વિધાનસભા ખાતે સાયબર ક્રાઇમ અવરનેસ અંતર્ગત એક ખાસ કાર્યક્રમ યોજાયો
સાયબર હુમલો : આપણી સુરક્ષા, આપણા હાથમાં' માહિતીપ્રદ ગુજરાતી નાટક પ્રસ્તુત કરાયું. રાજ્ય મંત્રી મંડળના તમામ સભ્યશ્રીઓ તેમજ તમામ ધારાસભ્યશ્રીઓએ સાયબર અવેરનેસ નાટક નિહાળ્યું
ગાંધીનગર : વિધાનસભા ખાતે આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા સાયબર ક્રાઇમ અવરનેસ અંતર્ગત એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના મંત્રી મંડળના તમામ સભ્યશ્રીઓ તેમજ તમામ ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સાયબર ક્રાઇમથી બચવા માટે શું કરવું અને શું ન કરવું? અને સાયબર ક્રાઇમનો ભોગ બન્યા હોય તો શું કરવું? તે અંગે માર્ગદર્શન આપતું એક ગુજરાતી નાટક 'સાયબર હુમલો : આપણી સુરક્ષા, આપણા હાથમાં' ગુજરાત પોલીસના સાયબર ક્રાઇમ સેલ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. આ નાટકના માધ્યમથી વર્તમાન સમયમાં ગુનેગારો દ્વારા જે જે મોડસ ઓપરેન્ડીથી સાયબર ફ્રોડ કરવામાં આવી રહ્યા છે તે અંગે સૌ ઉપસ્થિત જનપ્રતિનિધિશ્રીઓને માહિતગાર કર્યા હતા.
સમગ્ર રાજ્યમાં સાયબર ક્રાઇમ સંદર્ભે જનજાગૃતિ લાવવાના ઉદ્દેશ સાથે વિધાનસભા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ જનપ્રતિનિધિઓને પણ પોતાના વિસ્તારમાં જનજાગૃતિ લાવવા આહવાન કરવામાં આવ્યું હતું.
ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ 15 માર્ચ 2026 સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. અત્યાર સુધી 38માં 1 લાખ+ મુલાકાતીઓએ ₹83 લાખ+નું વેચાણ કર્યું. વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન! સ્થાનિક કારીગરો-ઉદ્યોગોને મજબૂત પ્લેટફોર્મ.
વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.
ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.