડનું આયોજન કરવામા આવ્યું હતું.
રાજપીપલા : નર્મદા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તથા જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા તા.૨૯ મી ફેબ્રુઆરીના રોજ જિલ્લામાં બાળકો,યુવાનો મહિલાઓમાં નશાકારક દ્રવ્યોની ખરાબ અસરો અને દુરપયોગ તેના સારવાર અને પુન:સ્થાપન માટે નિવારણ, શિક્ષણ અને જાગૃતા સર્જન માટે જિલ્લા કક્ષાએ નશા મુક્તિ અંગે રમત સંકુલ વિભાગ સાથે રહી સ્પોર્ટ્સ સંકુલ રાજપીપળા ખાતે નશામુક્તિ અંગે દોડનું આયોજન કરવામા આવ્યું હતું.
આ દોડ સ્પોર્ટ્સ સંકુલ,રાજપીપળા થી શરૂ કરીને છોટુભાઇ પુરાણી હાઈસ્કુલ,રાજપીપલા સુધી દોડ સુત્રોચ્ચાર સાથે યોજવામાં આવી હતી. આ જાગૃતિ કાર્યક્રમમાં જિલ્લા રમત-ગમત અધિકારી વિષ્ણુભાઇ વસાવા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી ભુમિત પરમાર, જીલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ચેતન પરમાર, સહિત સંબધિત વિભાગના કર્મચારીશ્રીઓ અને સ્પોર્ટ્સના વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."
"અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 27 લોકોનું સફળ રેસ્ક્યૂ. એર-કન્ડિશનરના યુનિટમાંથી શરૂ થયેલી આગે ગભરાટ સર્જ્યો. જાણો ફાયર બ્રિગેડની કામગીરી અને લેટેસ્ટ અપડેટ્સ."
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."