બાગાયત વિભાગની 'અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ' હેઠળ માળી કામની ત્રિ-દિવસીય તાલીમ
યોજનાકીય લાભો માટે તા.૨૨ સપ્ટેમ્બર સુધીમાં I-Khedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી આવશ્યક.
રાજપીપલા : નર્મદા જિલ્લામાં બાગાયત વિકાસ કાર્યક્રમ યોજના હેઠળ બાગાયત વિભાગની “અર્બન ગ્રીન મિશન કાર્યક્રમને અનુલક્ષીને ત્રિ-દિવસીય માળીકામ માટેની કૌશલ્યવર્ધન
તાલીમ આપવામાં આવશે. જેમાં તાલીમ સહિત ગાર્ડન ટુક કીટ અને વૃત્તિકા તાલીમાર્થીને મળવાપાત્ર રહેશે.
આ યોજનાનો લાભ લેવા માંગતા ૧૮ થી ૪૫ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઇચ્છુક અરજદારોએ તા. ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૩ સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ઓનલાઇન અરજી કરી, અરજીની પ્રિન્ટ નકલ, જાતીના દાખલા, આધારકાર્ડ, રેશનકાર્ડ, બેન્ક બચત ખાતાની નકલ દિન-૭ માં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન, બીજો માળ, રાજપીપલા-જિ.નર્મદા ખાતે જમા કરાવવાની રહેશે.
ઉપરાંત, યોજનાની વધુ માહિતી મેળવવા માટે www.ikhedut.gujarat.gov.in વેબ સાઈટ તેમજ ૦૨૬૪૦-૨૨૧૮૮૯ ઉપર સંપર્ક સાધવા અંગે નાયબ બાગાયત નિયામકશ્રી, રાજપીપલા,
જિ.નર્મદા તરફથી મળેલ એક અખબારી યાદીમાં જણાવાયું છે.
"છૂટાછેડા વિના બીજા લગ્ન કરનાર પતિ સામે ગુન્હો દાખલ. મહારાષ્ટ્રની નૂતનબેનની ફરિયાદ પર વડોદરા પોલીસે કાર્યવાહી શરૂ કરી. જાણો કાયદાકીય પ્રક્રિયા અને અધિકારો."
"ગોત્રીમાં લગ્નના પાર્ટી પ્લોટમાં મોડી રાત સુધી ડી.જે. વગાડવાની ઘટનામાં પોલીસે આયોજક અને ડી.જે. સંચાલક સામે ગુનો દાખલ કર્યો. જાણો આ ઘટનાની સંપૂર્ણ વિગતો અને કાયદાકીય પગલાં."
"અમરેલીમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદે ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડ્યું. તાજા હવામાન અપડેટ, નુકસાનની વિગતો અને આગાહી જાણો."