Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે “સંકલિત નીંદણ વ્યવસ્થાપન” વિષય પર તાલીમ યોજાઈ

આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે “સંકલિત નીંદણ વ્યવસ્થાપન” વિષય પર તાલીમ યોજાઈ

આણંદ કૃષિ યુનિવર્સિટીમાં સ્થિત બી.એ. કૃષિ મહાવિદ્યાલયના એઆઈસીઆરપી- વીડ મેનેજમેન્ટ દ્વારા “સંકલિત નીંદણ વ્યવસ્થાપન” વિષય પર યુનિવર્સિટીના કુલપતિશ્રી.ડૉ.કે.બી.કથીરીયાના માર્ગદર્શન હેઠળ અનિકેત ખેડૂત છાત્રાલય ખાતે ત્રણ દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Ahmedabad August 22, 2023
આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે “સંકલિત નીંદણ વ્યવસ્થાપન” વિષય પર તાલીમ યોજાઈ

આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે “સંકલિત નીંદણ વ્યવસ્થાપન” વિષય પર તાલીમ યોજાઈ

આણંદ : આણંદ કૃષિ યુનિવર્સિટીમાં સ્થિત બી.એ. કૃષિ મહાવિદ્યાલયના એઆઈસીઆરપી- વીડ મેનેજમેન્ટ દ્વારા “સંકલિત નીંદણ વ્યવસ્થાપન” વિષય પર યુનિવર્સિટીના કુલપતિ ડૉ.કે.બી.કથીરીયાના માર્ગદર્શન હેઠળ અનિકેત ખેડૂત છાત્રાલય ખાતે ત્રણ દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

આ પ્રસંગે એઆઈસીઆરપી-વીડ મેનેજમેન્ટના એગ્રોનોમીસ્ટ શ્રી.ડી. ડી. ચૌધરી દ્વારા તાલીમના મુખ્ય હેતુઓ અને ઉપયોગીતા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત એઆઈસીઆરપી- વીડ મેનેજમેન્ટ વિભાગની યોજનાકીય પ્રવૃત્તિઓ તેમજ નીંદણ નિયંત્રણ અંગે ટેકનિકલ તેમજ પ્રાયોગિક માહિતી આપી હતી.

આ કાર્યક્રમ દરમિયાન આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા નીંદણની ઓળખ અને તેનાથી થતું નુકસાન, હઠીલા અને પરોપજીવી નીંદણનું નિયંત્રણ, નીંદણ નિયંત્રણની વિવિધ પદ્ધતિઓ તેમજ સંકલિત નીંદણ વ્યવસ્થાપન, નીંદણમાં નિયંત્રણ અંગેની ભલામણો, નીંદણ નાશકોની સૂક્ષ્મજીવાણું પર થતી અસરો, નીંદણ નાશકો અને તેના ઉપયોગમાં રાખવાની કાળજી, નીંદણ નાશકોના અવશેષો અને તેનું નિવારણ, સજીવ અને પ્રાકૃતિક કૃષિમાં નીંદણ નિયંત્રણ, નીંદણ નાશકોના છંટકાવનું પ્રાયોગિક નિદર્શન વગેરે જેવા વિષયો પર વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

ત્રિ-દિવસીય તાલીમ કાર્યક્રમમાં ખેડૂતોને આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલા એઆઈસીઆરપી-વીડ મેનેજમેન્ટનાં ફાર્મ, સરદારપટેલ એગ્રીકલ્ચર એજ્યુકેશન મ્યુઝીયમ અને સૂક્ષ્મ જીવાણુંશાસ્ત્ર વિભાગની મુલાકાત કરાવવામાં આવી હતી. કાર્યક્રમમાં વડનગર તાલુકાના કુલ-૨૭ ખેડૂતોએ ભાગ લીધો હતો તેમજ તેમણે નીંદણ વ્યવસ્થાપનમાં તેમજ ખેતી ખર્ચ ઘટાડવામાં આ તાલીમ ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાતમાં 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો ધમાકો– વોકલ ફોર લોકલને મજબૂત પાંખો
gandhinagar
February 25, 2026

ગુજરાતમાં 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો ધમાકો– વોકલ ફોર લોકલને મજબૂત પાંખો

ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ 15 માર્ચ 2026 સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. અત્યાર સુધી 38માં 1 લાખ+ મુલાકાતીઓએ ₹83 લાખ+નું વેચાણ કર્યું. વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન! સ્થાનિક કારીગરો-ઉદ્યોગોને મજબૂત પ્લેટફોર્મ.

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ
ahmedabad
February 24, 2026

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ

વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા
bhavnagar
February 24, 2026

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા

ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.

Braking News

શ્રીલંકાના રાષ્ટ્રપતિ દિસાનાયકે ભારતની ત્રણ દિવસીય સરકારી મુલાકાત શરૂ કરી
શ્રીલંકાના રાષ્ટ્રપતિ દિસાનાયકે ભારતની ત્રણ દિવસીય સરકારી મુલાકાત શરૂ કરી
December 15, 2024

શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે ત્રણ દિવસની સરકારી મુલાકાતે ભારત આવ્યા છે, જે સપ્ટેમ્બરમાં પદ સંભાળ્યા બાદ તેમની પ્રથમ છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

અસરકારક વજન ઘટાડવા માટે ફૂડ ક્રેવિંગ્સને સમજવું અને તેનું સંચાલન કરવું
અસરકારક વજન ઘટાડવા માટે ફૂડ ક્રેવિંગ્સને સમજવું અને તેનું સંચાલન કરવું
June 07, 2023
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝાણુ ગામમાં દેરાણી જેઠાણીની હત્યાનો ભેદ ઉકેલ્યો
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝાણુ ગામમાં દેરાણી જેઠાણીની હત્યાનો ભેદ ઉકેલ્યો
February 21, 2023
કાલ સર્પ દોષના કારણો, લક્ષણો અને ઉપચાર જાણો
કાલ સર્પ દોષના કારણો, લક્ષણો અને ઉપચાર જાણો
July 26, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express