Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • નાંદોદના પાટણા ગ્રામ પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ રથ યાત્રાનો ઉષ્માપૂર્વક આવકાર

નાંદોદના પાટણા ગ્રામ પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ રથ યાત્રાનો ઉષ્માપૂર્વક આવકાર

નર્મદા જિલ્લામાં નાંદોદના પાટણા ગામે “વિકસિત ભારત સંકલ્પ રથ યાત્રા” માં આદિજાતી વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વમંત્રીશ્રી, ગણદેવીના ધારાસભ્યશ્રી તેમજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દક્ષિણ ગુજરાતના ઈન્ચાર્જશ્રી નરેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ગામની મહિલાઓ-ગ્રામજનોએ કંકુ તિલક કરીને રથનું ભવ્ય સ્વાગત કર્યુ હતુ.

Rajpipla November 29, 2023
નાંદોદના પાટણા ગ્રામ પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ રથ યાત્રાનો ઉષ્માપૂર્વક આવકાર

નાંદોદના પાટણા ગ્રામ પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ રથ યાત્રાનો ઉષ્માપૂર્વક આવકાર

રાજપીપલા : નર્મદા જિલ્લામાં નાંદોદના પાટણા ગામે “વિકસિત ભારત સંકલ્પ રથ યાત્રા” માં આદિજાતી વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વમંત્રીશ્રી, ગણદેવીના ધારાસભ્યશ્રી તેમજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દક્ષિણ ગુજરાતના ઈન્ચાર્જશ્રી નરેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ગામની મહિલાઓ-ગ્રામજનોએ કંકુ તિલક કરીને રથનું ભવ્ય સ્વાગત કર્યુ હતુ. આ વેળાએ ઉપસ્થિત સૌએ સરકાર દ્વારા આદિજાતિ વિસ્તારોમાં અમલી પ્રજાલક્ષી વિવિધ યોજનાઓ- કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ નિહાળીવાની સાથે “વિકસિત ભારત” ના સંકલ્પને સાકાર કરવા અંગે શપથ લીધા હતા.

આ પ્રસંગે પૂર્વમંત્રીશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે, તા.૧૫ મી નવેમ્બરે ભગવાન બિરસામુંડાના જન્મદિન જનજાતિય ગૌરવ દિવસે દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઝારખંડ ખાતેથી પ્રારંભાયેલી “વિકસિત ભારત સંકલ્પ રથ યાત્રા” માં નર્મદા જિલ્લામાં મોટી સંખ્યામાં લોકોની ભાગીદારી જોવા મળી રહી છે. આ યાત્રાનો મુખ્ય હેતુ કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓનો પ્રચાર-પ્રસાર થકી લોકો સુધી પહોંચડવાનો છે અને તેનો લાભાન્વિત કરવાનો છે. વધુમાં તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશને વિકાસના પંથે અગ્રેસર કરવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે આ વિકાશિલ દેશમાં છેવાડાનો કોઇ પણ વ્યક્તિ સરકારની યોજનાઓથી વંચિત ન રહે તેવો સરકારનો સરાહનીય પ્રયાસ છે. આ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ગામેગામ જઈને લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સેવાઓ આપી રહી છે. સરકારની વિવિધ યોજનાઓ લાભ લેવા તેમણે ઉપસ્થિત સૌને આહવાન કર્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે સરકારની વિવિધ યોજનાઓ આયુષમાન કાર્ડ, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાજ યોજના, નલ સે જલ સહિતની યોજનાઓ અંગે વિસ્તૃતમાં માહિતી આપી હતી અને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં “મેરી કહાની, મેરી જુબાની” થીમ હેઠળ લાભર્થીઓએ સફળતાની ગાથા ગ્રામજનો સમક્ષ રજૂ કરી હતી. આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ઉભા કરાયેલા પોષણયુક્ત આહારનું નિદર્શન સ્ટોલ, ટેક હોમ રાશન થકી સગર્ભા-ધાત્રી માતા, બહેનો, કિશોરીઓ, બાળકોના પોષણ માટે
અતિઆવશ્યક પોષણયુક્ત આહાર વિશે નાગરિકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા પણ વિનામૂલ્યે આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. કાર્યક્રમ બાદ મંત્રીશ્રીએ સરકારશ્રીની ડ્રોન ટેક્નોલોજી અને તેના માધ્યમથી પાકમાં સરળતાથી નેનો યુરિયાના છંટકાવ કરવા અંગે અંગે જાત નિરીક્ષણ કર્યું હતું. સાથે સંબંધિત વિભાગના કર્મયોગીઓએ ખેડૂતમિત્રોને ડેમોસ્ટ્રેશન દ્વારા માર્ગદર્શિત કર્યા હતા.

 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત
gandhinagar
March 17, 2026

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત

ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.

Braking News

મહેબૂબા મુફ્તી: ભાજપે 10 વર્ષમાં ઘણા નાથુરામ ગોડસેસ પેદા કર્યા છે, ભારતે 75 વર્ષમાં બીજા ગાંધી પેદા કર્યા નથી
મહેબૂબા મુફ્તી: ભાજપે 10 વર્ષમાં ઘણા નાથુરામ ગોડસેસ પેદા કર્યા છે, ભારતે 75 વર્ષમાં બીજા ગાંધી પેદા કર્યા નથી
October 06, 2023

મુફ્તીનું નિવેદન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને "નવા યુગના રાવણ" તરીકે દર્શાવતા ભાજપના પોસ્ટરના જવાબમાં આવ્યું છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

સાવધાન! શરીરમાં આ લક્ષણો દેખાવા લાગ્યા છે, શું આ ડાયાબિટીસ જેવા સાયલન્ટ કિલર રોગની નિશાની નથી?
સાવધાન! શરીરમાં આ લક્ષણો દેખાવા લાગ્યા છે, શું આ ડાયાબિટીસ જેવા સાયલન્ટ કિલર રોગની નિશાની નથી?
November 13, 2024
કાલ સર્પ દોષના કારણો, લક્ષણો અને ઉપચાર જાણો
કાલ સર્પ દોષના કારણો, લક્ષણો અને ઉપચાર જાણો
July 26, 2023
જામુનઃ જામુન ખાવાના છે આ 9 ફાયદા અને સ્વાસ્થ્ય લાભો
જામુનઃ જામુન ખાવાના છે આ 9 ફાયદા અને સ્વાસ્થ્ય લાભો
July 26, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express